જાણો કોરોનાની રસી લેવાથી તબિયત ખરાબ થઈ તો હોસ્પિટલનો ખર્ચ વીમાં કંપની આપશે કે નહિં…જાણો આ અંગે શું લેવાયો નિર્ણય

સરકાર જુલાઈ-2021 સુધીમાં 25 કરોડ કરતાં વધુ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક ધરાવે છે. રસીની બાબતમાં ભારત દુનિયાનું ‘પાવરહાઉસ’ છે. સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વની 60 ટકા જેટલી રસી ઉત્પાદિત કરે છે. વિશ્વના અડધો ડઝન જેટલા ટોચના રસીઉત્પાદકો
ભારતમાં જ આવેલા છે, જેમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ થાય છે. આને કારણે જ ભારત એક અબજ લોકોને રસી આપવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખી શક્યું છે. પ્રથમ તબક્કામાં માત્ર એક ટકા લક્ષ્યાંક (એક કરોડ સાત લાખથી વધુ) જ સિદ્ધ થઈ શક્યો છે.

image source

ભારતનો 42 વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમોમાં સામેલ છે, દરવર્ષે સાડા પાંચ કરોડ કરતાં વધુ સગર્ભા મહિલાઓને તથા 39 કરોડ બાળકોને જેઓ એક ડઝન રોગોથી રક્ષણ મેળવવા દર વર્ષે વિવિધ રસી આપવામાં આવે છે. આ રસીઓને સ્ટૉક અને ટ્રૅક કરવા માટે દેશમાં સુદ્રઢ ઇલેક્ટ્રૉનિક સિસ્ટમ પણ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ બધું હોવા છતાં કોરોના વાઇરસ સામે એક અબજ લોકોનું રસીકરણ કરવું, જેમાં પહેલીવાર પુખ્ત વયના કરોડો લોકો પણ હશે, એક મોટો અને અનપેક્ષિત પડકાર બની રહેશે.

image source

ભારતમાં હાલમાં 30 કરતાં વધુ સંસ્થાઓ કોરોનાની રસી ઉત્પાદિત કરવાના કામમાં લાગેલી છે, જેમાંથી કોવિશિલ્ડ તથા કૉવેક્સિનને ઇમર્જન્સી રીતેમાં વપરાશ માટે મંજૂરી આપી છે. કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ
સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને ‘સ્વદેશી રસી’ પણ કહેવામાં આવે છે. કોવિડ-19ની રસી લગાવ્યા બાદ આડઅસરથી હોસ્પિટલમાં દાખલ થનારા સ્વાસ્થ્ય વીમા ધારકોનો ખર્ચ કંપનીઓ ઉઠાવશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઇરડા) એ બાબત ગુરુવારે આદેશ જારી કર્યા છે. કે જો કોઈપણ દર્દીને કોરોના વેક્સિન લગાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે તો તેનો ખર્ચ વીમા કંપનીએ આપવો પડશે.

વીમામાં રસીના ખર્ચને સામેલ નથી

image source

ઈરડાએ જણાવ્યું કે વેક્સિન લીધા બાદ તબીયત ખરાબ થાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તો આ સ્થિતિમાં દર્દી પોતાનો ખર્ચ વીમા કંપની પાસે ક્લેમ કરી શકશે. સારવારનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરીએ ગત દિવસોમાં સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોરોનાની સારવારને સામેલ કર્યા હતા. પરંતુ તેમાં રસીના ખર્ચને સામેલ નહોતા કર્યા. જે હજું પણ પોલિસીની બહાર છે.

સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપની પર કર્યા હતા સવાલ

સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપનીઓ પર સવાલ ઉઠાવ્યા હતા કે રસી લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો સરવારનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે કે નહીં. આ મામલે સ્પષ્ટતા કરતા ઈરડાએ જણાવ્યું હતું કે ગ્રાહકો આ સ્થિતિમાં ખર્ચ માટે ક્લેમ કરી શકશે.

એલઆઈસીએ સરળ બનાવી સેટલમેન્ટ પ્રક્રિયા

image source

સરકારી વીમા કંપની એલઆઈસીએ મહામારીના સંકટથી લડી રહેલા પોતાના ગ્રાહતો માટે સેટલમેન્ટ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું કે ગ્રાહક પોતાની પોલિસીની પરિપક્વતા સમય સાથે જોડાયેલા દસ્તાવેજો દેશના કોઈ પણ એલઆઈસી કાર્યાલયમાં જમા કરાવી શકે છે. 113 સ્થાનીય કાર્યલય એને 2, 048 શાખાઓ ઉપરાંત 1526 સેટેલાઈટ કાર્યાલયોમાં પરિપક્વતા સંબંધી દસ્તાવેજો જમા કરવામાં આવશે. સુવિધાને અત્યારે ટ્રાયલ આધાર પર લાગૂ કરવામાં આવશે અને ગ્રાહકોને 31 માર્ચ, 2021 સુધી આ પ્રકારના ક્લેમ કરી શકે છે.  દસ્તાવેજો જમા થયા બાદ ક્લેમ ચૂકવણી મુળ સાખાના આધારે કરવામાં આવશે. તમામ શાખાઓને આ બાબત નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશભરમાં 10 હજાર કરતાં વધુ સરકારી સેન્ટર ઉપર આ રસી નિઃશુલ્ક મૂકી આપવામાં આવશે. આ સિવાય જો વ્યક્તિ ઇચ્છે 20 હજાર કરતાં વધુ ખાનગી સેન્ટર ઉપરથી પણ રસી લઈ શકે છે. જોકે, ખાનગી હૉસ્પિટલોમાં રસી લેવાનો ખર્ચ વ્યક્તિએ ચૂકવવાનો રહેશે. એ માટેની કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.

image source

રસીનો પહેલો ડોઝ લીધા પછી લીધાની તારીખના આધારે બીજા ડોઝની તારીખ જણાવાશે અને ત્યારબાદ જ રસીકરણ પૂર્ણ થશે. નિષ્ણાતો દ્વારા તાવ, શરદી કે ઉધરસ હોય તો રસી ન લેવાની સલાહ આપવામાં આવે છે. વૅક્સિનેશન પૉઇન્ટ ઉપર પહોંચીને સોશિયલ ડિસ્ટન્સિંગ, મોં પર માસ્ક તથા સૅનિટાઇઝરથી હાથ સાફ કરવા વગેરે જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.

બીજી બાજુ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રૉલ ઑર્ગેનાઇઝેશને ભારત બાયોટેક તથા સ્પુતનિક રસીની ઉપર કામ કરી રહેલી ડૉ. રેડ્ડીઝ પાસેથી ટ્રાયલ વિશેનો વધુ ડેટા માગ્યો હોવાના અહેવાલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!