Site icon News Gujarat

કોરોના કાળમાં એરપોર્ટ પર જતા પહેલા ખાસ સાથે રાખજો આ વસ્તુ, નહિં તો પ્રવેશથી રહી જશો વંચિત

ડીરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી શનિવારના રોજ દેશના તમામ એરપોર્ટ પર આવેલ સિક્યોરીટીઝને આદેશ આપી દેવામાં આવ્યા હતા કે, જે પણ મુસાફરોએ ફેસ માસ્ક પહેર્યું ના હોય તેવા મુસાફરોને એરપોર્ટમાં પ્રવેશ કરવાની મનાઈ કરી દેવામાં આવે.

image source

DGCA દ્વારા લેટેસ્ટ ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ જે પણ મુસાફરો પ્લેનના ટેક ઓફ કરતા પહેલા યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવાની ના પડશે તેવા મુસાફરોને પ્લેન માંથી નીચે ઉતારી દેવામાં આવશે. એટલું જ નહી, પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન પણ જે મુસાફરને વારંવાર સાવચેત કર્યા પછી પણ કોવિડ- ૧૯ ના પ્રોટોકોલમાં જણાવ્યા મુજબ ફેસ માસ્ક પહેર્યું નહી હોય તેવા મુસાફરોની સાથે અનરુલી (બેકાબુ કે પછી નિયમોની વિરુદ્ધ) રીતે જ સ્ટાફ દ્વારા ટ્રીટ કરવામાં આવશે.

DGCA તરફથી સમર શેડ્યુલ માટે અઠવાડિયા દરમિયાન ૧૮,૮૪૩ ફ્લાઈટ્સને પરવાનગી આપવામાં આવી છે.

image source

DGCA દ્વારા મંગળવારના રોજ સમર શેડ્યુલ દરમિયાન દેશમાં આવેલ ૧૦૮ એરપોર્ટ પરથી પ્રતિ સપ્તાહ ૧૮,૮૪૩ ફ્લાઈટ્સને ઉડાન ભરવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે, સમર શેડ્યુલનો સમયગાળો માર્ચ, ૨૦૨૧ ના અંતિમ રવિવારના દિવસથી શરુ થઈને ઓક્ટોબર, ૨૦૨૧ ના અંતિમ રવિવારના દિવસે સમર શેડ્યુલ પૂરું થશે. DGCA દ્વારા પરવાનગી આપવામાં આવેલ નોર્થન સમર શેડ્યુલ ૨૦૨૧ના એક ભાગ તરીકે ઈન્ટર ગ્લોબ એવિએશનની ઈન્ડીગો એર લાઈન્સ તરફથી ૬૬ જગ્યાઓ માટે અઠવાડિયા દરમિયાન ૮૭૪૯ ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે,

image source

ત્યાં જ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયાની પેટા કંપની એર લાઈન્સને ૫૪ જગ્યાઓ માટે પ્રતિ સપ્તાહ ૧૬૮૩ ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની
પરવાનગી આપવામાં આવી છે. જયારે સ્પાઈસ જેટ એર લાઈન્સને ૪૮ જગ્યાઓ માટે પ્રતિ સપ્તાહ ૨૮૫૪ ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે.

image source

ઉપરાંત દેશમાં આવેલ તમામ એરપોર્ટ પર તૈનાત સિક્યોરીટીઝને કોરોના વાયરસ સંક્રમણની નવી ગાઈડલાઈન મુજબ જણાવી દેવામાં આવ્યું છે કે, એરપોર્ટના પ્રવેશ દ્વાર પરથી પ્રવેશ કરતા મુસાફરોના ફેસ પર ફેસ માસ્ક હોય તો જ પ્રવેશ કરવા દેવાની પરવાનગી આપવી. ત્યાં જ જે પણ મુસાફર પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન વારંવાર ચેતવણી આપવા છતાં પણ જો તે મુસાફર યોગ્ય રીતે ફેસ માસ્ક નથી પહેરતા તો આવા મુસાફર સાથે અનરુલી રીતે ટ્રીટ કરવાની મંજુરી આપવામાં આવી છે. વિમાનમાં મુસાફરી કરવા દરમિયાન તમામ મુસાફરોને ફેસ માસ્ક પહેરી રાખવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version