જો રહેવુ છે કોવીડમુક્ત તો કરો ઇમ્યુનિટી મજબુત અને કરો ભોજનમા આ વસ્તુઓનો સમાવેશ…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસનો હાહાકાર ફરી એકવાર જોવા મળી રહ્યો છે. આપણા દેશના જુદા-જુદા ભાગોમા કોરોનાની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યામા દિન-પ્રતિદિન નિરંતર વધારો થઈ રહ્યો છે. અહી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે, આપણે આપણા રોજીંદા જીવનમા એવી કઈ-કઈ વસ્તુઓનો આપણા આહારમા સમાવેશ કરીએ છીએ કે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે.

Health Tips: case of increasing corona do these things included in the diet immunity will be strong
image source

હાલ, હોળીના પર્વને ધૂમધામથી ઉજવવાની તૈયારીઓ કરી ચુક્યા છે તથા બધા જ ઘરોમા વાનગીઓ બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે તમારા આહારમા શામેલ કરવી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ હોળીના પર્વ ઉજવાતા સમયે હાથ ધોવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવુ આ બધી બાબતોનુ યોગ્ય રીતે પાલન થાય છે કે નહિ, તે જાણવુ પણ અત્યંત આવશ્યક છે,તેમજ આ જીવલેણ વાયરસ સામે લડવાની અન્ય રીતો પણ જરૂરી છે. ચાલો જાણીએ.

ઇમસ્મિંગ બુસ્ટર :

image source

આપણું ભારતીય રસોઈઘર અનેકવિધ સામગ્રીથી ભરપૂર છે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તમારુ ભોજન એ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, તમારા ભોજનમા કાચા ઇંડા, કાચા શાકભાજીનો અવશ્યપણે સમાવેશ કરો.

તુલસી :

આ એક શ્રેષ્ઠ ઔષધીય જડીબુટ્ટી છે. તેમા અનેકવિધ ચમત્કારિક ગુણધર્મો સમાવિષ્ટ છે. તેનુ આ મિશ્રણ તમને ચેપ, ઉધરસ, શરદી અને અન્ય વાયરલ ચેપની સમસ્યા સામે રક્ષણ આપી શકે છે. તે તેના એન્ટી-વાયરલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે પણ જાણીતું છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ નિયમિત તુલસીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. નિયમિત ભૂખ્યા પેટે ૪ થી ૫ તુલસીના પાનનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે.

લસણ :

image source

આ વસ્તુ હૃદયરોગ, ઉચ્ચ કોલેસ્ટરોલ અને શરદી અને ફ્લૂ સહિત અનેક પ્રકારની તબીબી સમસ્યાઓને દૂર કરવામા મદદ કરી શકે છે. તે ચેપની સમસ્યા સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે આ એક ઉત્તમ રીત છે.

આદુ :

image source

પ્રાચીન સમયથી લોકો રસોઈ અને દવામા આ વસ્તુનો ઉપયોગ કરે છે. ઉબકા, પેટદર્દ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આ એક ખુબ જ લોકપ્રિય ઉપાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ અને પોષકતત્વો પણ સમાવિષ્ટ છે, જે તમને સંધિવા, બળતરા અને ચેપને રોકવામાં અથવા સારવાર કરવામાં મદદ કરી શકે છે.

વિટામિન-સી યુક્ત ભોજન :

image source

આમળા, લાલ મરી, પીળા મરી, નારંગી, જામફળ અને પપૈયામાં વિટામિન-સી પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે અને તેમા એન્ટીઓકિસડન્ટ અને ઈમ્યુનીટી વધારવાના ગુણ પણ સમાવિષ્ટ છે. તો એકવાર આ ભોજનને તમારા રોજીંદા ભોજનમા સમાવેશ કરો અને નીરોગી શરીર મેળવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત