કોરોના બાળકો પર તૂટી પડ્યો છે: ખાસ રાખો આ કપરી પરિસ્થિતિમાં તમારા બાળકનું ધ્યાન, ગુજરાતમાં અહીં 1 મહિનામાં 1000થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર

કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. હવે બાળકોના માથે કોરોનાની લટકતી તલવાર, રાજકોટમાં છેલ્લા 20 દિવસથી દરરોજ 20-25 કેસ, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા.

image source

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે અને હવે તે બાળકોમાં પણ ફેલાઈ રહ્યુ છે બાળકો પણ કોરોના ગ્રસ્ત બની રહ્યા છે. રાજકોટમાં બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં 3 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત થતા ખુદ તબીબો પણ હબક ખાઈ ગયા હતા. છેલ્લા 1 મહિનામાંમાં 1000થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે.  રાજકોટ  જિલ્લામાં રોજ 70 બાળકોને કોરોનાનો ચેપ લાગતો હોવાનું તરાણ છે.

છેલ્લા એક મહિનામાં જે 1000 બાળ દર્દીઓ છે તેમાંથી અડધો અડધ એટલે કે, 50% બાળકો 2 વર્ષથી નાના છે. તબીબો દ્વારા માતા-પિતાઓને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. માં-બાપ સંક્રમિત થાય તો બાળકોને કોઇના ઘરે ન મોકલો. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં આવ્યા હશે તે વાતનો અંદાજો એક જ હોસ્પિટલના આંકડા પરથી લગાવી શકાય છે. જન્મની સાથે જ પણ નવજાત બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા

image source

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6690 કેસ નોંધાયા છે અને 2748 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,0729 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં 67 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 221 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 34,555 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

image source

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2251 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1264 નવા કેસ,
જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 247 કેસ, જ્યારે ગ્રામ્યમાં 130 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 529 કેસ અને ગ્રામ્યમાં 87 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

સુરત અમદાવાદ અને વડોદરામાં નવા સેન્ટર ઉભા થયા

સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.

અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે

image source

આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.

આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ લઈ જવા

image source

ડોક્ટરના જણાવ્યા અનુસાર નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હાર્ટને લગતી સમસ્યા હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!