આ રીતે બોડી પર પણ દેખાય છે બ્રેક અપની સાઇડ ઇફેક્ટ્સ

શરીરમાં દુખાવો થાય ત્યારે જેમ તમે કોઈ કામ ઢંગથી કરી નથી શકતા એવી જ રીતે દિલ તૂટવા પર પણ દિલ સરખી રીતે કામ નથી કરી શકતું. બ્રેકઅપનો સંબંધ ફક્ત ભાવનાઓ સાથે જ નથી હોતો શરીર સાથે પણ હોય છે. એટલે બ્રેકઅપ દરમિયાન જ્યારે વ્યક્તિ ખરાબ રીતે તૂટી જાય છે તો એની અસર મનની સાથે સાથે શરીર પર પણ દેખાવા લાગે છે.

આંખોમાં સોજા.

image source

જ્યારે દિલ દુઃખી હોય છે તો આંખોમાં આંસુ આવે એ સ્વાભાવિક છે. લોકો આખી આખી રાત રડતા રહે છે જેના કર્મનવ બીજા દિવસે આંખો સુજી જાય છે. તમને એક રસપ્રદ વાત જણાવી દઈએ કે બ્રેકઅપ, ડિવોર્સ કે કોઈ અન્ય વાતના આઘાત પછી રડવાથી જે આંસુ નીકળે છે એ ફકત વોટરી હોય છે એમાં મીઠાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જ્યારે વાગવાથી કે અન્ય કોઈ કારણથી રડવાથી નીકળતા આંસુઓમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ભાવનાત્મક રૂપથી આઘાત પામીને રડે છે તો એની આંખો વધુ સુજી જાય છે.

છાતીમાં દુખાવો.

શુ તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ બ્રેકઅપ કે ડિવોર્સ જેવી ગંભીર વાતથી દુઃખી થાવ છો તો તમને એવું લાગે છે જાણે માથું ભમી રહ્યું છે, ચક્કર આવો રહ્યા છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, છાતીમાં હવા સંપૂર્ણપણે નથી પહોંચી રહી, જેના કારણે બેચેની અનુભવાય છે. એનું કારણ છે કે ભાવનાત્મક પીડા થવાની સાથે છાતીમાં શારીરિક પીડા પણ થાય છે. ઘણીવાર તો એવો દુખાવો થાય છે જાણે કોઈએ છાતીમાં મુક્કો માર્યો હોય કે પછી છાતીમાં ભારે ભારે લાગે છે.

ઊંઘ ન આવવી

બ્રેકઅપ પછી મોટાભાગના લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહે છે જેનું કારણ પ્રેમમાં અસફળતા છે. પરિણામે તણાવ વધે છે. તણાવ વધવાથી કાર્તિસોલનું ઉત્પાદન શરીરમાં વધવા લાગે છે અને બોડી કલોક પર પણ ખરાબ અસર પડે છે. એ જ કારણોથી બ્રેકઅપ પછી લોકોને ઊંઘ નથી આવતી.

માંસપેશીઓમાં દુખાવો.

image source

યુનિવર્સિટી ઓક ટેક્સાસમાં થયેલી એક શોધ અનુસાર બ્રેકઅપ પછી માંસપેશીઓમાં સોજા આવી શકે છે, માથાનો દુખાવો વધી શકે છે અને ગરદન અકળાઈ શકે છે. ઘણીવાર પગ પણ એટલા સ્થિર થઈ જાય છે કે સીડી ચડવું અઘરું થઈ જાય છે એટલે સુધી કે થોડી દૂર પગપાળા ચાલવું પણ અઘરું પડે છે. એ સિવાય આ શોધમાં એ પણ સાબિત થયું છે કે 23% ડિવોર્સી લોકો થોડા દિવસ સુધી ચાલવામાં તકલીફ પડે છે અને અમુક લોકોને માંસપેશીઓમાં દુખાવો થાય છે.

પાચન તંત્રમાં ગડબડ.

બ્રેકઅપ પછી માંસપેશીઓમાં દુખાવો થઈ શકે છે જેના કારણે શરીરમાં રહેલા કાર્તિસોલ હોર્મોનનો સપ્લાય પાચન સંબંધિત અંગો તરફ ડાયવર્ટ થઈ જાય છે. જ્યારે કાર્તિસોલનું સપ્લાય પાચન સંબંધિત અંગો તરફ જરૂરતથી વધી જાય છે તો ભૂખ ઓછી લાગવી, ડાયરીયા અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં થયેલી એક શોધ અનુસાર જ્યારે તમે બ્રેકઅપના સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ તો તમારું મસ્તિષ્ક ભૂખ ભગાડનાર હોર્મોનનું ઉત્પાદન વધુ કરે છે.

વજન વધવુ.

અમુક લોકો જ્યારે તણાવગ્રસ્ત હોય છે તો એમનું વજન ધીમે ધીમે વધવા લાગે છે. એનું કારણ છે કે તણાવગ્રસ્ત થવાથી એમના શરીરની કોશિકાઓ ઇનસુલીન પ્રત્યે ઓછી સંવેદનશીલ થવા લાગે છે અને શરીર એની ક્ષતિપૂર્તિ કરવા માટે વધુ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવા લાગે છે. પરિણામે શરીરમાં સુગર ફેટના રૂપમાં એકત્રિત થવા લાગે છે અને એમનું વજન ધીમે ધીમે વધવા લાગે છે.

જ્યારે એ બ્રેકઅપના કારણે દુઃખી હોય છે તો એ સમયે એમનું મન શુગર અને ફેટવાળી વસ્તુ ખાવાનું થાય છે અને આ વસ્તુઓ ખાવાથી વજન વધે છે.

મસ્તિષ્ક પર ખરાબ અસર.

image source

એક્સપર્ટનું માનવું છે કે જ્યારે તમે કોઈ પોતાની વ્યક્તિને ખોઈ દો છો તો દિલમાં દર્દની સાથે સાથે મસ્તિષ્ક પર પણ એની અસર પડે છે એટલે કે દિલના ખૂબ જ ખરાબ રીતે દુઃખી થવા પર મસ્તિષ્કમાં પણ તકલીફ થાય છે.

સ્કિન સંબંધિત સમસ્યાઓ.

બ્રેકઅપ પછી તણાવ થાય જ છે. તણાવ થાય એટલે શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું લેવલ વધી જાય છે જેના કારણે સ્કિનની ચમક ખતમ થઈ જાય છે. જો તમે પહેલેથી જ ખીલ, સોરાયસીસ અને એગઝીમાં જેવી સ્કિન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો બ્રેકઅપ પછી તમારી સ્કિનની રંગત વધુ ખરાબ થવા લાગે છે.

દિલ સંબંધિત તકલીફો.

કાર્ડિયોલોજીસ્ટ્સનું માનવું છે કે બ્રેકઅપ સમયે વ્યક્તિ ભાવનાત્મક રીતે તૂટી ચુક્યા હોય છે એટલે એ સમયે એને હાર્ટ સંબંધિત તકલીફ કે હૃદય રોગનો હુમલો થવાનું જોખમ વધુ હોય છે. એનું કારણ છે કે બ્રેકઅપ દરમિયાન વ્યક્તિના શરીરમાં એન્ડ્રેનાલાઈનનું લેવલ વધી જાય છે.

ઇમ્યુનિટી કમજોર થવી.

બ્રેકઅપ દરમિયાન ઘણીવાર મનમાં નકારાત્મક ખ્યાલ આવે છે. આ નકારાત્મક વિચારોના કારણે ડિપ્રેશન, એકલતા, તણાવ અને ચીડચીડિયાપણુ વધી જાય છે. જેના કારણે ઇમ્યુન સિસ્ટમ કમજોર થવા લાગે છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે.

બ્રેકઅપ સાથે જોડાયેલા કેટલાક તથ્યો

image source

બ્રેકઅપ દરમિયાન સ્ત્રીઓ ભાવનાત્મક રીતે વધુ દુઃખી થાય છે, પણ એમની સરખામણીમાં પુરુષોને નોર્મલ થવામાં વધુ સમય લાગે છે કારણ કે એ પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરતા.

બ્રેકઅપ પહેલા વ્યક્તિ પોતાના સંબંધો પ્રત્યે જેટલા પ્રતિબદ્ધ હોય છે, સંબંધ તૂટ્યા પછી એમાં પરિવર્તનની શક્યતાઓ એટલી જ વધી જાય છે. એટલે કે બ્રેકઅપ પછી વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણપણે બદલાયેલી અનુભવે છે.

સોશિયલ મીડિયા સંબંધ તૂટવા, માનસિક તેમજ શારીરિક શોષણ અને ડિવોર્સનું એક મુખ્ય કારણ બની ગયું છે.

બ્રેકઅપ પછી કેવી રીતે કરશો તમારી બોડીને હિલ?.

બ્રેકઅપ પછી સૌથી પહેલા પોતાની ફિઝિકલ ચેકઅપ કરાવો. ફિઝિકલ ચેકઅપ દરમિયાન ડોકટરને પૂછો કે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું છે? શું શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે? ઘણીવાર તણાવ અને ડિપ્રેશનના કારણે આ પ્રકારની તકલીફ થઈ શકે છે.

જો તમે કોઈ ભાવનાત્મક સમસ્યાથી પરેશાન છો તો એને પણ તમે ડોકટર સાથે શેર કરો અને એમાંથી બહાર આવવાની રીત પૂછો.

એકલતા, ડિપ્રેશન અને તણાવમાંથી છુટકારો મેળવવા માટે કોઈ સારા સ્પામાં જઈને બોડી મસાજ કરાવો.બોડી મસાજથી માઈન્ડ અને બોડી બંને રિલેક્સ થાય છે.

બ્રેકઅપ પછી બોડી મસાજ કરાવવાથી શારીરિક તેમજ માનસિક શાંતિ મળે છે.માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને તણાવ દૂર થાય છે. સારી ઊંઘ આવે છે અને એકાગ્રતા વધે છે.

નકારાત્મક વિચારો દૂર કરવા માટે પ્રકૃતિની નજીક જાઓ.

image source

બ્રેકઅપમાં ખાવા પીવાનું છોડવાનો બદલે પોતાની ડાયટ પર ધ્યાન આપો અને હેલ્ધી ફૂડ હેબીટ્સ ફોલો કરો.

બ્રેકઅપ પછી શરીરમાં થતા સાઈડ ઇફેક્ટસને દૂર કરવા માટે વર્કઆઉટ કરો. વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરવાથી એન્ડ્રોફિન હોર્મોન
રિલીઝ થાય છે જે તણાવ અને ડિપ્રેશનને દૂર કરે છે.

યોગ અને પ્રાણાયામ કરીને તમે અશાંત મનને શાંત કરવાનો પ્રયત્ન કરો..

પોતાની વીતેલી કાલને ભૂલવા માટે પોતાની જાતને વ્યસ્ત રાખો, જેમ કે પુસ્તક વાંચો, સકારાત્મક વિચારોવાળા મિત્રો સાથે સમય પસાર કરો.

મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે ડાન્સ, સાઈકલિંગ, સ્વિમિંગ, ફિટનેસ કલાસ અને સ્પોર્ટ્સ રમો.