સાયકલ ચલાવવાથી મળે છે આ 10 મોટા ફાયદા, જાણીને આજથી શરૂ કરો સાયકલિંગ

દર વર્ષે 3 જૂનને વર્લ્ડ બાયસિકલ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. સાયકલ ચલાવવાથી પ્રકૃતિની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. નિયમિત રીતે સાયકલ ચલાવવું તમને ફિટ અને હેલ્ધી બનાવે છે. આ સિવાય જો તમે અનેક ગંભીર બીમારીથી બચાવ કરવા ઈચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તે તમારી અસ્વસ્થ જીવનશૈલીને સુધારવામાં મદદ કરે છે. તો આવો આ આર્ટિકલમાં જાણીએ ક્યારથી અને શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને તેનાથી તમને કયા ફાયદા મળે છે.

ક્યારથી અને શા માટે મનાવાય છે વર્લ્ડ બાયસિકલ ડે

image source

2018માં એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 3 જૂનને વિશ્વ બાયસિકલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો ત્યારથી આ દિવસ ઉજવવામા આવે છે. તેને મનાવવા પાછળનું કારણ સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથેના મળતા ફાયદાને વિશે લોકોને જાણકારી આપવાનો છે. સાયકલ ચલાવવાનું સસ્તુ અને ફાયદા રૂપ છે. તો જાણો સાયકલ ચલાવવાથી થતા સ્વાસ્થ્યને થતા મોટા ફાયદા વિશે પણ.

સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્યને મળતા આ મોટા ફાયદા તમે ભાગ્યે જ જાણતા હશો

સાયકલ ચલાવવું એક સારી કસરત છે, તેનાથી શરીર પર તણાવની સ્થિતિ ઓછી રહે છે.

સાયકલ ચલાવતા શરીરના વધઆરે મસલ્સ ગ્રૂપ એક્ટિવ હોય છે. તેનાથી સંપૂર્ણ ફિટનેસ મળે છે.

સાયકલના ફાયદામાં સ્ટેમિના, સ્ટ્રેન્થ અને એરોબિક ફિટનેસ પણ સામેલ છે.

image source

સાયકલિંગ વર્કઆઉટને તમે તમારી રીતે કંટ્રોલ કરી શકો છો. તેનાથી ઇન્ટેસિટી લોથી હાઈ કરી શકાય છે.

તમે સાયકલિંગ વર્કઆઉટને મજેદાર બનાવી શકો છો. આ માટે તમે તમારા કોઈ દોસ્ત કે પાર્ટનરની સાથે સાયકલ ચલાવી શકો છો. આ સિવાય ફરવા માટેની કોઈ ખાસ જગ્યા પણ નક્કી કરી શકો છો.

સાયકલિંગ કરવાથી તમારી કાર્ડિયોવૈસ્ક્યુલર ફિટનેસ વધે છે.

સાયકલિંગ કરવાના કારણે તમારા સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે.

સાયકલિંગ કરવાથી હાડકા મજબૂત થાય છે.

image source

સાયકલિંગ કરવાના કારણે બોડી ફેટ પણ ઘટે છે અને વજન ઓછું થાય છે.

આ સિવાય સાયકલિંગ કરવાથી ડાયાબિટિસથી રાહત મળી રહે છે.

તો હવે આ તમામ ઉપાયો જાણ્યા પછી તમે પણ આજથી જ સાયકલિંગને શરૂ કરો અને તમારા બોડીને ફિટ અને હેલ્ધી રાખો તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *