જાણો કોરોના વેક્સિન લીધા બાદ કેવી થાય છે આડઅસર, અફવાઓથી રહો દૂર
ભારતમાં કોરોના સામેના યુદ્ધમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન નામની બે રસીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. રવિવારે ડીસીજીઆઈએ બંને રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. હવે આ રસીને દેશમાં સાર્વજનીક રીતે લગાવવામાં આવશે.
આ રસી લેવાથી માણસો નપુંસક બની શકે છે ?

જો કે આ રસીની મંજુી મળ્યા પહેલા કેટલાક લોકોએ તેના વિશે અફવાઓ ફેલાવી છે. કેટલાક લોકોએ રસીની આડઅસર વિેશે અતિશયોક્તિ ભરી વાતો કરી. તો કેટલાક લોકોએ કહ્યું કે આ રસી લેવાથી માણસો નપુંસક બની શકે છે. આજે ડીસીજીઆઈના ડિરેક્ટર વી.જી. સોમાનીએ અફવાઓને બકવાસ ગણાવી છે અને તેમણે આ આરોપને નકારી કાઢ્યો છે.
આ એક સંપૂર્ણ બકવાસ વાત છે

ડીસીજીઆઈના ડાયરેક્ટર વી.જી. સોમાનીને પૂછવામાં આવ્યું છે કે શું આ અફવાઓ ચાલી રહી છે કે આ રસી લીધા બાદ માણસ નપુંસક બની શકે છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે આ એક સંપૂર્ણ બકવાસ વાત છે અને તેના પર કોઈ ધ્યાન આપવું જોઈએ નહીં. રસીની આડઅસરો અંગે વી.જી. સોમાનીએ જણાવ્યું હતું કે આ રસી 110 ટકા સલામત છે. તેમણે કહ્યું કે જો રસીની સલામતી અંગે કોઈ ચિંતા હોય તો તે તેનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપત. તેમણે કહ્યું કે રસી લીધા પછી હળવો તાવ, માથાનો દુખાવો, એલર્જી જેવી નજીવી સમસ્યાઓ આવી શકે છે.
અખિલેશ યાદવે આ રસી લેવાની ના પાડી હતી

તમને જણાવી દઇએ કે શનિવારે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ રસી લેવાની ના પાડી હતી અને તેને ભાજપની રાજકીય રસી ગણાવી હતી. આ પછી અખિલેશના ધારાસભ્ય આશુતોષ સિંહાએ કહ્યું હતું કે આ રસી નપુંસક બની શકે છે. ગઈકાલે સિંહાએ કહ્યું હતું કે ‘કદાચ ભાજપના લોકો પછીથી કહેશે કે અમે વસ્તી ઘટાડવા અને નપુંસક બનાવવા માટે એક રસી લગાવી દીધા. આશુતોષ સિંહાએ અખિલેશ યાદવને સમર્થન આપતાં કહ્યું હતું કે સપાના સુપ્રીમોએ તથ્યોના આધારે નિવેદન આપ્યું હશે, અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તે રસીમાં એવી વસ્તુ હશે જે નુકસાનકારક હશે.
WHOએ કહ્યું- કોરોના વિરુદ્ધ લડાઈ મજબૂત થશે

ભારતમાં બે રસીની ઈમરજન્સી મંજૂરી મળતા WHO એ પણ પ્રતિક્રિયા આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સિનની મંજૂરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના આ નિર્ણયથી સાઉથ ઈસ્ટ એશિયામાં મહામારી વિરુદ્ધ લડાઈ મજબૂત થશે.
આ સપ્તાહે વેક્સિનેશન શરૂ થઈ શકે છે
#WATCH I We’ll never approve anything if there’s slightest of safety concern. Vaccines are 110 % safe. Some side effects like mild fever, pain & allergy are common for every vaccine. It (that people may get impotent) is absolute rubbish: VG Somani,Drug Controller General of India pic.twitter.com/ZSQ8hU8gvw
— ANI (@ANI) January 3, 2021
કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત