કોરોના દર્દીઓ માટે ખાસ, અમદાવાદની 15 ખાનગી હોસ્પિ.માં બૅડના ભાવ નક્કી કરાયા, જાણો કેટલા

હાલમાં ગુજરાતમાં સ્તિથિ બદથી બદતર થઈ રહી છે. કોરોનાએ પોતાનો પ્રકોપ ઓછો ન કરવાનું જાણે મૂડ બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં દરરોજ 500 કેસોનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધે એ હાલમાં દરેક લોકો માટે ચિંતા વધારી રહ્યું છે.

image source

મહાનગરો વિશે વાત કરીએ તો અમદાવાદની હાલત બેહાલ છે. કોવિડ બેડની પણ અછત હોવાની વાત મળેલી છે. ત્યારે મનપા દ્વારા શહેરની 15 ખાનગી હોસ્પિટલ માટે કોવિડ બેડના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરની 15 ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે.

image source

એ જ રીતે વાત કરીએ તો કોઈ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ પ્રમાણે જો વાત કરીએ તો વોર્ડ બેડના ભાવ 6500 રૂપિયા તથા HDUના ભાવ 8000 નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ અમદાવાદ મનપા દ્વારા કોવિડ સારવાર માટે મંજૂરી આપવામાં આવેલ 15 હોસ્પિટલો માટે માન્ય રહેશે. માટે દરેક દર્દીએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

image source

જો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં ગઈકાલે 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

image source

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના પાંચ કે સાત દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો, અત્યારની પેટર્નમાં વાયરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસાં સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ 50થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!