જમીન પર બેસીને ભોજન લેવાના ફાયદા જાણશો તો ક્યારેય નહી કરો ડાઈનિંગ ટેબલનો ઉપયોગ

ભારતીય સંસ્કૃતિમાં જે પણ આચાર-વિચાર રહ્યા છે તે ધર્મ અને વ્યક્તિના સ્વાસ્થ્યને અનુકુળ બનાવી રાખવા માટે બનાવ્યા છે. ખાસ કરીને દૈનિક જીવનમાં અપનાવવામાં આવતી પ્રત્યેક પ્રથાની પાછળ વિશેષ વૈજ્ઞાનિક તથ્યો રહેલા છે. પરંતુ સમયની સાથે લોકો પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ ભારતીય સંસ્કૃતિને ભૂલી ગયા છે. આજના સમયમાં તો લોકો ભારતીય સંસ્કૃતિને પછાત માનવાનું શરૂ કર્યું છે, જ્યારે તે ભારતીય સંસ્કૃતિ છોડીને પશ્ચિમી સંસ્કૃતિ અને જીવનશૈલી અપનાવવાનું જ પરિણામ છે કે આજે દરેક વ્યક્તિ આરોગ્યની સમસ્યાઓથી ઘેરાયેલો છે. જ્યારે ભારતીય જીવનશૈલી અને તેની દરેક વાત આરોગ્ય માટે ફાયદાકારક છે.

જમીન પર બેસીને જમવું વધુ ફાયદાકારક

image source

જેમ કે વાત જમીન પર બેસીને ખાવાની હોય તો તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે, પરંતુ આજે લોકો પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવીને ડાઇનિંગ ટેબલ પર જમવાનું તેમનું ગૌરવ માને છે, પરંતુ ખરેખર ડાઈનિંગ ટેબલ પર જમવા કરતા જમીન પર બેસીને જમવું વધુ ફાયદા કારક છે. આજે અમે તમને આવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી તમે ટેબલ પર ખાવાનું છોડી દે છો.

સુખાસન પાચનતંત્રમાં સુધારો કરવા માટે જાણીતું

image source

ખરેખર આપણે જે સ્થિતિમાં જમીન પર બેઠા બેઠા ખોરાક ખાઈએ છીએ તે ખરેખર સુખાસનની અવસ્થા છે, એવામાં આ રીતે ખોરાક લેવો એ યોગનું કાર્ય કરે છે અને તમને જણાવી દઈએ કે સુખાસન પાચનતંત્રમાં સુધારો કરવા માટે જાણીતું છે. તો બીજી તરફ જમીન પર બેસીને જમવાથી મોટાપો, અપચાની સમસ્યા, કબજિયાતની સમસ્યા, એસીડીટીની સમસ્યા વગેરે પેટની બીમારીઓ થઇ શકતી નથી તેમજ મન પણ એકદમ શાંત રહે છે. આ ઉપરાંત જ્યારે આપણે બેસીને ખાવાનું ખાઈએ છીએ ત્યારે જમવાનું લેવા માટે માથું નમાવીએ છીએ અને પછી ફરી માથું ઉપર કરીએ છીએ તો તેનાથી આપણા પેટના સ્નાયુઓ વધુ સારી રીતે કાર્ય કરે છે જે પાચનમાં મદદ કરે છે.

વજન વધવાની શક્યતા પણ ઓછી રહે છે

image source

તો બીજી સૌથી મહત્વપૂર્ણ વાતે એ છે કે જમીન પર બેસવા માટે ગોઠણને વાળવા પડે છે. જેનાથી તમારા ગોઠણને પણ એકદમ સારી રીતે વ્યાયામ થઇ જાય છે. આ રીતે જમીન પર બેસીને ભોજન કરવાથી શરીરમાં લોહીનુ પરીભ્રમણ પણ ખુબ જ યોગ્ય રીતે કામ કરે છે અને ભોજન પણ ખુબ જ જલ્દી પચી જાય છે. જેથી હદયને દબાણ ઓછુ લાગે છે. તો બીજી તરફ જમીન પર બેસીને જમવાથી વજન વધવાની શક્યતા પણ ઓછી રહે છે, જો તમે આ સ્થિતિમાં બેસીને જમો છો ત્યારે તમારુ મગજ આપોઆપ શાંત થઈ વધુ સારી રીતે ભોજન જમવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આ ઉપરાંત આ મુદ્રા તમને સમાન માત્રામાં ખોરાક લઈ તમને સંતોષ પ્રદાન કરે છે જેથી તમે ઑવર ઈટિંગની આદતથી પણ બચી શકો છો. જેનાથી તમારી વજન કંટ્રોલમાં રહે છે.

જમીન પર બેસી જમવાથી મન એકદમ શાંત રહે છે

image source

તમને જણાવી દઈએ કે જમીન પર બેસી જમવાથી મન એકદમ શાંત રહે છે અને લોહીનું સર્ક્યુલેશન જળવાઈ રહે છે. પાચન ક્રિયા પણ ઝડપથી થાય છે. જમીન પર બેસીને ભોજન લેવાથી માત્ર જમવામા જ ધ્યાન રહે છે, પરિવાર સાથે આત્મિયતા વધે છે અને એકદમ આનંદથી ભોજન લઇ શકાય છે. જમીન પર બેસી ભોજન લેવાથી જડપથી ઘડપણ આવતું નથી અને કરોડરજ્જુ અને પીઠ સંબંધિત કોઇ સમસ્યા થતી નથી. સૌથી મહત્વની વાત એ છે કે અપચો, ગેસ અને કબજિયાત જેવી તકલીફોથી આપણે દૂર રહી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે જમતી વખતે પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં જમીન પર બેસીને જમવું. આ રીતે બેસીને જમવાથી શરીરમાં લચીલાપણું આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત