જાણો ક્યારે અને કેવી રીતે સાફ કરશો ઈયરફોન, ભૂલથી પણ ન કરશો કોઈની સાથે શેર

જ્યારે તમે ઇયરફોન યૂઝ કરો છો ત્યારે જ તમારે કેટલીક સાવધાની પણ રાખી લેવાની જરૂર છે. નાની નાની સાવધાનીથી તમે ઇયરફોનને લાંબા સમય સુધી યૂઝ કરી શકો છો. ભોપાલના ઇએનટી સ્પેશ્યલિસ્ટ ડૉ. પ્રદીપ ચૌરેનું કહેવું છે કે ઇયરફોન ક્યારેય શૅર કરવો જોઇએ નહીં. અઠવાડિયામાં ઓછામાં ઓછો 1 વાર તેને સારી રીતે સાફ કરવો જોઇએ. અમે આપને જણાવી રહ્યું છે ઇયરફોન સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ. જે ઘણી કામમાં આવી શકે છે.

image source

જાણો શા માટે ક્યારેય ઇયરફોનને શૅર ન કરવો જોઇએ… જાણી લો આ 13 વાતો

લિક્વિડ અને હાઇ હ્યૂમિડિટીથી ઇયરફોનને બચાવો. લિક્વિડ તમારા ઇયરફોનને ખરાબ કરી શકે છે.

એક નક્કી સમયે ઇયરફોનને ક્લીન કરો. એક્સપર્ટ્સનું કહેવું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછો 1 વાર ઇયરફોન સારી રીતે સાફ કરો.

ઇયરફોનની સફાઇ કરતી સમયે ધ્યાન રાખો કે ક્યારેય પણ વોટર અને ક્લીનિંગ પ્રોડક્ટને એક સાથે મિક્સ ન કરો.

સફાઇ માટે તમે એક કોટન કપડું લઇને ગરમ પાણી સાથે ઇયરફોન સાફ કરી શકો છો.

image source

આ કામ માટે ડ્રાય ટૂથબ્રશનો યૂઝ પણ કરી શકાય છે. તેનાથી ઇયર ટિપ્સની અંદર સુધી ડર્ટ સાફ થઇ જશે.

સતત યૂઝ કરવાથી ઇયર કુશન ખરાબ થાય છે. આ માટે એક ચોક્ક્સ સમયે કુશન અને ઇયર ટિપ્સ ચેન્જ કરાવી લેવા જોઇએ.

ઇયર ટિપ્સમાં ક્યાંક વધારે ગંદગી રહી ગઇ હોય તો ટૂથપિકની મદદથી તેને સાફ કરો.

હેડફોન્સને હંમેશા ક્લીન કે ડ્રાય જગ્યાએ રાખો. તેને સારા રાખવા માટે તમે કેસનો ઉપયોગ કરી શકો છો. ઇયરફોનને ક્યારેય પણ વધારે કે ઓછા ટેમ્પ્રેચરમાં ન રાખો.

ઇયરફોન કેસમાં રાખતી સમયે આંગળીની મદદથી 8ના શેપમાં ફોલ્ડ કરો. તેનાથી વાયરિંગમાં પણ કોઇ સમસ્યા આવશે નહીં.

image source

વધારે સમય સુધી ઇયરફોન કાનમાં લગાવી રાખવાથી તેમાં ભેજ આવે છે અને ગરમીની સીઝનમાં તેને સારી રીતે સૂકવવાનું પણ જરૂરી બને છે.

કાનમાં વેક્સ, ડેડ સ્કિન સેલ્સ અને બેક્ટેરિયા પણ હોય છે. એવામાં જો કોઇ અન્યની સાથે ઇયરફોન શૅર કરો છો તો તે ખતરનાક હોઇ શકે છે.

જેમ તમે તમારા મોજાં, ટૂથબ્રશને કોઇની સાથે શૅર કરતા નથી તેમ ઇયરફોન શૅરિંગથી પણ બચવું જોઇએ. તેનાથી જર્મ્સ ફેલાવવાની શંકા રહે છે.

image source

ઇયર ટિપ્સની સાઇઝ એવી હોવી જોઇએ, જે તમારા કાનમાં સારી રીતે ફિટ થઇ શકે. તેને દબાવવું કે જબરદસ્તી પુશ કરવું યોગ્ય નથી. તેનાથી ઇયરફોન ડેમેજ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *