મોંઘા ફાસ્ટેગથી બચવા અપરાધીઓએ અપનાવ્યો આ કીમિયો, અધિકારીઓ પણ થઈ ગયા દંગ

દેશભરમાં અનેક વાર ફાસ્ટેગની ડેડલાઈનને વઘારીને 15 ફેબ્રુઆરીથી તેને લાગૂ કરાયો છે. ટોલ બૂથ પર લાંબા જામથી રાહત આપવા માટે ફાસ્ટેગને અનિવાર્ય બનાવી જેવામાં આવ્યું છે. નિયનું ઉલ્લંધન કરવામાં આવશે તો જે તે વ્યક્તિ પાસેથી દંડ અને બમણો ટોલ ટેક્સ લેવાની જોગવાઈ પણ નિયમાનુસાર રાખવામાં આવી છે.

image source

સરકારને આશા હતી કે ફાસ્ટેગથી લોકોની મુસ્કેલીઓ દૂર થશે અને સાથે સાથે રેવન્યૂમાં પણ વધારો થશે. પરંતુ મોંઘા ટેક્સથી બચવા માટે કેટલાક લોકોએ ખાસ રીત અપનાવી છે અને તેને જોઈને અધિકારીઓ દંગ રહી ગયા છે. આ રીતથી સરકારને નુકસાન થઈ રહ્યું છે.

image source

તપાસમાં સામે આવી છે આ વાત

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રિય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓએ જ્યારે તપાસ કરી તો તેઓ હેરાન થઈ ગયા. તપાસમાં ખ્યાલ આવ્યો કે ટોલ પાર કરનારી ગાડીઓ અલગ છે અને ફાસ્ટેગ કોઈ અલગ કારનું લાગેલું છે. આ મામલો યૂપીમાં સામે આવ્યો છે. સરકારને શંકા છે કે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની હરકત આવી હશે. ઘટના સામે આવતા જ અધિકારીઓએ પણ આશ્ચર્ય અનુભવ્યું છે અને સાથે જ આ વિશેની તપાસ પણ શરૂ કરી છે.

image source

નાની ગાડીનું ફાસ્ટેગ, જો નિકળી રહ્યા છે વાહન

ટોલ પર નાના વાહનોથી લઈને મોટા વાહનોથી અલગ અલગ ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારથી ફાસ્ટેગને અનિવાર્ય કરી દેવાયો છે ત્યારેથી જ્યારે તમારી ગાડી ટોલ નાકાની પાસે જાય છે ત્યારે ટોલ પ્લાઝા પર લાગેલું સેન્સર તમારા વાહનના વિંડસ્ક્રીન પર લાગેલા ફાસ્ટેગને ટ્રેક કરી લે છે. આ પછી તમારા ફાસ્ટેગ એકાઉન્ટથી પેમેન્ટ કટ થી જાય છે. અપરાધી ફાસ્ટેગને ખૂબ જ ચતુરાઈ સાથે યૂઝ કરી રહ્યા છે.

image source

કેટલીક ગાડીના ટોલ પાર કર્યા બાદ જાણવા મળ્યું છે કે તેની પર લાગેલું ફાસ્ટેગ નાની ગાડીઓનું હતું. એવામાં લગભગ 300થી લઈને 500 સુધીની ટેક્સની ચોરી કરાય છે. જેનાતી સરકારને દિવસના અંતે મોટું નુકસાન થાય છે. ફાસ્ટેગ જાહેર કર્યાની તારીખની વૈધતા આવનારા 5 વર્ષ સુધીની હોય છે.જો તમે ફાસ્ટેગ રિચાર્જ કર્યું છે તો લાંબા સમય સુધી હાઈવે પર સફર કર્યું કે નહીં તેનાથી કોઈ ફરક પડશે નહીં. આ રિચાર્જ ફાસ્ટેગની વૈધતા પર આધાર રાખે છે.

image source

જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી ત્યારે સરકારે જે હેતુથી ફાસ્ટેગ અનિવાર્ય કર્યું હતું તેને પૂરો કરી શકાયો નથી અને સાથે આવા કેટલાક લોકોના કારણે સરકારને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!