લોકડાઉનમાં ઘરે બેસીને એક પણ પૈસાના રોકાણ કર્યા વગર કરવા માગો છો એક્સ્ટ્રા કમાણી? તો જાણી લો માહિતી

કોરોના વાયરસને કારણે દેશના ઘણા શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ છે. લોકડાઉનમાં દરેક માણસ વિચારી રહ્યો છે કે કઈ રીતે પૈસા કમાવવા. જો તમે પણ આ દિવસોમાં ઘરે છો અને વધારાની આવક માટે કોઈ કામ શોધી રહ્યા છો તો આ માહિતી તમારાં માટે જ છે.

image source

અહી તમને કેટલાક આઇડિયા આપવામાં આવ્યાં છે જેમાં તમારે કોઈ પણ રકમનું રોકાણ કરવું નહીં પડે અને તમે ઘરે બેઠા બેઠા સારા પૈસા કમાઇ શકશો. આ કામોમાં તમારા ટેલેન્ટ આધારે કામ મળે છે અને જો તમારામાં ટેલેન્ટ છે તો તમે અહી સારી એવી કમાણી કરી શકશો. અહી તમે તમારી વર્ક પ્રોફાઇલનાં આધારે પણ કામની પસંદગી કરી શકશો.

લોકડાઉનમાં વધારાની કમાણીની આ રીતો આ મુજબ છે

ઓનલાઇન ક્લાસ:

image source

મોટાભાગનાં વિદ્યાર્થીઓ આ કોરોનાકાળમાં ઓનલાઇન ક્લાસ દ્વારા અભ્યાસ કરી રહ્યાં છે. જો તમે આ અગાઉ ભણાવાનું કામ કર્યું હોય તમારા માટે આ એક સારો વિકલ્પ છે. આ સિવાય જો તમને કોઈ પણ એક ક્ષેત્રનું સારું નોલેજ છે તો તમે તેનાં પણ ઓનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. આ માટે તમારે ફક્ત માર્કેટિંગ કરવું પડશે અને તમે ઘરેથી જ ક્લાસ લઈને તમે સારી આવક મેળવી શકશો.

યુ-ટ્યુબ દ્વારા:

image source

જો તમે યુ-ટ્યુબથી સારા પૈસા કમાવવા માંગતા હોવ તો આ માટે તમારે ફક્ત તમારો એક વીડિયો બનાવવો પડશે અને તે વીડિયોને યુ-ટ્યુબ પર અપલોડ કરવો પડશે. જો કે આ કરતી વખતે તમારે કેટલીક ટેક્નિકલ બાબતોનું ધ્યાન રાખવું પડશે. બસ થોડી ઘણી નવી બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા વીડિયો પર મળેલાં વ્યુને સરળતાથી પૈસામાં બદલી શકો છો. તમારું યુનીક કન્ટેન્ટ જ તમને વધુ આવકમાં અપાવામાં મદદ કરશે. જો કે અહી એ ધ્યાનમાં રાખવું કે અહી થતી 45 ટકા આવક યુ-ટ્યુબને મળે છે અને બાકીની 55 ટકા રકમ તમને મળે છે. મળતી માહિતી મુજબ આ આવક તેનાં પર વીડિયો પર આવતી એડમાથી મળે છે. જે રીતે તમારાં વીડિયો પર વ્યુ વધતાં જશે તેમ તેમ તમારી આવકની રકમ પણ વધતી જશે.

ફ્રીલાન્સ કામ:

image source

ફ્રીલાન્સ વર્ક દ્વારા તમે ઘણા પૈસા કમાઈ શકો છો અને ઘણા લોકો ફ્રીલાન્સ દ્વારા હાલમાં સારી આવક મેળવી પણ રહ્યાં છે. જો કે તેના પણ ઘણાં પ્રકાર હોય છે. ફ્રીલાન્સનાં આ કામમાં તમારા ટેલેન્ટ મુજબ તમે કામ પસંદ કરી શકો છો જેમ કે જે તેમને ફોટોગ્રાફી ગમે છે તો તે કરી શકો છો, લેખન, એડિટિંગ, ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. આ કામમાં તમારી જેવી કુશળતા હશે તે મુજબ તમને પૈસા પણ અહી મળી જશે.

કાર ભાડે આપો:

image source

જો તમારી પાસે કાર છે અને કારનો હાલ તમે કોઈ ઉપયોગ કરી રહ્યાં નથી તો તમે તેને ભાડેથી આપી શકો છો અને પૈસા કમાઈ શકો છો. તમે કારને ભાડે આપવા સમયે તમારી મરજી મુજબ પૈસા નક્કી કરી અને ભાડે આપી શકો છો.

વેબસાઇટ દ્વારા:

image source

લોકડાઉન દરમિયાન લોકોએ અલગ અલગ આઇડિયા દ્વારા વેબસાઇટ્સ બનાવી અને તેમાંથી ઘણાં પૈસા કમાયા છે. ઉદાહરણ તરીકે ઘણાએ ઓનલાઇન સ્ટાર્ટઅપ્સ દ્વારા સારી આવક મેળવી છે. ઓનલાઇન વેબસાઇટ પર તમારી પાસે કઈ પણ નવા આઇડિયા છે તો તેને તમે અજમાવી શકો છો અને આવક પણ કરી શકો છો.