ગુજરાતમાં ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર, જાણો નવરાત્રિ થશે કે નહીં, આયોજકોનો આવો છે પ્લાન

દેશ અને રાજ્યમાં કોરોનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે રાજ્યના આયોજકોના સૂર પણ બદલાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના ખેલૈયાઓ આ વખતે પણ નવરાત્રિમાં માતાજીના ગરબા રમી શકશે નહીં. ગુજરાતમાં આયોજકોએ નવરાત્રિ ન ઉજવવાનો નિર્ણય લીધો છે.

આ વખતે નવરાત્રિ નહીં થાય…

image source

અનેક જગ્યાઓએ કોરોનાના કેસ સતત દેખા દઈ રહ્યા છે ત્યારે છેલ્લા 2 વર્ષથી નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ સાથે આ વર્ષે પણ આયોજકો કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નવરાત્રિ ન રાખવાનો નિર્ણય લઈ રહ્યા છે. અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા ગરબાના મોટા આયોજનો થાય છે. પાર્ટી પ્લોટ પણ ફૂલ રહે છે અને ખેલૈયાઓ ઝૂમતા જોવા મળે છે. પણ આ વર્ષે તેઓ આ પ્લાનિંગ ન હોવાનું જણાવી રહ્યા છે. એટલે કે આ વર્ષે પણ ખેલૈયાઓની નવરાત્રિની મજા અધૂરી જ રહેશે.

અમદાવાદમાં આયોજકો ગરબા યોજવા તૈયાર નથી

image source

શહેરમાં અનેક મોટા ગરબા આયોજકો ગરબાનું આયોજન ન કરવાનું વિચારી રહ્યા છે. આ સાથે જ તેઓનું માનવું છે કે ખેલૈયાઓને જો મંજૂરી મળી જાય તો તેઓ કોઈ નિયમોનું પાલન કરવામાં માને તેમ નથી. આ સમયે કોરોના વધવાની અને ફેલાવવાની શક્યતા પણ વધારે રહે છે. આ સાથે મોટુ મેદાન અને ઓછા લોકો આવે તો પણ આયોજકોના ખિસ્સાને પરવડે તેમન થી. માટે આ વર્ષે નવરાત્રિ ન કરવાનો નિર્ણય આયોજકોએ ફાઈનલ રાખ્યો છે.

વડોદરા શહેરમાં ગરબાના આયોજકો શું કરી રહ્યા છે પ્લાન

image source

આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કારણે વડોદરા શહેરમાં પણ ગરબા યોજાશે કે નહીં તેને લઈને આશંકા જોવા મળી રહી છે. ત્યારે આયોજકો દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. આ સિવાય મળતી માહિતિ અનુસાર એક ઈવેન્ટ આયોજકે કહ્યું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વખતે ગરબા નહીં કરવાનો નિર્ણય કર્યો છે ગયા વર્ષની જેમ અમે આ વર્ષે પણ ગરબા મોકૂફ રાખવા એ જ ઉત્તમ ઉપાય છે. આ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. જો આયોજન થશે તો નિયમોના ધજાગરા ઉડશે અને કોરોના ફેલાશે.

ગરબાના આયોજકોનો એક જ સૂર

image source

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને ત્રીજી લહેરની આશંકાને પગલે ગરબા કેન્સલ રાખવાનું આયોજકો પ્લાન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ગરબાનું આયોજન થશે તો કોરોના વધારે ફેલાશે અને લોકોના જીવ જોખમમાં મૂકાશે. ઓછી સંખ્યા અને મોટું મેદાન તેમજ તમામ વ્યવસ્થાનો ખર્ચ તેમના ખિસ્સાને પોસાય તેમ નથી. માટે ગુજરાતમાં આ વર્ષે પણ નવરાત્રિના નવરંગ માણવા મળી શકશે નહીં.