Site icon News Gujarat

કોરોના પહેલા આવેલી આ મહામારીને ખતમ થવામાં લાગ્યા હતા 280 વર્ષ

આજે કોરોના રોગચાળાએ આખી દુનિયાને પકડમાં લીધી છે. વિશ્વભરમાં 16 કરોડથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 34 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, ઇતિહાસમાં કોરોના જેવી ઘણી ભયાનક બીમારી આવી ચુકી છે. તાજેતરમાં, બોસ્ટનની લાઇબ્રેરી અને આર્કાઇવ દ્વારા એક મંત્રીની ડાયરી અને કેટલાક ડિજિટલ રેકોર્ડ્સને ઓનલાઇન પોસ્ટ કરવામા આવ્યા હતા. રેકોર્ડ્સ અનુસાર, ત્યાં 1700ની આસપાસ ચેચક નામની મહામારી આવી હતી.

ચચકની ભયંકર અસર અમેરિકાના દરિયાકાંઠેના વિસ્તારો પર થઈ

image source

આ રોગચાળોનો ડંખ એટલો ભયંકર હતો કે તે દરમિયાન તેની વિનાશક અસરને કારણે હજારો લોકો જીવ ગુમાવ્યા. આનાથી ઘણા લોકોને ચેપ લાગ્યો હતો. તે સમયે આ રોગચાળા સામે લડવા માટે કોઈ રસી અથવા વધુ સારી ઉપચાર ઉપલબ્ધ નહોતો. રેકોર્ડ અનુસાર, રોગચાળાની સૌથી ભયંકર અસર અમેરિકાના દરિયાકાંઠેના વિસ્તારો પર થઈ હતી.

ચેચક આવ્યાને લગભગ ત્રણસો વર્ષ વીતી ગયા

image source

હવે ચેચક આવ્યાને લગભગ ત્રણસો વર્ષ વીતી ગયા છે, અને માનવ સંસ્કૃતિ નવી કોરોના મહામારીનો સામનો કરી રહી છે. આ એપિસોડમાં ઘણા નિષ્ણાંતો કોરોના મહામારી અને 3 સદીઓ પહેલા આવેલી ચેચક મહામારી વચ્ચે સમાનતા જોઈને આશ્ચર્ય પામ્યા છે. ન્યુ ઇંગ્લેન્ડ હિસ્ટોરિક જિનોગોલિકલ સોસાયટીમાં કામ કરતા બોદનાર કહે છે – આટલા વર્ષો પછી પણ આપણે બહુ ઓછા બદલાયા છીએ.

લાખો લોકોના જીવ લઈ લીધા હતા

image source

પોતાના એક ઇન્ટરવ્યુમાં, બોદનાર કહે છે – આપણે પાછલા રેકોર્ડ્સમાં 17મી સદીમાં આવેલ ચેચક રોગચાળા અને કોરોના રોગચાળા વચ્ચે સમાંનતા શોધી રહ્યા છીએ. તે એક રસપ્રદ સમાનાંતર પ્રક્રિયા છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે ચેચકના રોગચાળાની છેલ્લી ભયંકર અસર 1949ના વર્ષમાં જોવા મળી હતી. તે જ સમયે, તેની સારવાર મળી ત્યાં સુધીમાં તેણે લાખો લોકોના જીવ લઈ લીધા હતા.

સમાપ્ત થવામાં લગભગ 280 વર્ષ લાગ્યાં

image source

1980માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક શાખાએ ચેચક રોગચાળાને સંપૂર્ણ સમાપ્ત થવાની જાહેરાત કરી હતી. 1980ના દાયકાથી ચેચકના કોઈ કુદરતી કેસ નથી સામે આવ્યા. આ હિસાબે 1700માં આ રોગચાળાનો ઉદભવ થયો હતો અને 1980માં સમાપ્ત થયો. આ રોગચાળાને સંપૂર્ણ રીતે સમાપ્ત થવામાં લગભગ 280 વર્ષ લાગ્યાં. જો કે હાલના સમયમાં કોરોના મહામારી સામે લડવા માટે અનેક રસીઓ અને દવાઓ બજારમાં આવી ગઈ છે.

image source

જેથી નિષ્ણાતોના મતે કોરોનાને વહેલી તકે હરાવી દેવામાં આવશે, જો કે કોરોના મહામારી સંપૂર્ણપણે ક્યારે ખતમ થશે તે અંગે કોઈએ નક્કર સમય આપી શક્યા નથી. નોંધનિય છે કે ભારતમાં હાલમાં બીજી લહેર ધીમી પડી રહી છે અને નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ટૂંક સમયમાં જ આવશે.

Exit mobile version