બાપ રે બાપ! બેન્કમાં પૈસા લેવા પહોંચી લાશ, કર્મચારીઓના ઉડ્યા હોંશ, પૂરી ઘટના વાંચીને તમે પણ…

બિહારની રાજધાની પટનાના એક ગામમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મૃતક વ્યક્તિ તેના પૈસા લેવા બેંકમાં પહોંચી ગયો. તેને બેંકમાં જોતાં જ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. તમને આ જાણીને આશ્ચર્ય થતુ હશે, પરંતુ તે બેંકમાં આવું બન્યું છે.

બેંક મેનેજરે પૈસા આપવાનો ઇનકાર કર્યો

image source

ખરેખર, આ અજીબોગરીબ કિસ્સો પટણા શહેરને અડીને આવેલા શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિગરીવાન ગામનો છે. જ્યાં કેનેરા બેંકની શાખા છે. એવું બન્યું હતું કે સિગરીવાન ગામમાં રહેતા 55 વર્ષિય મહેશ યાદવનું મંગળવારે સવારે બીમારીને કારણે મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનોએ બેંકમાં જઇને બેંકના કર્મચારીઓ પાસેથી તેના ખાતાના રહેલા પૈસા માંગ્યા, પરંતુ બેંક મેનેજરે પૈસા આપવાનો ઇનકાર કર્યો.

ગામ લોકો મહેશ યાદવની લાશ સાથે બેંકે પહોંચ્યા

गांव वालों ने लाश को लाकर बैंक में रख दिया
image source

આથી ગુસ્સે ભરાયેલા ગામ લોકો મહેશ યાદવની લાશ સાથે બેંકે પહોંચ્યા હતા અને લાશને બેંકની અંદર લઇને રાખી દીધી. આ દ્રશ્ય જોઇને બેંકના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. મહેશની લાશ લગભગ ત્રણ કલાક સુધી બેંકમાં પડી રહી. પરંતુ ગામલોકો માનવા તૈયાર ન હતા. જેથી બેંક મેનેજરે પોતાના ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા આપીને મામલો થાળે પાડ્યો હતો.

બેંક ખાતામાં તેમનું કોઈ નોમીની ન હતું

image source

પૈસા મળતાં ગ્રામજનોએ મૃતક મહેશ યાદવની અંતિમ વિધિ માટે મૃતદેહને સ્મશાને લઈ ગયા. વાસ્તવમાં મહેશ અપરિણીત હતો અને તેની પાછળ કોઈ નહોતું. તેના બેંક ખાતામાં એક લાખ અઢાર હજાર રૂપિયા હતા. પરંતુ બેંક ખાતામાં તેમનું કોઈ નોમીની ન હતું. ત્યા સુધી કે કેવાયસી પણ રજુ કરાઈ ન હતી. આ કારણોસર બેંકે તેના પૈસા આપવાની ના પાડી હતી.

બેંકની એક પ્રક્રિયા હોય છે.

image source

કેનેરા બેંકના મેનેજર સંજીવ કુમારે જણાવ્યું હતું કે ગામલોકો મહેશના ખાતામાંથી પૈસા ઉપાડવા આવ્યા હતા. તેને અંતિમસંસ્કાર માટે પૈસાની જરૂર હતી. પરંતુ બેંકની એક પ્રક્રિયા હોય છે. તેથી તે તેમને પૈસા ન આપી શક્યા. કારણ કે તેના ખાતામાં કોઈ નોમિની નહોતું. મૃતકની પણ કેવાયસી નહોતી. જ્યારે તેના મૃત્યુના કાગળો આવશે, ત્યારે તેના દાવેદારને પૈસા આપવામાં આવશે. જો કે આ વાત પરથી બધાએ એક બોધ પાઠ પણ લેનાની જરૂર છે. જ્યારે પણ તમે બેન્કમાં પૈસા જમા કરાવો ત્યારે તમારૂ કેવાયસી અપડેટ કરાવો અને નોમિની પણ અવશ્ય રાખો. કારણ કે તમારા ગયા પછી પાછળ તમારા પૈસાને લઈને કોઈ સમસ્યા ન સર્જાય.