મિત્રએ બધા વચ્ચે આવીને એવી મજાક કરી કે લગ્ન મંડપમાં વરમાળા દરમિયાન વરરાજા થયો ગુસ્સે, વીડિયો જોઈ ખડખડાટ હસશો

અનેક ફની વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. ઘણી વાર તો એવા વીડિયો પણ સામે આવે છે જેને જોઈને ઘણું આશ્ચર્ય થાય તો ક્યારેક હાસ્ય રોકી ન શકાય તેવા વીડિયો પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક લગ્ન દરમિયાનનો છે જેમાં વરરાજા તેના મિત્રોની મજાકથી ગુસ્સે થઈ ગયો છે.

image source

વીડિયો જોવામાં ખૂબ રમૂજી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોઈ પણ લગ્નમાં લોકો કન્યા અને વરરાજા કઈક મજાક કરતાં જોવા મળે છે. જો લગ્નના માહોલમાં હસી મજાક ન હોય તો શું મજા! આ વિડિઓ લગ્ન સમયે થયેલી એક ફની મજાક સાથે સંબંધિત છે જેને જોઈને તમે પણ કહેશો કે કંઇ પણ કરી લો પરંતુ મિત્રો તમને પરેશાન ન કરે તેવું પોસિબલ નથી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન સમારોહમાં દુલ્હન અને વરરાજા સ્ટેજ પર ઉભા છે.

image source

વરમાળાની રસમ થવાની તૈયારી ચાલુ હતી. તે જ દરમિયાન અચાનક જ વરરાજાનો મિત્ર આવીને બંને વચ્ચે ઉભો રહી જાય છે અને પૈસા આપવા લાગે છે. ત્યાં ઉપસ્થિત લોકો પણ પેહેલા તો આ મજાક જોઈને આનંદ લઈ રહેલા જોવા મળે છે. પરંતુ પછી આખી માહોલ આ મજાકના કરણે બગડી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા તે પૈસા કાઢીને કન્યાને આપે છે અને પછી બીજી નોટ કાઢીને વરને આપવાનું શરૂ કરે છે. નોટ વરની તરફ લઈ જઈને તે ફરી પાછો કન્યા તરફ લઈ જાય છે અને કન્યાને આપે છે.

image source

મિત્રને બધા વચ્ચે આ સમયે આવી મજાક કરતો કોઈને વરરાજા ગુસ્સાથી લાલ-પીળો થવા માંડે છે. વરરાજાએ નોટ લેવાની ના પાડી પરંતુ તેનો મિત્ર હજુ પણ ત્યાંથી હટવા તૈયાર નથી અને મજાક ચાલુ રાખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયો પર લોકો અનેક મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. પરંતુ લોકો જે રીતે મજા લઈ રહ્યા છે એ ખરેખર જોવા જેવું છે. વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકો બીજાને શેર કરીને મજા લૂંટી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *