હાલમાં મોબાઈલ રિચાર્જને લઈને ખુબ સારા પ્લાન આવી ગયાં છે. હવે મોબાઈલ ફોનને 1 વર્ષ સુધી રિચાર્જ કરવાની તમને ચિંતા રહેશે નહીં કારણ કે 365 દિવસ સુધી ચાલી શકે તેવાં પ્લાન હવે બધી કંપનીઓ આપી રહી છે. આજે અહીં રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન અને આઈડિયાના 365 દિવસ ચાલતા સસ્તી પ્રિપેડ પ્લાન આપી રહ્યાં છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. આ એક વર્ષનાં પ્લેનમાં તમને કોલિગ અને એસએમએસની સાથે ડેટા પણ આપવામાં આવે છે.
મળતી માહિતી મુજબ 1498 રૂપિયામાં એરટેલનો પ્લાનમાં તમે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે 365 દિવસની વેલિડિટી સાથે એરટેલ પર આ લાભ લઈ શકશો. આ પ્લાનની કિંમત 1498 રૂપિયા છે. આમાં ગ્રાહકોને દિવસની કોઈ પણ મર્યાદા વિના 24 જીબી ડેટા આપવામાં આવે છે અને સાથે સાથે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલ અને 3600 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
ગ્રાહકોને આ સાથે એક મહિના માટે મોબાઈલ એડિશન માટે ફ્રી ટ્રાયલ પણ મળે છે. આ સિવાય એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. 1499 રૂપિયાનો વોડાફોન રિચાર્જ પ્લાન ફાયદા તેમજ કિંમતની બાબતમાં વોડાફોન પ્લાન એરટેલ જેવો જ છે. આમાં ગ્રાહકોને દૈનિક મર્યાદા વિના 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 3600 એસએમએસ મફત આપવામાં આવી રહ્યાં છે. આ સિવાય ગ્રાહકોને પ્રાઈમ વીડિયોની એક્સેસ મળે છે.
આ સાથે આ પ્લાનની મહત્વની વાત જણાવી દઈએ કે વીકએન્ડ ડેટા રોલઓવર અને ફ્રી નાઇડ ડેટા ઘણી કંપનીઓ આપે છે પણ અહી તમને આ પ્લાનમાં આપવામાં નથી આવી રહ્યાં. હવે વાત કરીએ જિયોના પ્લાનની તો જિયો 2399 રૂપિયામાં રિલાયન્સ જિયોનો પ્લાન આ જિયો પ્લાન ત્રણેયમાં અન્ય કંપનીઓની સરખામણીમા સૌથી મોંઘો છે. પરંતુ તેની સાથે તમને તેનાં ફાયદા પણ આપવામાં આવ્યાં છે.
આ પ્લાન 365 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપે છે. આ સાથે 10 જીબી ડેટા વધારાના પણ મેળવી શકાય છે. આ રીતે કુલ ડેટા 740 જીબી બને છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ પણ આપવામાં આવ્યા છે. ગ્રાહકોએ એક વર્ષ માટે ડિજિપ્લસ હોટસ્ટાર પર સબ્સ્ક્રાઇબ પણ ફ્રીમા મેળવી શકાય છે. આ સાથે જિયો એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ તમને આપવામા આવી રહ્યુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!