Site icon News Gujarat

જલદી ઉઠાવો સરકારની આ સુવિધાનો લાભ, અને માત્ર 10 જ મિનિટમાં બનાવો પાન કાર્ડ, જાણી લો સરળ પ્રોસેસ

દેશમાં આધાર કાર્ડ એ ગણતરીના આ અગત્યના દસ્તાવેજો પૈકી એક છે જેની ડગલે ને પગલે જરૂર ઉભી થાય છે. તમારે બેંકમાં તમારા નામનું અકાઉન્ટ ખોલાવવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હોય આધાર કાર્ડ તેના માટે આવશ્યક અને ફરજીયાત ડોક્યુમેન્ટ છે. એટલું જ નહીં પણ હવે તો અમુક સ્કૂલો અને કોલેજોમાં પણ આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સરળ ભાષાના વાત કરીએ તો બાળકથી લઈને વૃદ્ધો સુધી લગભગ બધાના જીવનમાં આધાર કાર્ડ એક જરૂરી ભાગ બની ગયુ છે. આધાર કાર્ડ હોવાનો એક ફાયદો એ છે કે તમારે એક સાથે ઘણા બધા ડોક્યુમેન્ટ રાખવાની જરૂર નથી રહેતી.

image source

પરંતુ ઘણા લોકો પાસે આધાર કાર્ડની સાથો સાથ પોતાનું પાન કાર્ડ પણ હોય છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય અને પણ કાર્ડ ન હોય અને તમારે કોઈ કામ માટે તાત્કાલિક પાન કાર્ડ કઢાવવાની જરૂર ઉભી થઇ હોય તો તમારે આ આર્ટિકલ ખાસ વાંચવો જોઈએ. કારણ કે અમે અહીં આપને સરકાર દ્વારા અપાયેલી એક એવી સુવિધા વિશે જણાવવાના છીએ જેના વડે તમે માત્ર થોડી મિનિટોમાં જ તમારું પાન કાર્ડ કાઢી શકો છો.

image source

અત્યાર સુધી આપણે પાન કાર્ડ બનાવવા માટે બે પેજનું ફોર્મ ભરીને સબમિટ કરતા અને મહિનાઓ બાદ આપણને કાર્ડ મળતું. હવે આ સમસ્યાનું સરકારે સમાધાન શોધી કાઢ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગે એક એવી સુવિધા આપી છે જે અંતર્ગત આધાર કાર્ડ દ્વારા થોડી મિનિટોમાં જ તમારું પાન કાર્ડ બની શકે છે. આ માટે શું પ્રોસેસ કરવી પડે છે ચાલો તે જાણીએ.

image source

સૌથી પહેલા ઇન્કમ ટેક્સ વિભાગની https://www.incometaxindiaefiling.gov.in/home વેબસાઈટ જવું. તેમાં ડાબી બાજુએ ઉપર એક વિકલ્પ હશે જેમાં ” Instant PAN through Aadhaar “લખેલ હશે તેના પર ક્લિક કરવું.

image source

ત્યારબાદ તમને બે વિકલ્પ જોવા મળશે જેમાં ” Get New PAN ” અને ” Check Status/Download PAN ” પૈકી ” Get New PAN ” પર ક્લિક કરવું.

image source

ત્યારબાદ તમસરો આધાર નંબર નાખી કેપ્ચા કોડ સોલ્વ કરી ભરવો. ત્યારબાદ આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ કરાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP નાખ્યા બાદ ઇ-મેલ આઈડી નાખવું અને પાન કાર્ડ માટે માંગવામાં આવેલી જરૂરી વિગતો ભરવી.

image source

ફોર્મ ભરી અને સબમિટ કરી દીધા બાદ અંદાજે 10 મિનિટમાં જ તમને તમારો પાન નંબર મળી જશે જેને તમે pdf ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકશો. એપ્લાય કર્યા બાદ આ જ વેબસાઈટ દ્વારા તમે ” Check Status/Download PAN ” ના વિકલ્પ પર ક્લિક કરીને pdf ફાઇલમાં કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમે પાન કાર્ડની હાર્ડ કોપી મેળવવા ઈચ્છો તો તમારે ત્યાં 50 રૂપિયા ચૂકવવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version