અમદાવાદના આ વિસ્તારમાં જતા પહેલા સાવધાન, 56 ઘરોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા, જાણો બીજી તમામ માહિતી

ગુજરાતમાં કોરોનાએ ફરી માછૉથુ ઉચક્યું છે. લોકોએ ચૂંટણી અને લગ્નગાળા દરમિયાન દાખવેલી બેદરકારી હવે ભારે પડી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં તો ક્રિકેટ મેચ દરમિયાન 60 હજારથી વધુની પબ્લિક ભેગી થઈ હતી અને કોરોનાના નિયમોના લીરે લીરા ઉડ્યા હતા. આ બધા વચ્ચે હવે કોરોનાએ ફરી રોકેટ ગતિ પકડી છે. જેના કારણે હવે તંત્ર કુભકર્ણ ઉંઘમાંથી જાગ્યું હોય તેમ લાગુ રહ્યું છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સતત વધતા કેસનાં કારણે ફરી એકવાર સરકાર દ્વારા 4 મહાનગરોમાં કર્ફ્યુને લંબાવી દેવામાં આવ્યો છે.

image source

તો બીજી તરફ જો અમદાવાદની સ્થિતિની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં આવેલા ચાંદલોડિયા વિસ્તારનાં જ 56 ઘરોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતાને જોતા એએમસી દ્વારા હવે સિનેમાગૃહો, થીએટરોમાં જો 50 ટકાથી વધુ દર્શકો હશે તો તેવા થીએટરોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

image source

તો બીજી તરફ સોલીડ વેસ્ટ વિભાગની 225 ટીમ દ્વારા સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કોરોનાના કેસમાં ઝડપી વધારે થતા હવે અમદાવાદ કોર્પોરેશન સક્રિય બન્યું છે. આ ઉપરાંત એએમસીના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા લગ્ન, જનોઈ, સહિત સામાજિક પ્રસંગોએ યોજાતા મેળાવડામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો 50 ટકાથી વધુ લોકોની ભીડ જોવા મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાની સ્થિતિને કેટલી હદે બગાડી છે તેનું અનુમાન તે વાત પરથી લગાવી શકો છો કે, અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દર્શકો વિના રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, મંગળવારનાં રોજ ત્રીજી ટી20 મેચ દર્શકો વિના જ રમાઇ હતી. અમદાવાદ શહેરની સ્થિતિમાં હાલમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે શહેરનાં 60 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. આ અંગે સૌથી વધુ કેસની વાત કરીએ તો તે એડન ગોદરેજ ગાર્ડન સિટી ફ્લેટમાં હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે ફ્લેટ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

image source

તો બીજી તરફ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં અમદાવાદ શહેરનાં 14 સ્થળો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. જેમા દક્ષિણ, પશ્ચિમનાં 5 સ્થળો અને ઉત્તર પશ્ચિમનાં 4 અને પૂર્વનો 1 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં છે. આ ઉપરાંત જો પરિસ્થિતિ કાબુની બહાર જતી જોવા મળશે તો સરકાર આવતા સમયમાં કડક નિર્ણય લેશે તો નવાઇ નહી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઇ કાલનાં આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં નવા 954 કેસ નોંધાયા હતા.

image source

જે બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,80,051 પર પહોચ્યો છે. જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ દરમિયાન કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોનાં મૃત્યુ થયા હતા. બંને મૃતકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,966 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,80,061 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!