રાજકોટમાં જોવા મળ્યા કોરોનાના ભાવુક દ્રશ્યો: ‘દાદા જ્યુસ મોકલાવ્યું છે, પી લેજો, વીડિયો કોલ માટે પણ દોઢ કલાકનું વેઈટીંગ’

હાલમાં ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે ક્યારે આ કોરોનામાંથી મુક્તિ મળે અને લોકોને રાહતનો શ્વાસ મળે. ગુજરાતના મોટા મોટા શહેરોમાં પણ હાલત ખરાબ છે. એમાં જો વાત કરીએ રાજકોટની તો ત્યાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે, ત્યારે દરરોજ હોસ્પિટલમાંથી એવી એવી ઘટનાઓ સામે આવે છે કે જાણીને આપણે પણ રડવું આવી જાય. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી સાથે વીડિયો કોલમાં વાત કરવાની વ્યવસ્થા ચૌધરી હાઈસ્કૂલમાં કરવામાં આવી હોવાની વાતો મળી રહી છે.

image source

આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કે ટેસ્ટિંગમા લાઈન, કેસોમા લાઈન, દવાખાનામાં લાઈન, સ્મશાનમાં લાઈન હવે ત્યાં પણ પરિવારજનોએ દોઢ કલાક કતારમાં ઉભું રહેવું પડે છે પરંતુ જ્યારે પરિવારજનોને કોરોનામાં ઝઝુમતા સ્વજન સાથે વાત કરવાનો મોકો મળે છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે. જેની અમુક વાતો હાલમાં બહાર આવી રહી છે. કોરોના પોઝીટીવ દર્દી ચાતુરભાઈ મુંડીયા કે જેઓ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર છે તેમની સાથે વાત કરવા માટે તેમના પુત્ર મુકેશભાઈ સહીતના સોમવારે સાંજે દોઢ કલાકથી કતારમાં ઉભા હતા.

image source

પછીની વાત કરવામાં આવે તો જ્યારે દોઢ કલાક બાદ વીડિયો કોલમાં વાત થાય છે ત્યારે પુત્ર – પૌત્રો ભાવુક થઇ જાય છે. દાદાને પુત્ર અને પૌત્રો પૂછે છે કે તમને કેમ છે ? જ્યુસ સહીતનું પાર્સલ આપ્યું છે. તમને બે કલાકમાં મળી જશે. ચિંતા ન કરતા તમે જલ્દી સાજા થઇ જશો. ચૌધરી હાઈસ્કુલમાં ચોતરફ્ આ પ્રકારના માનવીય સંવેદના છલકાવતા સંવાદો સાંભળવા મળે છે અને લોકો બસ ચોતરફ એક જ પ્રાર્થના કરે છે કે હવે જલ્દી આ મહામારીમાંથી છુટકારો મળે. જો ભારતની વાત કરીએ તો મંગળવારે 1 લાખ 85 હજાર 104 નવા દર્દીઓ સામે આવ્યા. 82,231 લોકો સ્વસ્થ થયા અને 1,026 લોકોના મોત નિપજ્યા છે.

image source

આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 1 હજાર 835 લોકોનો વધારો થયો છે. નવા દર્દીઓનો આંકડો તો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે પરંતુ પહેલી વખત એક્ટિવ કેસમાં પણ એક લાખથી વધુનો વધારો નોંધાયો છે. મોતનો આંકડો પણ આ વર્ષે પહેલી વખત 1,000ને પાર થઈ ગયો છે. ગત વર્ષે મહામારીની પહેલી લહેરમાં સૌથી વધુ 1,281 લોકોના મોત 15 સપ્ટેમ્બરનાં રોજ થયા હતા. હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ દેશવ્યાપી વેક્સિન ઉત્સવના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે લગભગ 40 લાખ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. આ રીતે અત્યાર સુધીમાં કુલ 11.43 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પહેલાં સોમવારે 37 લાખ 63 હજાર 858 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

image source

આ સાથે જ વાત કરીએ તો કોરોના વાયરસ દેશભરમાં સનસનાટી મચાવી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય ભાગથી શરૂ થયેલો કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધારે ઘાતક બની રહ્યો છે. જોકે સંશોધનકર્તાઓ રજૂ કરેલા તારણોમાં કોરોના લહેરમાં કેટલીક રાહત મળવાની શક્યતા દર્શાવી છે. જુદા જુદા સંશોધન પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં તેની ચરમસીમા પર પહોંચ્યા બાદ સંક્રમણની ઝડપ ધીમી પડવાની અને મે મહિનાના અંત ભાગ સુધીમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

image source

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં જ “સંક્રમણની બીજી લહેરઃ અંતની શરૂઆત” શિર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા સંશોધન અહેવાલમાં પણ કોરોનાની બીજી લહેર ક્યારથી શરૂ થશે તે અંગે માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંત ઘોષે ગયા મહિનાના અંતિમ પખવાડિયામાં રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે 23 માર્ચથી શરૂ કરી મે મહિનાના અંત ભાગ સુધીમાં કોરોનાનાના કેસમાં 25 લાખનો ઉમેરો થવાની શક્યતા દર્શાવી હતી. અહેવાલ પ્રમાણે 15 ફેબ્રુઆરીથી 100 દિવસ સુધી કોવિડ-19ની બીજી લહેર ચાલી શકે છે ત્યારે વેક્સિનેશનનું અભિયન લોકડાઉન કરતાં પણ વધારે અસરકારક નિવડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!