ફટકડીનું પાણી પીવાથી કોરોના સંક્રમણથી બચી શકાય એવી વાતમાં માનનારા ખાસ આ સમાચાર વારંવાર વાંચે

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં આતંક મચાવ્યો છે. એક તરફ હોસ્પિટલો કોરોના દર્દીઓથી છલકાઈ ગઈ છે તો બીજી તરફ વેક્સિન, ઇન્જેક્શન અને બેડ માટે લોકો લાઈનો લગાવી રહ્યાં છે. વધતા જતા આંકડોઓની સાથે લોકોમાં ભયનું વાતાવરણ પણ છે. દેશના દરેક રાજ્યની સ્થિતિ ખરાબ છે. આ સમયે લોકો કોરોના વાયરસથી બચાવવા માટે વિવિધ ઘરેલું ઉપાય પણ અપનાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ઘરેલું ઉપચાર પણ વાયરલ થઈ રહ્યા છે. અહીં હાલમાં વાયરલ થઈ રહેલો એક ઘરેલુ ઉપચાર વિશે વાત થઈ રહી છે.

फिटकरी (प्रतीकात्मक तस्वीर)
image source

મળતી માહિતી મુજબ આજકાલ એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવે છે કે ફટકડીનાં પાણીના સેવનથી કોરોના વાયરસનો ચેપ ટાળી શકાય છે અને તે ચેપગ્રસ્ત વ્યક્તિને સ્વસ્થ પણ બનાવી શકે છે. વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે ખોરાક લીધા પછી અડધા ગ્લાસ પાણીમાં ફટકડી ઓગળીને પીવાથી કોરોનાનો ચેપ દૂર કરી શકાય છે.

फेक न्यूज बनाम असली न्यूज
image source

વાયરલ થઇ રહેલી આ પોસ્ટમાં વ્યક્તિ એવો દાવો પણ કરી રહ્યો છે કે આ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને ચેપગ્રસ્ત વ્યક્તિ પણ સ્વસ્થ થઈ શકે છે. પરંતુ પીઆઇબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ વીડિયો બનાવટી સાબિત થયો હતો.

फिटकरी (प्रतीकात्मक तस्वीर)
image source

પીઆઇબી દ્વારા આ બાબતે આપેલી માહિતી મુજબ ફટકડી અંગેનો આ દાવો એકદમ ખોટો છે. આ પાછળનું કારણ કહેવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ફટકડીનાં અને પાણીનાં ઉકાળા દ્વારા કોરોના ચેપને દૂર કરી શકાય છે. જાણવા મળ્યું છે કે ફટકડીનાં પાણીના સેવનથી કોઈ પણ આરોગ્ય નિષ્ણાંતે કોરોના ચેપને નાબૂદ કરવા વિશે કશું કહ્યું નથી. કોવિડ -19થી પોતાનું રક્ષણ કરવાની આડમાં કોઈ પણ બનાવટી સમાચારોથી બચવું જોઈએ.

वायरल वीडियो की पड़ताल
image source

મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાથી બચવા માટે અનેક ઘરેલુ ઉપચાર સામે આવી રહ્યાં છે. આ સમયે લોકો આવી ખોટી અફવા તરફ ન વળે તે માટે સરકાર દ્વારા પીઆઈબીની સ્થાપના કરી છે. પીઆઈબી એટલે બનાવટી સમાચાર વગેરે અંગે ચકાસણી કરવી. ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)એ આ સમાચારની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ બનાવી છે.

फिटकरी (प्रतीकात्मक तस्वीर)
image source

આથી જો તમને પણ કોઈ સોશિયલ મીડીયાનાં માધ્યમ દ્વારા આવી નવા ઘરેલુ ઉપચાર કે અન્ય દવાઓ વિશે જણાવવામાં આવે છે તો આડેધડ તેનો ઉપયોગ કરવો નહીં અને સાચી માહિતીની ચકાસણી કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત