ઓફિસમાં બોસ તમને નફરત કરે છે કે નહિં, એ સમજી લો એમના આ ઇશારા પરથી, જેમાં 2 નંબરનો પોઇન્ટ ખાસ સમજી લેજો

જોબ કરતી વખતે સખત મહેનત કરવી મહત્વપૂર્ણ છે, તો બોસ સાથે સારા સબંધ રાખવા પણ જરૂરી છે. જો તમારા સબંધ તમારા બોસ સાથે સારા નથી, તો પછી તમે ગમે તેટલી મેહનત કરો, છતાં તમારા બોસની સકારાત્મક પ્રતિક્રિયા નહિવત્ તરીકે જોવામાં આવશે. આ તમારા પગારને તો અસર કરશે જ, પરંતુ સાથે તમારી કામ કરવાની ઇચ્છાને પણ અસર થશે.

signs that your boss has started to hate you
image source

આવી સ્થિતિમાં, સૌ પ્રથમ તે જરૂરી છે કે તમે તેમના હાવભાવને સમજો, જે કહે છે કે તમારો બોસ તમારી સાથે ખુશ નથી. અહીં અમે તમને થોડા વર્તનો વિશે જણાવીશું, જો આ વર્તનો તમારી સાથે થાય છે, તો સમજી જજો કે તમારા બોસ તમારાથી અને તમારા કામથી જરા પણ ખુશ નથી અને તેઓ તમારી સાથે સારા સબંધ નથી રાખવા માંગતા.

બદલાતા સંબંધો

image source

સંબંધ ગમે તે હોય, પરિવર્તન એક દિવસમાં આવતું નથી. આવી સ્થિતિમાં, તે બાબતોની નોંધ લેવી જરૂરી બને છે કે જેણે તમારા અને બોસ વચ્ચેના સંબંધોમાં બદલાવ લાવ્યો છે. ઉદાહરણ તરીકે, પહેલાં, જ્યારે તમારા બોસ તમારી સાથે વાતો કરતા અથવા તમને કોઈ સલાહ આપતા, જ્યારે હવે તે કઈ ધ્યાન નથી આપતા અને માત્ર પોઇન્ટ પર જ વાતો કરે છે. તો પછી તેનો અર્થ એ કે તેણે તમને ક્યાંક અણગમો આપવાનું શરૂ કર્યું છે.

કોઈ પ્રતિસાદ નથી

image source

કેટલાક મેનેજર પ્રતિસાદ આપવા માટે સારા નથી, જ્યારે કેટલાક આવું કરવામાં માનતા નથી. પરંતુ જો તમારા મેનેજર તમારા સિવાય ટીમના બાકીના સભ્યોના કામની સમીક્ષા કરે છે અને તેમના કામ માટે તેમની પ્રશંસા કરે છે અથવા જો કોઈ વ્યક્તિના વખાણ નથી કરતા તો તેમને મજબૂત થવાની સલાહ આપે છે અને તમને કઈ જ નથી કેહતા, તો તેનો અર્થ એ કે કંઈક ખોટું છે. આવા કિસ્સાઓમાં, તમારી જાતને આગળ વધારવું અને બોસ પાસે જવું અને તમારો પ્રતિસાદ મેળવવો વધુ સારું છે, જેથી તમે સમજી શકશો કે તે તમારા વિશે શું વિચારે છે.

મૌન ટ્રીટમેન્ટ આપવી

image source

જો તમારા બોસ તમને અવગણે છે, સાથે તમારો કોઈ સવાલ પૂછવા પર અથવા તમારી કોઈ વાત પર તે નાના વાક્યમાં જ વાત પુરી કરે છે, જો તેમને તમારી વાતમાં ધ્યાન આપવામાં રસ જ નથી અથવા જો તમને મૌન ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, તો સમજો કે તેમના મનમાં તમારા પ્રત્યે નકારાત્મક છબી છે. આ સ્થિતિમાં, તમે એ બાબતો તરફ નજર કરો અને વિચારવાનો પ્રયાસ કરો કે ભૂતકાળમાં શું બન્યું છે, જે વાતનો ગુસ્સો તમારા બોસમાં મનમાં હજુ પણ છે. જયારે તમને તેવી કોઈપણ બાબત યાદ આવે તો તમારા બોસ સાથે મેળવાનો સમય માંગો અને આ વાતની ચર્ચા કરો.

પગાર વધારો નહીં

image source

પગાર વધારો તમારા પ્રભાવ પર આધાર રાખે છે. જો કે, ઘણી વખત સારું કામ કરવા છતાં કર્મચારીનો પગાર કાં તો વધતો નથી અથવા થોડો વધારો કરવામાં આવે છે. આનું કારણ ક્યારેક બોસના મગજમાં રહેલી વ્યક્તિની ઇમેજ પણ હોય શકે ​​છે. એવું પણ થઈ શકે છે કે તમે જે પ્રભાવ અનુભવો છો તેટલું ઉત્તમ નથી જેટલું તે બોસની નજરમાં હોવું જોઈએ. આવી સ્થિતિમાં, તે શ્રેષ્ઠ છે કે તમે બોસ સાથે એક વાર વાત કરવાનો પ્રયાસ કરો. જો તે આવા કોઈપણ મુદ્દાઓ નિર્દેશ કરે છે, જે તમારી ઉણપથી સંબંધિત છે, તો પછી તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

જૂથ હેંગઆઉટથી બાકાત રાખવું અથવા ચર્ચાનો ભાગ ન બનાવવું

image source

દરેક બોસ પોતાની ટીમ સાથે અમુક અંશે ભળવાનું પસંદ કરે છે, જેથી તે બધા સભ્યોને સમજી શકે અને તેમની સાથે બોન્ડ બનાવીને સ્વસ્થ કાર્યનું વાતાવરણ બનાવી શકે. આ માટે, ઘણી વખત તેઓ સાથે ચા પીવા, બપોરના ભોજન પર જવા અથવા ટીમ સાથે ચર્ચા કરવાનું પસંદ કરે છે. જો તમારા બોસ આમાંથી તમને કોઈનો હિસ્સો નથી બનાવી રહ્યા અથવા તેમને તમારો અભિપ્રાય લેવામાં રસ નથી, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા બોસને તમે પસંદ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!