ફર્સ્ટ ટાઇમ મેક અપ કરી રહ્યા છો? તો ફોલો કરો આ ટિપ્સ, નહિં તો ચહેરો લાગશે બહુ ગંદો

જો તમે પહેલી વાર મેકઅપ કરી રહ્યા છો ગભરાવાની જરૂર નથી. તમે જાતે જ ઘરે પોતાનો મેકઅપ સરળતાથી કરી શકો છો. પહેલી વાર મેકઅપ કરતી વખતે અમારા જણાવેલ 20 મેકઅપ ટિપ્સ તમારે ખૂબ જ કામ આવશે.

1) મેકઅપ કરતા પહેલા ચહેરાને માઈલ્ડ ફેશવોશ કે હુંફાળા પાણીથી ધોઈ લો.

image source

2) મેકઅપ કરતા પહેલા તમારીमे સ્કિન પર 5 10 મિનિટ સુધી બરફ ઘસી લો.

3) મેકઅપ કરતા પહેલા ઓઇલ ફ્રી મૌશ્ચરાઇઝરથી ચહેરા પર મસાજ કરો.

4) હવે પહેલા માથા, નાક અને ગાલ પર ફાઉન્ડેશનને ડોટ્સ લગાવીને આંગળીઓથી ધીમે ધીમે થપથપાવીને ફાઉન્ડેશનને બ્લેન્ડ કરો. તમે ઈચ્છો તો ભીના સ્પોનજથી પણ ફાઉન્ડેશનને સારી રીતે બ્લેન્ડ કરી શકો છો..

5) આઇશેડોના બેસ તરીકે આઇલીડ પર પણ ફાઉન્ડેશન એપ્લાય કરો.

image source

6) ફાઉન્ડેશન લગાવ્યા પછી કોઈ ડાઘા દેખાય તો કન્સિલરની એને કવર કરી લો. નાના બ્રશ કે સ્પોનજથી એ ભાગ, ખાસ કરીને જોલાઈનની નીચે અને નાકની આસપાસ કન્સિલર લગાવો. આંગળીઓથી હળવેથી થપથપાવો જેથી કન્સિલર સારી રીતે સેટ થઈ જાય.

7) આંખોની આજુબાજુ કન્સિલર અને ફાઉન્ડેશન સેટ કરવા માટે એક નાનકડા બ્રશને લુઝ પાઉડરમાં ડીપ કરીને હળવાશથી ડસ્ટ કરો.

8) હવે ફાઉન્ડેશન સાથે મેચ કરતો ટ્રાન્સલુસેન્ટ પાઉડર એપ્લાય કરો. એક મોટા રાઉન્ડ બ્રશથી થોડો ટ્રાન્સલુસેન્ટ પાઉડર ડસ્ટ કરો. મેટ ફિનિશ માટે હળવો પાઉડર પફ લગાવો.

9) ઘરથી નીકળતી વખતે ટચઅપ માટે સ્ટીક ફાઉન્ડેશન સાથે રાખો અને જ્યારે પણ જરૂરત હોય મેકઅપને ફ્રેશ ટચઅપ આપવા માટે સ્ટીક ફાઉન્ડેશન એપ્લાય કરી લો.

image source

10) જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ છે તો લાઈટ શેડની ફાઉન્ડેશન ક્રીમ લગાવો અને એને ડાર્ક એરિયા સાથે બ્લેન્ડ કરી દો.

11) જો ઉતાવળમાં હોવ અને આંખોના મેકઅપ માટે વધુ સમય ન હોય તો બ્રાઉન આઈશેદોનો એકદમ ડાર્ક શેડ લો અને આઇલીડ પર બ્રશની મદદથી સ્મજ કરો. ઘણું બધું મસ્કરા લગાવો અને નીચલા લીડ પર કાજલ લગાવો.

12) સ્મોકી આઈ મેકઅપ કરવા માંગતા હોવ તો ડાર્ક ગ્રે આઈશેડો આંખોની ઉપરની બાજુના આઇલીડ પર લગાવીને સારી રીતે સ્મજ કરો. વધુ સ્મોકી લુક માટે ગ્રે આઈશેડોની ઉપર બ્લેક આઈશેડો લગાવો અને બન્નેને મોટા બ્રશથી બ્લેન્ડ કરી લો. એ પછી લેશલાઈન પર આઈલાઈનર લગાવો. પછી સ્મજર બ્રશ કે આઈ બડની મદદથી આઈલાઈનરને સારી રીતે સ્મજ કરી લો. છેલ્લે કાજલ લગાવો.

image source

13) હવે ચીક બોનને હાઇલાઇટ કરવા માટે બ્લશર એપ્લાય કરો. બ્લશરને ચીકબોનથી કાન તરફ લઈ જતા એપ્લાય કરો. એ વાતનું ધ્યાન રાખો કે બ્લશર અને લિપસ્ટિકનો શેડ મેચ થતો હોય.

14) જો તમે આઈ મેકઅપને હાઇલાઇટ કરવા માંગતા હોય તો લિપ મેકઅપ લાઇટ રાખો એટલે કે પિંક, પિચ જેવા લાઈફ શેડની લિપસ્ટિક લગાવો. જો તમે આઈ મેકઅપ લાઈટ કરી રહ્યા છો તો રેડ, મરૂન, ઓરેન્જ જેવા બ્રાઇટ કલરની લિપસ્ટિક લગાવો..

15) લિપસ્ટિક લગાવવા માટે લિપ બ્રશનો ઉપયોગ કરો. એનાથી લિપસ્ટિક હોઠ પર સમાન રીતે એપ્લાય થશે અને લાંબા સમય સુધી ટકી રહેશે.

image source

16) જો તમારા હોઠ બહુ પાતળા છે તો લીપલાઈનની થોડી બહારની તરફ આઉટલાઇન કરો અને એ પછી લિપસ્ટિક લગાવો.

17) જો તમારા હોઠ ઝાડા હોય તો લીપલાઈનની અંદરની તરફથી આઉટલાઈન કરો. પહેલા હોઠ પર હળવો શેડ લગાવો, પછી બન્નેના સેન્ટરમાં ડાર્ક શેડ લગાવી બ્રશથી બ્લેન્ડ કરો.

18) હોઠોનો આકાર મોટો બતાવવા માટે બ્રાઇટ કલરની લિપસ્ટિક લગાવો. અને એને નાનો બતાવવા માટે ડાર્ક કલરની લિપસ્ટિક લગાવો.

19) છેલ્લે લિપ ગ્લોસ લગાવો.

image source

20) છેલ્લે કોમ્પેકટથી મેકઅપને એકવાર ફરી ટચઅપ કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!