Site icon News Gujarat

ગરમીમાં વાળની સમસ્યામાં રાહત આપે છે 5 દેશી અને ઘરેલૂ ઉપાયો, કરશે તમારી મદદ

ગરમીની સીઝનમાં હેર ફોલ થવાનું સૌથી મોટું કારણ છે સ્કેલ્પમાં પરસેવો થવો. જેના કારણે વાળમાં ભેજ રહે છે અને વાળ તૂટવા લાગે છે. એવામાં હેરફોલને રોકવાનું જરૂરી બને છે. તેના માટે કેટલાક ઘરેલૂ ઉપાયો તમારી મદદ કરી શકે છે.

ત્રિફળા

image source

ત્રિફળા ખાસ કરીને આમલાકી, હરિતાકી અને બિભિતારીનું મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને પાણીમાં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવાય છે તો તમારા વાળ પર તેનો ખાસ પ્રભાવ જોવા મળે છે. વાળના મૂળમાં તેને લગાવવાથી તે સમસ્યા જલ્દી ખતમ થઈ જાય છે.

પાલક

image source

અનેકવાર વાળ ખરવાનું કારણ આયર્નની ખાી હોય છે. તમારા શરીરમાં યોગ્ય વિટામિન હોવા વાળની સમસ્યાને પણ રોકે છે. આ માટે ડાયટમાં વિટામિન સી અને આયર્નથી ભરપૂર ચીજો ખાવાનું શરૂ કરો તે જરૂરી છે. આ માટે તમે પાલકને સામેલ કરો. તે વિટામીન સી અને આયર્નનો સારો સોર્સ છે. તેનાથી વાળને પોષણ મળે છે અને તેનો ગ્રોથ પણ વધે છે તમે તેની પેસ્ટ બનાવીને વાળ પર પણ લગાવી શકો છો.

ડુંગળી

image source

ડુંગળીનો ઉપયોગ સામાન્ય રીતે શાક બનાવવા કે સલાડમાં કરવામાં આવે છે. પણ ભાગ્યે જ તમે જાણતા હશો કે તેનો જ્યૂસ વાળના મૂળમાં લગાવાય છે તો તેનો ગ્રોથ ઘટવા લાગે છે. તેમાં કેટાલેસ નામનું એન્જાઈમ હોય છે જે વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે.

મધ

image source

મધ પણ વાળને માટે જરૂરી છે. તેને 9:1ના પ્રમાણમાં રાખી લેવાથી ફાયદો થાય છે. પાણી અને મધને વાળમાં મિક્સ કરી લેવાથી વાળ ખરવામાં ફાયદો થઈ શકે છે.

દહીં

image source

દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-12, વિટામીન બી-2, પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે પ્રોટીન મળી રહે છે. તેને વાળમાં તમે હેર માસ્કની જેમ લગાવી શકો છો. આમ કરવાથી હેરફોલ ઘટે છે અને વાળ મુલાયમ રહે છે.

Exit mobile version