ઓસ્ટ્રેલિયા સામે જીત બદલ ઇનામ: ટીમ ઇન્ડિયાના આ 6 ખેલાડીઓને આનંદ મહિન્દ્રા આપશે Thar SUV, જાણો કોણ છે આ લિસ્ટમાં

દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા કંઈક ખાસ કામ કરનારાઓને ઈનામ આપવા માટે પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એવામાં તેમણે શનિવારે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને મોટી જાહેરાત કરી. મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીના હિરો એવા 6 યુવા ખેલાડીઓને Thar SUV કાર ભેટ આપવાની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે.

6 ખેલાડીને મળશે Mahindra Thar SUV

आनंद महिंद्रा टीम इंडिया के 6 खिलाड़ियों को देंगे SUV
image source

અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા Mahindra Groupના અધ્યક્ષ છે. તેણે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન ડેબ્યુ કરનાર 5 ભારતીય ખેલાડી અને શાર્દુલ ઠાકુરને Mahindra Thar SUV ભેટ આપશે. આનંદ મહિન્દ્રાએ જે ખેલાડીઓને એસયુવી આપવાની જાહેરાત કરી છે તેમાં મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, શુબમન ગિલ નવદિવ સૈની અને શાર્દુલ ઠાકુર સામેલ છે.

બીસીસીઆઈએ 5 કરોડના બોનસની કરી જાહેરાત

image source

તમને જણાવી દઈએ કે આ ખેલાડીઓએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમને તેના જ ઘરમાં પરાજિત કરી હતી. ટીમ ઈન્ડિયાની જીત પર બીસીસીઆઈએ 5 કરોડ રૂપિયાનું બોનસ આપવાનું પણ નક્કી કર્યું છે. મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સિરાજે 3 મેચમાં ભારત તરફથી સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. જેમાં તેના પ્રથમ પાંચ વિકેટ હોલનો પણ સમાવેશ થાય છે, જે તેણે બ્રિસ્બેનમાં લીધી હતો.

સૈનીએ સિડનીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ

image source

તો બીજી તરફ સૈનીએ સિડનીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ જ્યારે સુંદર અને નટરાજને ગાબામાં પ્રથમ ટેસ્ટ રમી હતી. તેને હેમસ્ટ્રિંગ હોવા છતાં બોલિંગ કરી હતી. બ્રિસ્બેનમાં તેની બીજી ટેસ્ટ રમી રહેલા શાર્દુલ ઠાકુરને પણ તેની પ્રથમ ટેસ્ટમાં માત્ર 1.4 ઓવર રમ્યા હતા, મહિન્દ્રાની યાદીમાં તેમનો પણ સામેલ કરવામાં આવ્યો છે. આ મેચ 2018 માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.

મહિન્દ્રાની સૂચિમાં એકમાત્ર બેટ્સમેન ગિલ

image source

એટલું જ નહીં, શાર્દુલે ઓસ્ટ્રેલિયાની સામે અંતિમ ટેસ્ટમાં 67 રન બનાવ્યા હતા અને મેચમાં 7 વિકેટ પણ લીધી હતી. આ મેચમાં તેની ખૂબ મહત્વની ભૂમિકા હતી. તે જ સમયે, મહિન્દ્રાની સૂચિમાં એકમાત્ર બેટ્સમેન ગિલે 3 ટેસ્ટમાં 51.80 ની સરેરાશથી 2 અર્ધસદી ફટકારી હતી. જેમાં 91 તેનો સર્વોચ્ચ સ્કોર હતો. તેણે કુલ 259 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા.

જાણો શું કહ્યું આનંદ મહિન્દ્રાએ

મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ તેમના સત્તાવાર સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે ઐતિહાસિક ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ડેબ્યુ કરનારા 6 યુવા ખેલાડીઓ, જેમાં 1 મેચના અનુભવી શાર્દુલ ઠાકુર પણ છે. તેમણે યુવા પેઢીને તેમના સપના જોવાની અને અશક્ય શક્ય કરવાની પ્રેરણા આપી છે. તે યુવાઓની કહાની સપનાને સાકાર કરવાની સાચી વાર્તા છે. જેમણે તેમના જીવનની મુશ્કેલીઓ સામે લડતા તેમના સપના પૂરા કર્યા છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજ, શુબમન ગિલ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને ટી. નટરાજને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ડેબ્યુ કર્યુ હતુ જ્યારે શાર્દુલ ઠાકુરે તેની પ્રથમ મેચમાં માત્ર 10 જ બોલ ફેંક્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત