કંપની હોય તો આવી, કર્મચારીના કામથી ખુશ થઈને ચંદ્ર પર એક એકર જમીન ભેટમાં આપી, જાણો શું છે સમગ્ર મામલો

આ દિવસોમાં એક વિચિત્ર સમાચારો ઘણી બધી ચર્ચા જગાવી રહ્યા છે. આ સમાચાર ઇફ્તેખાર રહેમાનીના છે. તેઓ બિહારના દરભંગા જિલ્લાના છે. આ દિવસોમાં ચારેય તરફ તેમની ચર્ચા થઈ રહી છે. ઇફ્તેખાર રહેમાનીને એક અમેરિકન કંપનીએ ચંદ્ર પર એક એકર જમીન ભેટ આપી છે. આ અંગે તેમણે એક વીડિયો દ્વારા માહિતી આપી હતી.

प्रतीकात्मक तस्वीर
image source

ઇફ્તેખાર રહેમાની સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ મૂળ દરભંગા જિલ્લાના છે. તેની પાસે નોઇડામાં એઆર સ્ટુડિયો નામની સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગ કંપની છે. ઇફ્તેખાર રહેમાની એકદમ કુશળ માનવી છે. તે લ્યુના સોસાયટી ઇન્ટરનેશનલ માટે પણ કામ કરે છે. લ્યુના ઇન્ટરનેશનલ ચંદ્ર પર જમીનની ખરીદી અને વેચાણ માટે કામ કરે છે.

प्रतीकात्मक तस्वीर
image source

તમને જણાવી દઈએ કે ઇફ્તેખાર રહેમાનીએ કંપનીના સોફ્ટવેરની ટેકનીકી ક્ષમતામાં થોડો સુધારો કર્યો હતો. આ કારણોસર કંપનીને તેનો ઘણો ફાયદો થયો. ઇફ્તેખાર રહેમાનીના કામથી ખુશ થઈને કંપનીએ તેમને ચંદ્ર પર એક એકર જમીન ભેટ આપી.

प्रतीकात्मक तस्वीर
image source

ઇફ્તેખાર રહેમાનીએ ખુદ એક વીડિયો દ્વારા આ માહિતી આપી હતી. તેઓ હાલમાં નોઇડામાં છે. જ્યારે આ સમાચાર તેના ગામના લોકોએ સાંભળ્યા ત્યારે તેમની વચ્ચે ખુશીની લહેર દોડી ગઈ. ઇફ્તેખાર રહેમાનીને ચંદ્ર પર જમીન મળવાથી તમામ ગ્રામજનો ખુશ છે. આ પ્રસંગે તેઓ એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી વહેંચી રહ્યા હતા. ઇફ્તેખાર રહેમાનીની સફળતા પર પરિવારના સભ્યોને ગર્વ છે.

प्रतीकात्मक तस्वीर
image source

આ સમાચાર સાંભળીને ઇફ્તેખાર રહેમાનીની માતા નાસરા બેગમે કહ્યું કે તેમને તેમના પુત્ર પર ઘણો ગર્વ છે. તે દેશ વિદેશમાં ખૂબ નામ કમાઇ રહ્યો છે. ઉપરવાળો મારા પુત્રને ચારે બાજુથી સફળતા આપે. તમને જણાવી દઈએ કે ઇફ્તેખાર રહેમાની ખુદ તેની માતાને ફોન કરીને ચંદ્ર પર જમીન મેળવવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક સમાચાર ખુબ જ વાયરલ થયા હતા કે સુરતના વિજય કથેરિયા નામના વેપારીએ પોતાના બે માસના પુત્ર નિત્યને તેમણે ભેટમાં પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર પ્રોપર્ટીની ખરીદી કરી પ્લોટનો માલિક બનાવી દીધો છે. વિજયભાઇ ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે.

प्रतीकात्मक तस्वीर
image source

માતા-પિતા પોતાના પુત્ર માટે શું નથી કરતા તેનું ઉદાહરણ સુરતના ગ્લાસ (કાચ)ના વેપારીએ પોતાના બાળક માટે પ્રોપટી ખરીદવાનું કંઇક એવું કરવાનું વિચાર્યું છે કે વર્ષો સુધી લોકો યાદ રાખે. સુરતના વિજય કથેરિયા નામના વેપારીએ પોતાના બે માસના પુત્ર નિત્યને તેમણે ભેટમાં પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર પ્રોપર્ટીની ખરીદી કરી પ્લોટનો માલિક બનાવી દીધો છે. વિજયભાઇ ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે. ત્યારબાદ આખા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!