જાણો સ્ત્રીઓએ ફિટ એન્ડ ફાઈન રહેવા માટે જરૂરથી કરો આ કામ…

મિત્રો, આપણે સૌ એ વાતથી ખુબ જ સારી રીતે વાકેફ છીએ કે, સ્ત્રીઓ પર ઘર-પરિવાર અને ઓફિસ એમ બેવડી જવાબદારી હોય છે. તેણીએ નિયમિત પોતાના ઘરનુ કામકાજ પૂર્ણ કરીને ઉતાવળે ઓફિસ જવા માટે નીકળવાનુ હોય છે અને ઓફિસનુ કામ પૂર્ણ કરીને જ્યારે તે ઘરે આવે ત્યારે રસોઇ બનાવવાની, બાળકોને સાચવવા, ઘરનુ બાકીનુ કામ પૂરુ કરવુ વગેરે જેવી જવાબદારીઓ સંભાળવાની હોય છે.

image source

આમ, બે-બે જગ્યાઓની જવાબદારીઓ સંભાળતી સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ અત્યંત આવશ્યક બની જતુ હોય છે કારણકે, બંને જગ્યાનુ કામ અને જવાબદારીઓ સંભાળવાથી સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અંગે એકદમ બેદરકાર બની જાય છે. પરિણામે, તે અવારનવાર નાની-મોટી બીમારીના ભોગ બનતી રહે છે.

image source

ઘણીવાર આ નાની બીમારીઓ એક ખુબ જ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે અને તેથી જ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી અત્યંત આવશ્યક હોય છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવા માટે અને તંદુરસ્તી માટે તમારે તમારા વજનને પણ નિયંત્રિત રાખવુ અત્યંત આવશ્યક બની જતુ હોય છે. જો તમે વ્યાયામ માટે યોગ્ય સમયની ફાળવણી ના કરી શકતા હોય તો તમારે તમારી ખાણીપીણીની આદત પર વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. આજે આ લેખમા આપણે જાણીશુ કે, સ્ત્રીઓએ તંદુરસ્તી માટે કઈ-કઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.

બીન્સ :

image source

સ્ત્રીઓએ તેમના ડાયટમા બીન્સનો સમાવેશ અવશ્યપણે કરવો જોઇએ. આ વસ્તુમા પ્રોટીન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. તેની અંદર ફેટનુ પ્રમાણ પણ ખુબ જ ઓછ હોય છે. તેના નિયમિત સેવનથી વજન વધી જવાની સમસ્યા પણ રહેતી નથી. પરિણામે સ્ત્રીઓમા વજન વધવાની સમસ્યાનો ભય પણ રહેતો નથી. આ વસ્તુનુ સેવન કરવાથી તમને બ્રેસ્ટ કેન્સરની સમસ્યા સામે લડવામા પણ ખૂબ જ સરળતા રહે છે. તો આ વસ્તુને તમારા રોજીંદા ફૂડમા અવશ્યપણે સમાવેશ કરો.

બેરીઝ :

image source

બ્લૂબેરી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી, ક્રેનબેરી વગેરે બેરીઓમા એન્થોસાયન નામનુ મજબૂત એન્ટિકેન્સર તત્ત્વ સમાવિષ્ટ હોય છે. જો કોઈ સ્ત્રી પોતાની રૂટીન લાઈફમા તેનુ સેવન કરવાનુ શરુ કરી દે તો સ્ત્રીઓમા કેન્સરની સમસ્યાનો ભય ખુબ જ ઓછો થઇ શકે છે. આ સિવાય બેરીઝમા વિટામિન-સી અને ફોલિક એસિડ પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી સ્ત્રીઓનુ સ્વાસ્થ્ય વધારે મજબૂત બની રહે છે અને દરેક બીમારીને ખુબ જ અઘરી ટક્કર આપે છે, જેથી કોઈ બીમારી તમારા શરીરમા પ્રવેશી ના શકે.

સોયાબીન :

image source

કોઇપણ ઉંમરની વ્યક્તિ માટે સોયાબીનનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સાથે જ તે સ્ત્રીઓ માટે પણ વિશેષરૂપે લાભદાયી બની રહે છે. આ વસ્તુમ વિટામિન-બી, પ્રોટીન અને આયર્ન ખુબ જ સારી માત્રામાં મળી આવે છે, તેથી સ્ત્રીઓએ તેમના ડાયટમા આ વસ્તુનો સમાવેશ અવશ્યપણે કરવો જોઇએ. જો તમે ભોજન સમયે આ વસ્તુનુ સેવન કરવા ઈચ્છતા હોવ તો નાસ્તા સ્વરૂપે પણ તેને આરોગી શકો છો. તેને નાસ્તામા ખાવાથી ભૂખ ખુબ જ ઓછી લાગતી હોય છે અને ભૂખ ઓછી લાગવાથી સ્વાભાવિકપણે જ શરીરની મેદસ્વિતા દૂર થઇ જાય છે.

પાલક :

image source

આ વસ્તુને ફાઇબરનો એક સારો એવો સ્ત્રોત માનવામા આવે છે. સ્ત્રીઓ માટે આ પાલકનુ સેવન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે, તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન, વિટામિન-બી, કેલ્શિયમ અને મિનરલ્સ મળી આવતા હોવાથી શરીરને પૌષ્ટિક ગુણતત્વો પ્રાપ્ત થઇ જાય છે, માટે આ વસ્તુનુ સેવન અચૂકપણે કરવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત