Site icon News Gujarat

બે બ્રેઈન હેમરેજ, ડાયાબિટિસ, નાકમાં છેલ્લાં બે વર્ષથી રાઇસ ટ્યુબ નાખેલી અને થાપામાં બે પ્લેટ..તેમ છતાં ઘરે રહીને કોરોનાને હરાવ્યો

દરેક ઘરમાં દરેક વ્યક્તિને પોતાના સ્વજનો પ્રિય હોય તે સ્વાભાવિક છે. ત્યારે એવી પહેલ કરવામાં આવી રહી છે કે, વૃદ્ધ વ્યક્તિઓ જ્યારે કોરોનાગ્રસ્ત થાય ત્યારે તેમને તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તેમના માટે અલગ વોર્ડ બનાવવામાં આવે. ડૉક્ટરોનું કહેવું છે કે, વૃદ્ધ વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો જલ્દી દેખાતા નથી અને જ્યારે તેમને દાખલ કરવામાં આવે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વૃદ્ધો દર્દીને હોસ્પિટલાઈઝ કરવા જોઈએ, હોમ ક્વોરેન્ટાઇન નહીં. કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન ગંભીર બીમારીવાળા અને મોટી ઉંમરના દર્દી પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરે છે.

image source

જેને લીધે ગંભીર બીમારીથી પીડાતા દર્દીના ટપોટપ મોત થઈ રહ્યા છે. જો કે ઘણા કિસ્સમાં ગંભીર બીમારીઓ કરતા પણ દર્દીનો વીલ પાવર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, એવા પણ ઘણા કિસ્સાઓ છે જેમાં અનેક બીમારીઓ હોવાછતાં કોરોનાને હંફાવી દે છે. અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના શબરી ટાવરમાં રહેતાં 77 વર્ષીય દેવયાની બહેન ત્રિવેદીએ કોરોનાને 14 દિવસમાં મ્હાત આપી છે. દેવયાની બહેનને બેવાર બ્રેઇન હેમરેજ થયું હતું. આ ઉપરાંત, કરોડરજ્જુનું ઓપરેશન અને છેલ્લાં બે વર્ષથી પેરેલિટિકલ અને અનેક રોગોથી પીડાતાં હોવાં છતાં દેવયાની બહેને મજબૂત મનોબળ દ્વારા હોમ ક્વોરન્ટીન થઈને કોરોનાને હરાવ્યો છે.

ડૉક્ટરે રાઇસ ટ્યુબ બદલાવ્યા પછી સંક્રમિત થયાં

image source

દેવયાની બહેન ઘણાં રોગથી પીડાય છે. તેમને છેલ્લાં 20 વર્ષથી ડાયાબિટીસ છે. જેની દવા પણ ચાલુ છે. આ ઉપરાંત તેમના નાકમાં છેલ્લાં બે વર્ષથી રાઇસ ટ્યુબ નાખેલી છે. જેને અઢી મહિને બદલવાની હોય છે.

એવામાં ટ્યુબ તેમના હાથે કાઢી નાખી હતી. જમવાની તકલીફને પડતી હોવાને લીધે તાત્કાલિક રાઇસ ટ્યુબ નાખવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન રાઇસ ટ્યુબ ડૉક્ટરે બદલી ત્યારે દેવયાની બહેન કોરોના સંક્રમિત થયાં હતાં. આ ઉપરાંત તેમના થાપામાં પણ બે પ્લેટ નાંખેલી છે.

70 સુધી પહોંચેલું ઓક્સિજન લેવલ પ્રોન થેરાપીથી 97 કર્યું

image source

જ્યારે દેવયાની બહેન ઓક્સિજન લેવલ પણ 70 જ હતું. આ સ્થિતિમાં ભલ ભલા હિંમતવાન લોકો પણ એક સમયે તો ધીરજ ગુમાવી દે. પરંતુ દેવયાની બહેને ન તો ધીરજ ગુમાવી કે ન તો હિંમત હાર્યા. તેઓ આજની સ્થિતિમાં સામાન્ય લક્ષણોમાં હોસ્પિટલે દોડી જતા દર્દીઓ માટે આદર્શ સમાન છે. કોરોના થયાં પછી તેમણે હોમ ક્વોરન્ટીન થવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ પણ 70 સુધી પહોંચી ગયું હતું. પરંતુ સતત ચાર કલાક સુધી ઉલટા સૂઈ(પ્રોન થેરાપી) અને ઓશિકા થેરાપીની મદદથી ઓક્સિજન લેવલ 96-97 પહોંચાડી દીધું હતું.

દીકરીની મહેનત રંગ લાવી

દેવયાની બહેનને 14 દિવસ ઘરના સભ્યોએ રાત દિવસ મહેનત કરીને કોરોનામાંથી ઉગાર્યા છે.

image source

દેવયાનીબહેન કોરોના સંક્રમિત થયાં પછી તેમના પરિવારના સભ્યોએ ખાસ કાળજી રાખી તેમની સારવાર કરી હતી. સંક્રમિત થયાંના બે દિવસ પછી 102 ડિગ્રી તાવ રહ્યો હતો. તેમના દીકરી કલ્યાણી ત્રિવેદીએ પીપીઈ કિટ પહેરીને તેમની ભોજન વ્યવસ્થા, તેમને સમયસર દવાઓ આપવાની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન ખુદ પોતે પણ આયુર્વેદિક દવાઓ લઈ કોરોનાથી પ્રોટેક્શન લીધું.

 

 

 

 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version