કોરોના મહામારીના કારણે પહેલીવાર પારસી સમાજે અંતિમ સંસ્કારની વિધી બદલી

છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. કોરોનાએ લોકોના જીવનમાં ઘણુ પરિવર્તન લાવી દીધુ છે, ખાન પાનની રીતથી લઈને કામ કાજની રીતો પણ બદલાય ગઈ છે. લોકો જ્યાં પહેલા ઓફિસોમાં સાથે બેસીને કામ કરી રહ્યા હતા ત્યાં હવે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો બીજી તરફ લોકોના મોત બાદ અંતિમ સંસ્કારમાં પણ પરિવર્તન આવ્યું છે.

વર્ષોથી ચાલી આલતી પરંપરામાં ફેરફાર

image source

તો બીજી તરફ ગુજરાતમાં હાલમાં મહાનગરોની હાલત કોરોનાને ખરાબ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ તો ખુબ જ ખરાબ છે. નોંધનિય છે કે કોરાનાના લીધે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટેલાંબી લાઈનો લાગીરહી છે. તમને જણાવી દઈએ કે પારસી સમાજમાં અગ્નિ સંસ્કારની પરંપરા નથી, તેમનો સમાજ મૃતદેહોને ચિતા પર સુવડાવતા નથી તે એક ચોક્કસ જગ્યાએ કૂવો બનાવીને મૃતદેહને પક્ષીઓનાં હવાલે કરી દે છે. જો કે કોરોના મહામારીના કારણે હવે તેમણે પણ વર્ષોથી ચાલી આલતી પરંપરામાં ફેરફાર કર્યો છે.

પરંપરા વિરૂદ્વ મૃત્યુદેહને અંતિમ સંસ્કાર

image source

તમને જણાવી દઈએ કે, કોરોનાડ ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન કરવા માટે પારસી સમાજ દ્વારા તેમની પરંપરાને ભંગ કરીને મૃત્યુદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. જે પારસી સમાજ માટે આઘાતજનક બાબત છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં પારસી સમાજની વસ્તી ખુબ જ ઓછી છે અને વસ્તી ઓછી હોવાના લીધે પહેલાથી જ ચિંતામાં હતાં અને કોરોનાના લીધે સમાજમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે જેને કારણે હવે તેમને તેમની પરંપરા વિરૂદ્વ મૃત્યુદેહને અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ

image source

તમને જણાવી દઈએ કે હાલમાં કોરોનાના નવા કેસો ગુજરાતમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક બનાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ નોંધાયા છે અને 3387 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ મોતના આંકની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 24, રાજકોટ માં 8, વડોદરા શહેરમાં 8, રાજકોટ જિલ્લામાં 5, મોરબી જિલ્લામાં 4, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ડાંગ, જામનગર શહેર અને જામનગર જિલ્લો, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 2-2ના મોત થયા છે,

image source

જ્યારે બીજી તરફ અમદાવાદ, દેવભૂમિદ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લામાં 1-1 મળી રાજ્યમાં કુલ 94 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!