આ 10 ફેશન મિસ્ટેક્સ અનેક છોકરીઓથી થતી હોય છે, જાણો અને બંધ કરી દો આ ભૂલો કરવાનું…

સ્ત્રીઓની ફેશન સેન્સ ગજબની હોય છે. સારા કપડાં પહેરવા, તૈયાર થવું જાણે એમનો જન્મજાત શોખ હોય છે પણ સ્ત્રીઓ ક્યારેક ફેશન મિસ્ટેક્સ કરતી હોય છે જેના કારણે એ હસિપાત્ર બની જાય છે. શુ તમે પણ કરો છો આ ભૂલો? જો તમારો જવાબ હા હોય તો આજે જ આ ભૂલોને આવી રીતે સુધારી લેજો.

Common Fashion Mistakes
image source

1) ગરમીની સીઝનમાં બુટ પહેરવા એ એક ખૂબ જ મોટું ફેશન બ્લન્ડર છે. ફૂટવેર પહેરતી વખતે હંમેશા સિઝનનું ધ્યાન રાખો. સમર સીઝનમાં સ્માર્ટ સ્લીપઓન, પેન્સિલ હિલ્સ વગેરે પહેરો.

2) એક પ્રિન્ટને બીજી પ્રિન્ટ સાથે મેચ કરવી એ ક્યારે ફાયદાની સોદો નથી બનતો. પ્રિન્ટસની સાથે એક્સપરિમેન્ટ ત્યારે જ કરો જ્યારે તમને એ વિશે સારી સમજ હોય.

3) જો કોઈ ડ્રેસ કે પેન્ટ સાથે બ્લેક શૂઝ પહેરી રહ્યા છો તો એની સાથે બ્રાઉન બેલ્ટ બિલકુલ ન પહેરો. આ કોમ્બિનેશન તમારા સ્ટાઇલ સેન્સ પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી શકે છે.

Common Fashion Mistakes
image source

4) તમારી બ્રા સ્ટ્રેપ્સને ક્યારેય દેખાવા ન દો. તમે ભલે ગમે તેટલી ટ્રેન્ડી કે કલરફુલ બ્રા કેમ ન પહેરતા હોય જો એ તમારા આઉટફિટની બહાર દેખાઈ રહી હોય તો એનાથી સામે વાળા પર સારી ઇમ્પ્રેશન નથી પડતી.

5) ક્યારેય પણ ડાર્ક આઈ મેકઅપ સાથે ડાર્ક લિપસ્ટિક ન ટ્રાય કરો. એનાથી તમારા મેકઅપ સેન્સનો મજાક બની શકે છે.

6) વ્હાઇટ સ્કર્ટ કે પછી પેન્ટ સાથે વ્હાઇટ શૂઝ ક્યારેય ન પહેરો. આ કોમ્બિનેશન તમને સ્નો વુમન વાળો લુક આપી શકે છે એટલે એવું ક્યારેય પણ ન કરો.

Common Fashion Mistakes
image source

7) જો તમે નખની સારી રીતે સંભાળ ન કરી શકતા હોય કે પછી રેગ્યુલર મેનિકયોર ન કરાવતા હોય તો નખ નાના રાખશો એ જ સારું છે. કારણ કે લાંબા નખ પર ગમે તેમ રીતે લગાવેલી નેલપોલીસ બિલકુલ સારી નથી લાગતી.

8) બહુ જરૂરી ન હોય તો કેપ્રિ સાથે શોર્ટ કુર્તી ન પહેરો. કેપ્રિ સાથે હંમેશા ફિટેડ ટોપ સારા લાગે છે. શોર્ટ કુર્તી તમે જીન્સ સાથે પહેરી શકો છો.

9) જો તમારી ઉંમર વધારે હોય તો એસિડ શેટેડ જીન્સ પહેરવાથી જરા દૂર રહો. બેઝિક ડાર્ક કલરનું જીન્સ તમને ડિસન્ટ અને સ્માર્ટ લુક આપશે.

Common Fashion Mistakes
image source

10) મોડલ્સની જેમ સાડીમાં હોટ દેખાવા માટે બિકીની બ્લાઉઝને ક્યારેય ટ્રાય ન કરો. જો તમને આવા સેક્સી આઉટફિટ પહેરવાની આદત ન હોય તો તમે આવા આઉટફિટમાં ખુદને કમ્ફર્ટેબલ પણ મહેસુસ નહિ કરો અને જોનારા લોકોને પણ આ કંઈક અટપટું લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!