Site icon News Gujarat

ધોનીની શાકભાજી અને સ્ટ્રોબેરીના દિવાના થયા રાંચીના લોકો, આવક જાણીને ચોંકી ઉઠશો તમે પણ

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ રાંચી શહેરના લોકોને પોતાના ખેતરની જૈવિક શાકભાજી અને ફળો ખવડાવી રહ્યા છે. ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર બેટિંગ અને ચતુર કેપ્ટનશીપથી લોકોનું દિલ જીતનારા મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફોર્મ હાઉસમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ઉગાડી રહ્યો છે. તેના ફોર્મ હાઉસમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીની રાંચીમાં સારી માંગ છે.

image source

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ફાર્મહાઉસમાં સ્ટ્રોબેરીની ખેતી પણ કરી છે. તેના ફાર્મહાઉસ 10 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું છે. મહેન્દ્રસિંહ ધોનીએ આટલા મોટા પાયે સ્ટ્રોબેરી ઉગાડીને લગભગ 30 લાખની કમાણી કરી છે. સ્ટ્રોબેરીની સાથે, ધોનીના ફાર્મહાઉસમાં તરબૂચ અને શકરટેટીનું પણ ઉત્પાદન કર્યું છે. ફાર્મહાઉસ દરરોજ 300 કિલો તરબૂચ અને 200 કિલો શકરટેટીનું ઉત્પાદન થાય છે.

image source

40 એકરમાં ફેલાયેલા મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મહાઉસની સૌથી વિશેષ બાબત એ છે કે તે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરે છે. આને કારણે તેના ફાર્મહાઉસનાં ફળ અને શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બજારમાં પણ તેની સારી માંગ રહે છે. મહેન્દ્રસિંહ ધોનીએ એક એકરમાં કેપ્સિકમની પણ ખેતી કરી છે. નોંધનિય છે કે ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં ટમેટા ઉપરાંત મોટા પ્રમાણમાં ફ્લાવર અને મટરની ખેતી પણ કરી છે. ધોનીને મટર ઘણા પસંદ છે.

image source

ફળો અને શાકભાજી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની હવે રાંચી બજારમાં કડકનાથ મરઘાને વેચવાની પણ તૈયારી કરી રહ્યો છે. તેમણે મોટા પ્રમાણમાં મરઘા પાળવા અને વેચવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે, આ મરઘાનું માંસ અન્ય માંસ કરતા એકદમ અલગ હોય છે. બજારમાં કડકનાથ ચિકનનો ભાવ પ્રતિ કિલો 600 થી 1000 રૂપિયા છે.

image source

તમને જણાલી દઈએ કે એમ એસ ધોનીએ પોતાના 40 એકરના ફાર્મ હાઉસમાંથી 3 એકરમાં ફક્ત ટમેટાની ખેતી કરે છે. TO 1156 નામના આ ટમેટા બજારમાં 40 રૂપિયા કિલોને ભાવે વેચાઇ રહ્યા છે. તોબીજી તરફ રાંચીના સૈંબોમાં ધોનીનું એક ફાર્મ હાઉસ પણ છે. અહીં ટમેટાની સાથે બીજા શાકભાજી પણ ઉગાડવામાં આવી રહ્યા છે. આ ટમેટાની માર્કેટમાં સારી માગ છે. જાણકારોનું કહેવુ છે કે ધોનીના ફાર્મહાઉસના ટમેટા ખાસ પ્રકારના છે. તેથી જ બજારમાં તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ઉપરાંત ધોની ઇચ્છે છે કે તેની સાથે જે એક પુરી ટીમ ખેતી કાર્યો સાથે જોડાયેલી છે ફાર્મ હાઉસમાં વેચવામાં આવી રહેલી શાકભાજી તેમની કમાણીનો સ્ત્રોત બને. જેથી તેમનુ ગુજરાન સારી રીતે ચાલે.

image source

રસપ્રદ વાત એ છે કે ધોનીને મહાન ક્રિકેટર હોવાની સાથે હવે ઝારખંડનો ટોપ પશુપાલક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે, તેની ઓર્ગેનિક ખેતીને જોતા, અપેક્ષા કરી શકાય છે કે આગામી દિવસોમાં તેને બેસ્ટ ફાર્મર તરીકે પણ સન્માનિત કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version