Site icon News Gujarat

શું તમે જાણો છો દરિયા કિનારે અપાતા સિગ્નલનો મતલબ? આ બંદરને અપાયું 10 નંબરનું સિગ્નલ

દેશભરમાં હાલમાં તૌક્તે વાવાઝોડુ હાહાકાર મચાવી રહ્યું છે. આ સમયે ગુજરાતના માથે મોટું સંકટ જોવા મળી રહ્યં છે. તમામ દરિયા વધુ તોફાની બન્યા છે. અનેક દરિયામાં મોટી સંખ્યામાં બોટ ફસાઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. ગુજરાતના માથે મોટી તબાહી આવી છે ત્યારે દરેક દરિયા કિનારાને અલગ અલગ નંબરના સિગ્નલ આપીને એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જાણો છો કે દરિયા કિનારાને કયા નંબરના સિગ્નલ ક્યારે અને શા માટે આપવામાં આવે છે. કેટલાક દરિયા કિનારાઓને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે.

વેરાવળ અને સાથે જ જાફરાબાદ બંદરને 10 નંબરનું સિગ્નલ અપાયું

image source

તૌક્તે વાવાઝોડાના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિ ભારે પવન ફૂંકાવાવની શક્યતા રહેલી છે. આ કારણે અમરેલી બંદરને 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ બંદરે ભારે સંકટની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોને દરિયાની આસપાસ જવા માટે પણ પ્રતિબંધ લાગૂ કરાયો છે. જાફરાબાદ પછી વેરાવળ બંદરને પણ ખાસ સિગ્નલ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ પર પણ તૌક્તે નામનું સંકટ ઘેરાઈ રહ્યું છે.

આવો છે નંબર અનુસાર દરિયાને વાવાઝોડા કે ચક્રાવાત સમયે અપાતા સિગ્નલનો મતલબ. તમે પણ જાણીને રહો એલર્ટ.

1 નંબર

image source

1 નંબરના સિગ્નલનો મતલબ થાય છે કે અહીં વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપવામાં આવે છે.

2 નંબર

2 નંબર સૂચવે છે કે વાવાઝોડું સક્રિય છે. દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડી શકે છે.

3 નંબર

આ નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં હોવાનો સંકેત આપે છે.

4 નંબર

image source

4 નંબરનો મતલબ છે કે વાવાઝોડા કે ચક્રાવાતના કારણે જે- તે બંદર ભયમાં છે. ભયની ગંભીરતાની જાણ કરાતી નથી પણ સાથે સાવચેતીના પગલા રાખવામાં આવે છે.

5 નંબર

5 નંબરનું સિગ્નલ સૂચવે છે કે અહીં વાવાઝોડાની અસર સામાન્ય રહેશે. આ સમયે તમે દક્ષિણ દિશા તરફનો દરિયા કિનારો સાવધાની સાથે સફર કરી શકો છો.

6 નંબર

6 નંબરનું સિગ્નલ સૂચવે છે કે વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફનો દરિયા કિનારો ઓળંગવાની તૈયારી રાખી શકે છે.

7 નંબર

image source

આ નંબર સૂચવે છે કે તમારે સાવધાની રાખવી જરૂરૂ છે. ચક્રાવાત બંદરની નજીક કે પછી બંદરની ઉપરથી પણ પસાર થઈ સકે છે. બંદર ભારે હવા અને તૂફાનનો સામનો કરી શકે છે. તો તમે સફર કરવાના હોવ તો ચેતી જવાની જરૂર છે.

8 નંબર

આ 8 નંબરનું સિગ્નલ એવા બંદરોને આપવામાં આવે છે જેને ખાસ તોફાનનો સામનો કરવાનો હોય. ભારે પવન સાથે વાવાઝોડું ઝાટકવાનું હોય ત્યારે આ નંબર જાહેર કરવામાં આવે છે.

9 નબંર

પવન અને વાવાઝોડાની ગતિ અને દિશાના આઘારે ઉત્તર તરફ વાવાઝોડું કિનારો ઓળંગી શકે તેવી સ્થિતિમાં આ 9 નંબરનું સિગ્નલ આપવામાં આવે છે.

10 નંબર

આ નંબર સૂચવે છે કે આવનારું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા ધરાવે છે. તો તમામ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

11 નંબર

image source

જો વાવાઝોડા કે ચક્રાવાતની સ્થિતિ અત્યંત ભયજનક હોય તો આ 11 નંબરનું સિગ્નલ જે તે બંદરને સાવધઆન રહેવા માટે આપવામાં આવે છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં છે વરસાદની સ્થિતિ

હાલમાં તૌક્તે વાવાઝોડું ગુજરાતથી 250-300 કિમી દૂર છે. રવિવારે સાંજે ભારે પવન સાથે તેનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં ખાસ કરકીને પોરબંદક, અમરેલી તેમજ મહુવાથી આ વાવાઝોડું પસાર થઈ શકે છે. તેની સૌથી વધારે અસર અહીં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી જોવા મળી શકે છે. વાતાવરણમાં પલટો આવી શકે છે.

Exit mobile version