Site icon News Gujarat

બ્રેકઅપ ના આટલા વર્ષો બાદ ધોનીની એક્સ-ગર્લફ્રેન્ડે કર્યું લગ્ન નુ એલાન, શેયર કરી આ વાત

મોટાભાગના લોકો તેમને ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેંન્દ્ર ધોની ની જૂની ગર્લ ફ્રેંડ તરીકે જ ઓળખે છે. પરંતુ રાય લક્ષ્મી સાઉથ નુ જાણીતું નામ છે. તે સાઉથ ની ફિલ્મો ની ફેમસ અભિનેત્રી છે. હવે રાય લક્ષ્મી ના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ કરવા જઇ રહી છે લગ્ન. વર્ષો બાદ તેણે સગાઇની તારીખ અનાઉન્સ કરી. સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરીને જણાવી તારીખ.

image source

રાય લક્ષ્મી નો જન્મ 5 મે 1989 ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેણે પોતાના અભિનય કરિયરની શરૂઆત 2005 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘Karka Kasadara’ થી કરી હતી. ત્યાર બાદ તે સંખ્યાબંધ તમિલ, કન્નડ, તેલગુ ફિલ્મો કરીને હવે બોલીવુડમાં પગ જમાવી રહી છે. રાય લક્ષ્મી અને ધોનીની મુલાકાત વર્ષ 2008માં થઈ હતી.

image source

રાય લક્ષ્મી આઈપીએલની પહેલી સિઝનમાં ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની બ્રાંડ એમ્બેસેડર બની હતી. અને તે સમયે પહેલી વાર ધોની આ ટીમનો કેપ્ટન બન્યો હતો. એ સમયગાળા દરમ્યાન જ બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. અને બાદમાં બન્નેનું નામ પણ ખુબ ચર્ચામાં આવ્યું હતું. ત્યાર પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. આજ સુધી કોઈને નથી ખબર કે ઈન્ડિયન ક્રિકેટ ટીમની આન બાન અને શાન કહેવાતા મહેન્દ્રસિંહ ધોની અને રાય લક્ષ્મીના અલગ થવાનું કારણ શું હતું.

image source

આ બન્ને વચ્ચે બ્રેકઅપ શા માટે થયું હતું. થોડાક સમય પહેલાં જ આ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, ધોની સાથે નો સંબંધ એ એમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. જોકે, તેણે એમ પણ કહ્યુંકે, હવે ધોનીના લગ્ન થઈ ચૂક્યા છે તેને એક પુત્રી પણ છે તેથી હવે આવી વાતોનો કોઈ અર્થ નથી.

રાય લક્ષ્મીએ જણાવ્યું કે તે કોઇની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. સોશ્યલ મિડીયા પર લોકો તેને ખુબ શુભકામનાઓ આપી રહ્યાં છે. રાય લક્ષ્મીએ પોસ્ટમાં લખ્યું કે, છેલ્લા ઘણા સમયથી મને લોકો આ સવાલ પૂછી રહ્યાં છે તેનો હું જવાબ આપી રહી છું. પહેલી વાત તો કે આ સંબંધ કોઇનાથી છૂપો નથી પરંતુ કોઇને મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેનાથી મતલબ ના હોવો જોઇએ. હું 27 એપ્રિલ 2021ના રોજ સગાઇ કરી રહી છુ, આ બધુ ખુબ અચાનક થયુ પણ મારો પરિવાર ખુશ છે. હું તે માણસની થવા માટે તૈયાર છુ જેની સાથે મારે આખી લાઇફ કાઢવાની છે.

image source

મહેન્દ્ર સિંહ ધોનીના કરિયરની શરૂઆતમાં જ રાય લક્ષ્મી સાથે તેનુ નામ જોડાઇ ગયુ હતુ. મિડીયામાં બંનેના સંબંધોએ ખુબ ખળભળાટ મચાવ્યો હતો. ધોની અને લક્ષ્મીના બ્રેકઅપનુ કારણ કોઇને ખબર નથી પરંતુ વર્ષો પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં લક્ષ્મીએ આ સંબધને પોતાની ભૂલ બતાવી હતી.

image source

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ એક ન્યૂઝ અનુસાર જુલી-2ના પ્રમોશન દરમિયાન લક્ષ્મીએ કહ્યું હતુ કે આ વિશે વાત કરવાનુ હવે બંધ કરી દેવુ જોઇએ. હવે તેના લગ્ન થઇ ગયા છે અને તેની એક બાળકી પણ છે. આજે દુનિયામાં બધાને બધી વાતો ખબર જ હોય છે. આજે જે સાથે છે બની શકે થોડા દિવસોમાં તેમનો સંબંધ તૂટી જાય. આ જ જીવનની રીત છે. જ્યારે વસ્તુઓ વ્યવસ્થિત નથી ચાલતી તો તમારે આગળ વધવુ જ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version