કોરોનાની રસી લેતા પહેલા અને પછી શું કરવું જાણો અહીં

દેશભરમાં 1 મેથી રસીકરણ અભિયાન શરુ થવાનું છે. આ ચરણમાં 18 વર્ષથી વધુના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજે 1.63 કરોડ લોકોને રસી લાગી ચુકી છે. મોટા ભાગના લોકોને રસી લીધા પછી કોઈ ગંભીર સમસ્યા થઈ નથી. જ્યારે કેટલાક કેસમાં લોકોને હળવો તાવ આવવો, શરીરમાં દુખાવા જેવી સામાન્ય સમસ્યાઓ થાય છે.

कोरना वायरस 1
image source

તેવામાં મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડો શશાંક જોશીએ ભારત બાયોટેકની કોવૈક્સીન અને સીરમ ઈંસ્ટિટ્યૂટ ઓફ ઈંડિયાની કોવિશીલ્ડ એમ બંને રસીને સુરક્ષિત ગણાવી છે. તેમના જણાવ્યાનુસાર રસી લીધા બાદ ઓછા કેસમાં સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા છે. જો કે નિષ્ણાંતોના મતે રસી લેતા પહેલા અને પછી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કઈ કઈ છે આ વાતો જાણો અહીં.

वैक्सीन लेने से पहले क्या करें?
image source

1. જો તમને કોઈ દવાની એલર્જી છે તો ડોક્ટરને જણાવો અને તેમની સલાહ પર સીબીસી, સીઆરપી અથવા ઈમ્યૂનોગ્લોબિન ઈનું લેવલ ચેક કરાવવું.

2. રસી લીધા પેટભરીને જમી લેવું જોઈએ. જો ડોક્ટરની કોઈ દવા ચાલે છે તો તે પણ રસી પહેલા લઈ શકો છો. રસી લેતા પહેલા રિલેક્સ કહેવું. જો રસી લેતા સમયે ગભરામણ થાય છે તો ડોક્ટરને મળો.

कोरना वायरस 2
image source

3. જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર છે તો ચેક અચૂક કરાવો. કેન્સરના દર્દી કે જેની કીમોથેરાપી ચાલી રહી હોય તેમણે પણ ડોક્ટર્સની સલાહ લેવી.

4. જે લોકોએ કોવિડ-19ની સારવાર માટે પ્લાઝમા કે એન્ટીબોડીઝ લીધી છે અથવા તો જે કોરોના સંક્રમિત થયા છે તેમણે રસી હમણા ન લેવી. કોરોનાની રસો એક ડોઝ લીધા બાદ સંક્રમણ થયું હોય તો બીજો ડોઝ થોડા સપ્તાહ માટે લેવો નહીં

कोरना वायरस 3
image source

5. વેકસીન લીધા બાદ તુરંત જ કોઈને રીએકશન આવે છે તો તેમને વેકસીન સેન્ટર પર જ મોનિટર કરી લેવામાં આવે છે. અહીં સુનિશ્ચિત થાય કે વ્યક્તિ બરાબર છે પછી જ તેને ઘરે મોકલવામાં આવે છે.

6. રસી લીધી હોય તે ભાગમાં દુખાવો થવો અને તાવ આવવો સાધારણ લક્ષણ છે. તેનાથી ગભરાવું નહીં. ઠંડી લાગવી, થાક લાગવા જેવી સમસ્યા પણ થઈ શકે છે પરંતુ એક કે બે દિવસમાં તે દૂર થઈ જાય છે.

कोरना वायरस 6
image source

7. રસી લીધા પછી વધારે પ્રમાણમાં પાણી અથવા લિક્વીડ પીવું જોઈએ. જો રસી લીધી હોય ત્યાં વધારે દુખાવો થાય તો ત્યાં ભીનું કપડું રાખી શકો છો.

8. રસી લીધા બાદ પૌષ્ટિક આહાર લેવો. ઊંઘ પણ પુરતા પ્રમાણમાં કરવી. જો સ્મોકિંગ કે આલ્કોહોલની આદત હોય તો તેનાથી દૂર રહેવું

कोरना वायरस 7
image source

9. રસી લીધા બાદ ઈમ્યૂનિટી ડેવલપ થતા થોડો સમય લાગે છે.

10. જો રસી લીધા બાદ કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેનો અર્થ છે કે રસીને તે વ્યક્તિના શરીરમાં ઈમ્યૂનિટી ડેવલપ કરવાનો સમય મળ્યો નથી અને તે પહેલા જ તે સંક્રમિત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!