ગરમીમાં તરબૂચની મજા માણવી છે તો ખરીદીમાં આ ટિપ્સનું રાખી લો ધ્યાન

ગરમીની સીઝન આવતાં જ બજારમાં રસભર્યા તરબૂચ આવી જાય છે. આ તરબૂચને જોઈને દરેકનું મન લલચાઈ જાય છે અને તમે તેની ખરીદી કરી લેતા હોય છે. પછી એવું બને છે કે તમે તેને કાપો છો તો તે મીઠું નીકળતું નથી. આ સમયે તમારો તેને ખાવાનો ઉત્સાહ મરી જાય છે. એવામાં તરૂબચ ખરીદતા સમયે તમારે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. જેની મદદથી તમે તેને ઘરે લાવીને કાપો છો તો તમે તેની મજા લઈ શકો છો. નહીં કે તમારે નિરાશ થવાનો મોકો આવે. તો જાણો અમે તમારા માટે કઈ ખાસ ટિપ્સ લાવ્યા છીએ જે તમારી તરબૂચ ખાવાની મજાને બમણી કરી દેશે.

image source

હળવા હાથથી તરબૂચ પર ટકોરો મારો

જ્યારે પણ તમે બજારમાંથી તરબૂચ ખરીદો છો તો જે પણ તરબૂચ લેવું છે તેની પર હળવા હાથે ટકોરો મારીને જુઓ. જો તે મીઠું અને રસભર્યું હશે તો તે ઢક ઢક જોવા અવાજ આપશે. જો તે મીઠું નહીં હોય તો તેમાંથી કોઈ અવાજ નહીં આવે.

ભારે હશે

image source

જ્યારે પણ કોઈ તરબૂચ ખરીદો તો તેને ઉઠાવીને જુઓ. જો તે હલકું લાગે છે તો તે મીઠું હોતું નથી. જે તરબૂચ વજનમાં ભારે હોય છે તે મીઠું અને ટેસ્ટી હોય છે.

વચ્ચેનો ભાગ ખાલી હોય

જ્યારે તમે તરબૂચને ઘરે લાવીને કાપો છો તો તેનો વચ્ચેનો ભાગ ખાલી દેખાય છે તો ગભરાઓ નહીં. આ તરબૂચના બીજનો ભાગ ખાલી હોય છે તો તે સ્વાદમાં ખૂબ જ મીઠઉં હોય છે.

કોઈ ડાઘ ન હોવો

image source

પાકેલા અને મીઠા તરબૂચ હંમેશા શાઈની અને ડાઘરહિત હોય છે. આવું તરબૂચ ન ખરીદો જેની પર કોઈ ડાઘ તે ધબ્બા કે નિશાન હોય, આ તરબૂચ જલ્દી ખરાબ પણ થઈ શકે છે.

પાણીમાં નાંખીને કરો ચેક

image source

તરબૂચ ખરીદતી સમયે જો તે વધારે ચટકીલો રંગ ધરાવે છે તો મનમાં શંકા રહે છે. દુકાનદારને તેનો એક ટુકડો પાણીમાં નાંખવા કહો. આમ કરવાથી પાણીનો રંગ ઝડપથી ગુલાબી થશે. આવું તરબૂચ પણ ન ખરીદો. તેમાં રંગ વાળા ઈન્જેક્શનનો પ્રયોગ કર્યો હોય તે શક્ય છે અને તે તમારી હેલ્થને નુકસાન કરી શકે છે.

ક્યાંય કટ ન હોય

જ્યારે તમે બજારથી તરબૂચની ખરીદી કરો છો તો ચેક કરો કે તેમાં ક્યાંય કોઈ કટ ન હોય, અનેક વાર એવી ફરિયાદ કરો છો તો દુકાનદાર તેમાં કીડા હોવું કે પડવાથી નિશાન બનવાની વાત કરે છે. પરંતુ તેમાં ખરેખર તો હોર્મોનલ ઈન્જેક્શનનો પ્રયોગ થયો હોય તે પણ શક્ય છે. હાલમાં તરબૂચને જલ્દી ઉગાડવા અને લાલ કરવા માટે તેમાં હોર્મોનલ ઈન્જેક્શન મિક્સ કરાય છે જે હેલ્થને માટે નુકસાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *