ચારધામની યાત્રા કરવાનું કર્યું હોય નક્કી તો થશો નિરાશ

હરીદ્વારના કુંભ મેળા બાદ કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ થઈ છે. ઉત્તરાખંડ સરકારે આજે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે ચારધામ યાત્રા રદ્દ કરવામાં આવી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યાનુસાર રાજ્યમાં કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ચારધામના મંદિરોના કપાટ નિયત સમયે ખુલશે પરંતુ ત્યાં ફક્ત પુજારીઓને પૂજા કરવાની અને ધાર્મિક અનુષ્ઠાન કરવાની જ મંજૂરી છે.

चारधाम यात्रा रद्द
image source

ઉલ્લેખનીય છે કે આગામી 14 મેના રોજ યમુનોત્રી મંદિરના કપાટ ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા શરુ થવાની હતી. જણાવી દઈએ કે ગત વર્ષે પણ કોરોના મહામારીના કારણે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા પર રોક લગાવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે કેસ ઘટતા 1 જુલાઈથી રાજ્યના જ શ્રદ્ધાળુઓ માટે યાત્રાની મંજૂરી આપી હતી. જ્યારે જુલાઈ માસના અંતિમ સપ્તાહમાં અન્ય રાજ્યના લોકોને કેટલીક શરતોને આધીન દર્શન કરવાની મંજૂરી આપી હતી.

image source

જો કે આ વર્ષે તો દેશભરમાં કોરોનાની સ્થિતિ એવી છે કે રાજ્યના મુખ્યમંત્રીએ ચારધામ યાત્રાને રદ્દ કર્યાની જાહેરાત જ કરી દીધી છે. મુખ્યંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે કોરોનાના આ સમયમાં યાત્રા શક્ય જ નથી.

image source

ચારધામ યાત્રા રદ્દ થવાથી ઉત્તરાખંડના રોજગાર પર પણ અસર થશે. ચારધામ યાત્રા રદ્દ થયાની વાતથી નાના-મોટા ધંધાર્થીઓ સહિત હોટેલ માલિકો પણ નિરાશ થયા છે. 14 મેથી યાત્રા શરુ થવાની વાત હતી ત્યારે અહીંના હોટેલમાં બુકીંગ સહિતની તૈયારીઓ શરુ થઈ હતી. જો કે યાત્રા રદ્દ થયાની વાત સાથે જ એડવાન્સમાં થયેલા બુકીંગ પણ રદ્દ થવાથી કારોબારીઓમાં પણ નિરાશા છવાઈ છે.

જો કે કોરોનાના સમયમાં પણ કુંભ મેળાનું આયોજન થવા દેવા પર રાજ્ય સરકારની જે ફજેતી થઈ હતી તેના પરથી બોધ પાઠ લઈ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને રદ્દ કરી દીધી છે. આ સમયમાં જો મોટી સંખ્યામાં ભક્તો યાત્રા પર પહોંચે તો સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે તેથી યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે અને મંદિરમાં પણ ભક્તોના પ્રવેશ પર હાલ રોક લગાવી દેવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચારધામ યાત્રા માટે લાખો ભક્તો ઉત્તરાખંડ પહોંચે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ યાત્રા પર ગ્રહણ લાગી ગયું છે. ગત વર્ષ બાદ આ વર્ષે પણ ભક્તોને ચારધામના દર્શન થઈ શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!