ચહેરાની રંગત 10 જ મિનિટમાં આવી જશે પરત, બસ અજમાવો આ ઘરેલું ઉપાયો

ઉનાળામાં ત્વચા પર ટેનિંગની સમસ્યા થઈ જતી હોય છે. આ વાત આમ તો સામાન્ય છે કારણ કે આવું બધા સાથે થાય છે. પરંતુ આ સમસ્યા વકરી શકે છે અને તમારી સુંદરતાને ડાઘ લગાડી શકે છે જો તમે તેનો ઈલાજ સમયસર ન કરો તો. ટેનિંગની અસર માત્ર ચહેરા પર નહીં હાથ અને પગ પર પણ થાય છે. તેવામાં જો ત્વચાની યોગ્ય રીતે સંભાળ રાખો નહીં તો ચહેરો તેની સુંદરતા ગુમાવી દે છે.

image source

ટેનિંગનો ઉપાય કરતાં પહેલા એ જાણવું જરૂરી છે કે ટેનિંગ હોય છે શું? આપણું શરીર સૂર્યની યૂવી કિરણોથી પોતાની રક્ષા કરવા માટે ત્વચાને ટૈન કરે છે. આપણી ત્વચામાં મેલાનિન નામનું કેમિકલ હોય છે જે આ કામ કરે છે. તે યૂવી કિરણોથી રક્ષણ કરવા માટે ત્વચાની સર્ફેસ પર કેમિકલ રિલીઝ કરે છે જેનાથી ત્વચા ડાર્ક થઈ જાય છે. તેવામાં તમે જેટલો વધુ સમય તડકામાં રહો તેટલી વધારે ત્વચા ડાર્ક થવા લાગે છે.

ટેનિંગથી બચવા માટે તડકામાં જવાનું થાય ત્યારે હંમેશા ચહેરા, હાથ અને પગને બરાબર કવર કરી લેવા જોઈએ. આ સિવાય ટેનિંગ થઈ જાય તો તેને દૂર કરવા માટે તમે અહીં દર્શાવેલા ઘરગથ્થુ ઉપાયોમાંથી કોઈપણ ઉપાયનો પ્રયોગ કરી શકો છો. આ ઉપાય તમારી ત્વચાને 10 મિનિટમાં જ ફરીથી ચમકતી-દમકતી કરી દેશે.

image source

1. એલોવેરામાં એન્ટી ઈન્ફ્સામેટ્રી ગુણ હોય છે. તે ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા મેલાનિનના પ્રભાવને ઘટાડે છે. તેનાથી ટેનિંગ દૂર થાય છે.

2. હળદર ત્વચા માટે ખૂબ ગુણકારી છે આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તે ત્વચાનું ટેનિંગ પણ દૂર કરી શકે છે. હળદર લગાવવાથી ત્વચા નેચરલ પ્રોએક્ટિવ ઓઈલ રિલીઝ કરે છે જે ટેનિંગને ઠીક કરે છે.

image source

3. ટામેટા ટેનિંગ માટે બેસ્ટ ઉપાય છે. તે ખૂબ ઝડપથી અસર પણ કરે છે. ટેનિંગને દૂર કરવા માટે ટામેટાનો પ્રયોગ સૌથી વધુ અસરકારક છે. તેના માટે એક ટામેટાને મેશ કરી અને ચહેરા તેમજ ગળા પર લગાડી લેવું. 10થી 15 મિનિટ તેને રાખી અને ચહેરો સાફ કરી લેવો. આ કામ દિવસમાં 3 વાર કરવું.

4. ચણાનો લોટ પણ ટેનિંગને દૂર કરે છે. તેના માટે ચણાના લોટમાં ઓલિવ ઓઈલ ઉમેરી તેનો ફેસપેક બનાવવો અને તેને ચહેરા પર લગાવી દેવો.

image source

5. દૂધ અને કેસરને મિક્સ કરી અને 30 મિનિટ માટે ચહેરા પર લગાવી દેવું. તેનાથી પણ લાભ થાય છે.

6. ચાર ચમચી ચંદનનો પાવડર લઈ તેમાં ગુલાબ જળ ઉમેરી તેને ચહેરા પર લગાવી દેવુ. તેનાથી સનબર્નથી પણ આરામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *