Site icon News Gujarat

એક સર્વેમાં અમેરિકમાં વસતા ભારતીય મૂળનાં લોકો વિશે થયો મોટો ખુલાસો, જાણીને તમને પણ ભારેભાર દુ:ખ થશે

ભારતના લોકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વેપાર કરવા માટે મશહૂર છે. દુનિયાનાં અનેક દેશોમાં ભારતીય મૂળાના લોકો વસેલા છે અને દરેક જગ્યાએ તેઓ શાંતિથી વસવાટ કરી રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની વસવાટની સંખ્યા ઘણી મોટી છે. લાંબા સમયથી આમ તો ભારતીયો સુખ શાંતિથી ત્યાં રહે છે પરંતુ પાછલા એક વર્ષ દરમિયાન તેઓ સતત ભેદભાવનો સામનો કરવો પડયો હોવાના સમાચાર મળ્યાં છે.

image source

આ મુદ્દો હવે ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં વસતાં દરેક બે ભારતીય અમેરિકનમાંથી એક ભેદભાવનો શિકાર બની રહ્યાં છે. મળતી માહિતી મુજબ હાલમાં અમેરિકામાં વંશીય ભેદભાવની અનેક ઘટનાઓ સામે આવી રહી હતી. આ પછી ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન અમેરિકન એટિટયૂડ્સ સર્વે જોહન હોપકિન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને કાર્નેગીએ પોલિંગ ગ્રૂપ YouGov સાથે મળીને આ રીપોર્ટ તૈયાર કર્યો છે. આ સર્વેમાં સામે આવ્યું હતું કે ત્યાંના અપ્રવાસી નાગરિકોની સંખ્યામાં ભારતીય અમેરિકનો બીજા નંબર પર છે.

image source

જાણવા મળ્યું છે કે આ સર્વે એક સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો અને તેમાં 1200 અમેરિકન ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વે બાદ મળેલી માહિતીમાંથી જાણવા મળ્યું હતું કે અમેરિકાની બહાર જન્મેલા અને તેમાં પણ જે લોકોનો જન્મ ભારતમાં થયો હોય તેવા અમેરિકન નાગરિકોની સરખામણીએ અમેરિકામાં જન્મેલા ભારતીય અમેરિકન્સ દ્વારા ફરિયાદની સંભાવના વધારે જોવા મળી રહી છે. આ ગંભીર બાબતમાં આ પછી જે ખુલાસો થયો તે વધારે ચોંકાવનાર હતો. સર્વે દરમિયાન સામે આવ્યું હતું કે ભલે અમેરિકામાં રહેતા હોય પણ 10માંથી 8 ભારતીય મૂળના લોકો પોતાના જ સમુદાયમાં જ લગ્ન કરી રહ્યાં છે.

image source

અમેરિકામાં જન્મેલા ભારતીય મૂળના નાગરિકના ભારતીય મૂળની વ્યક્તિ સાથે લગ્નની સંભાવના ચારગણી વધારે હોય છે. જો કે સર્વે એવું પણ કહે છે કે તેઓ અમેરિકામાં જન્મેલા ભારતીય મૂળની વ્યક્તિ સાથે લગ્ન કરવાનું વધારે પસંદ કરે છે. આમ આંકડાકીય માહિતી જોવા જઈએ તો અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોની વસ્તી કુલ વસ્તીના એક ટકાથી વધારે છે.

image source

આ સાથે વાત કરવામાં આવે 2018ના આંકડાની તો અમેરિકામાં ભારતીય મૂળના 42 લાખ લોકો વસવાટ કરી રહ્યાં છે. આ વચ્ચે આ બાબત સામે આવતા ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Exit mobile version