કોરોના પેશન્ટનું ઓક્સીજન લેવલ કરો ચેક, જાણો કોણે ઘરે જ લેવાની રહેશે સારવાર

કોરોનાની સાંકળ તોડવા માટે દરેક નાગરિક કોરોના ટેસ્ટ કરાવી કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપે તે પહેલાં ખૂબ જરૂરી છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ સમયે કોરોનાને કારણે દરેક હોસ્પિટલોમાં બેડ ઝડપથી ફૂલ થઈ રહ્યા છે અને સ્થિતિ વણસી રહી છે. આ સમયે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. કોરોનાની સારવાર જો ઘરે શક્ય હોય તો તે જ કરવી જરૂરી છે. આ સાથે જ જો તમારું ઓક્સીજન લેવલ યોગ્ય રહે છે તો તમારે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી.

image source

સરકાર વારેઘડી નાગરિકોને અપીલ કરી રહી છે કે તેઓ કોરોના ટેસ્ટ કરાવે અને કોરોના મહામારીની સામે પોતાનું યોગદાન આપે. હાલમાં આ પ્રક્રિયા અને સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે હાથ ધોવા એ જરૂરી કામ છે. આ નાના ઉપાયોથી તમે કોરોના સામે લડી શકો છો.

image source

જો વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેઓએ હોમ આઈસોલેશનની મદદ લેવી અને પરિવારને સુરક્ષિત રાખવો. આ સિવાય 5 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના વડીલો અથવા તો સગર્ભા મહિલાઓએ કોરોનાનો ટેસ્ટ વારે ઘડી કરાવતા રહેવું. જેથી તેઓ પોતાને અને બાળકને સુરક્ષિત રાખી શકે.

image source

દેશમાં કોરોના સંક્રમણ વધતા અનેક હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. કોરોના થાય તો ડરો નહીં પણ તેની સામે લડો. જો તમારું મનોબળ મજબૂત હશે તો તો કોરોનાને હરાવવાનું સરળ રહેશે. જો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમારું ઓક્સીજન લેવલ યોગ્ય રહે છે તો તમે ઘરે જ ક્વોરન્ટાઈન થઈને રહો તે યોગ્ય માનવામાં આવે છે. આમ કરવાથી હોસ્પિટલો પછી તે સરકારી હોય કે પ્રાઈવેટ અહીં અન્ય ગંભીર સ્થિતિના દર્દીને સારવાર આપી શકાય છે.

image source

આ સાથે જ ફ્ર્ન્ટ લાઈન વર્ક્સ પર પણ કામનો ભાર ઘટે છે. હાલમાં જ સરકાર દ્વારા રેમડિસિવિર ઈન્જેક્શન્સ પણ આપવામાં આવી રહ્યા છે. આ ઈન્જેક્શન લીધા બાદ પણ દર્દીને એડમિટ થવાનું રહેતું નથી. તેઓ સરળતાથી ઘરે જઈ શકે છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 2 દિવસથી તેને માટેની કતાર લાગી રહી છે.

image source

જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવે છે તેઓએ તરત જ પોતાના રિપોર્ટ દેખાડીને ફેમિલિ ડોક્ટર કે અન્ય ડોક્ટર્સની સલાહ લેવાની રહે છે. આ પછી યોગ્ય દવાઓ અને ફૂડ ટ્રીટમેન્ટની મદદથી તમારું શરીર કોરોના સામે લડી શકે છે. જો ડોક્ટર તમને ઘરે જ આઈસોલેશનની સલાહ આપે છે તો તેને ફોલો કરો અને તમે ઝડપથી સાજા થઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત