Site icon News Gujarat

વિશ્વના દસ સૌથી ખતરનાક પાસવર્ડ, ભૂલથી પણ તમે ના રાખતા આ પાસવર્ડ નહિં તો…જાણો તમામ માહિતી

પાસવર્ડ હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયો છે. ઈ-મેઇલ, સોશિયલ મીડિયા સાઇટ્સ, ઓનલાઇન બેંકિંગથી માંડી મોબાઇલ ઓન કરવા સુધીનાં કામ પાસવર્ડથી થાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના ૯૮.૮ ટકા લોકો દસ હજાર પાસવર્ડ માંથી જ એક પાસવર્ડનો ઉપયોગ કરે છે! પાસવર્ડ ક્રેકર્સ તેનો ફાયદો ઉઠાવીને તમારા એકાઉન્ટને હેક કરી લે છે. તમારો પાસવર્ડ કેટલો સેફ છે? પાસવર્ડ યાદ રાખવાની પળોજણ માંથી મુક્તિ મેળવવા લોકો સરળ પાસવર્ડ રાખે છે અને એટલે જ હેકર્સનો ભોગ બનવાના ચાન્સીસ વધી જાય છે. પાસવર્ડને લાઇટલી લેવા જેવો નથી!

image source

આજના આ ડિજિટલ યુગમાં દરેકના જીવનમાં પાસવર્ડની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની છે. મોબાઇલ પાસવર્ડ હોય કે ઇન્ટરનેટ બેન્કિંગ હોય કે ઇમેઇલ, દરેક જગ્યાએ પાસવર્ડની જરૂર પડતી જ હોય છે. કેટલીક વાર લોકો યાદ રાખવાનું સરળ બનાવવા માટે ખૂબ જ સરળ અથવા સામાન્ય પાસવર્ડ પણ રાખે છે. જો કે, શું તમે જાણો છો કે તે એકદમ ખતરનાક સાબિત પણ થઈ શકે છે?

image source

તમારા માંના મોટાભાગના લોકો તમારા ફોન, તમારા ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા સાથે ઇન્ટરનેટ બેંકિંગ માટે પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા હશે, પરંતુ જો તમને પૂછવામાં આવે કે વિશ્વના સૌથી ખતરનાક પાસવર્ડ કયા છે, તો તમે કહી શકશો નહીં. ખતરનાક પાસવર્ડનો અર્થ પાસવર્ડ થાય છે, જેનો મોટાભાગના લોકો ઉપયોગ કરે છે. આ પાસવર્ડનો ઉપયોગ આજે એટલો કરવામાં આવી રહ્યો છે, કે દરેક ને તેમના વિશે ખબર છે. એક સિક્યોરિટી ફર્મે દસ ખતરનાક પાસવર્ડની યાદી જાહેર કરી છે, તો તે યાદી વિષે જાણીએ.

image source

બ્રિટનના નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરે છેલ્લા બાર મહિનામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડની સૂચિ જાહેર કરી છે. કેન્દ્રએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મોટાભાગના લોકો યાદ રાખવામાં સરળ બનાવવા માટે સામાન્ય પાસવર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ તે તમારી સુરક્ષા માટે સારું નથી. આવા પાસવર્ડનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ખૂબ જ કરવામાં આવી રહ્યો છે. એવામાં તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

image source

યુકેના નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટર ઓન સાયબર સિક્યોરિટીના ટેકનિકલ ડાયરેક્ટર ડો. ઇયાન લેવીએ જણાવ્યું હતું કે, ” અમે સમજીએ છીએ કે સાયબર સિક્યોરિટી ઘણા લોકો માટે મુશ્કેલ કાર્ય છે, પરંતુ એનસીએસસી એ તમને સુરક્ષિત બનાવવા માટે કેટલીક સલાહ આપી છે. એક જ પાસવર્ડનો બહુ વિધ અથવા પુનઃ ઉપયોગ એ એક મોટું જોખમ છે, જે તમે ટાળી શકો છો. ક્યારેય એવો પાસવર્ડ ન રાખો કે જે અનુમાન કરી શકાય. ‘

દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સ

image source

૧૨૩૪૫૬, ૧૨૩૪૫૬૭૮૯, કાવર્ટિ, પાસવર્ડ, ૧૧૧૧૧૧, ૧૨૩૪૫૬૭૮, એબીસી૧૨૩, ૧૨૩૪૫૬૭, પાસવર્ડડી, ૧૨૩૪૫૫ આ દસ પાસવર્ડનો ઉપયોગ સૌથી વધારે પડતો કરવામાં આવે છે.

Exit mobile version