ગરમીમાં વધી જાય છે પેટની સમસ્યા, ખાન પાનમાં રાખો આ સાવધાની

ગરમીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે જ કોરોના પણ પીક પર છે. આ સમયે તમને તાવ, ડિહાઈડ્રેશન અને પેટની સમસ્યાઓ સામે આવી રહી છે. જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ પાચનની સમસ્યાઓ પણ વધી રહી છે. ગરમીમાં પોતાને સ્વસ્થ અને શરીરને પણ સ્વસ્થ રાખવા માટે કેટલીક વાતો જાણવી જરૂરી છે. ખાસ કરીને પાચનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો આ વાતનું ધ્યાન રાખી લો.

ગરમીમાં આવે છે આ સમસ્યા

image source

ગેસ્ટ્રોએટેરિટિસ એક એવી સમસ્યા છે જે ગરમીની સીઝનમાં દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેના કેટલાક લક્ષણોમાં ઉલ્ટી, લૂઝ મોશન, ટોયલેટમાં બ્લેડ આવવું સામેલ છે. આ સમયે કમળાની બીમારી ઘાતક બની શકે છે.

image source

ગરમીમાં ખાસ કરીને કેટલીક અનહેલ્ધી ફૂડની આદતથી અને દૂષિત પાણી સાથેના સેવનથી ટાઈફોઈનની બીમારી પણ જોવા મળે છે. આ સિવાય ગેસ, મિચલીની સમસ્યા પણ સામેલ છે. આ સિવાય ગરમીના કારણે લોહીની વાહિકાઓ અને કોશિકાઓ પાતળી થાય છે. આ સિવાય ક્યારેક સોજા પણ રહે છે.

તો જાણો ગરમીથી બચવા તમારે ખાન પાનની કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

જાણો કઈ ચીજો ખાવી જોઇએ

image source

ગરમીમાં સૌથી જરૂરી છે કે ઓછું પણ હેલ્ધી ભોજન કરો. નક્કી કરો કે તેમાં ફાઈબર યુક્ત ભોજન જેમકે તાજા ફળ, શાક, દાળ, બીન્સ સામેલ છે. પાચનક્રિયાને સરળ કરવા માટે ઓછા સમયે નિયમિત ભોજન લો. લીલા શાક અને ટામેટા, સફરજન, નાસપતિ, તરબૂચ, કાકડી, શક્કરિયા, અનાનસનો ઉપયોગ કરો. તેનાથી તમે હાઈડ્રેટ રહી શકો છો. ડાયટમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ લેવાનું ભૂલશો નહીં. આ સિવાય તમે ખજૂર પણ ખાઈ શકો છો. તે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. ગરમીમાં પરસેવાના સ્વરૂપે પાણી વધારે પ્રમાણમાં શરીરની બહાર નીકળે છે. આ માટે વધારે પાણી પીઓ. નારિયેળ પાણી પણ કામની વસ્તુ છે. પેટમાં એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તમે દહીનો ઉપયોગ કરી શકો છો. તે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં બેક્ટેરિયા તમારી પાચનક્રિયાને સરળ કરે છે.

આ વસ્તુઓને ડાયટ લિસ્ટમાંથી કરો દૂર

image source

શક્ય છે કે મસાલેદાર, તળેલા અને જંકફૂડ ખાવાનું તમને પસંદ હોય પણ ગરમીમાં આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આ માટે તમે તેનાથી દૂરી બનાવીને રાખો. પેટમાં સોજાને વધારો આપી શકે છે. આ માટે પિત્ઝા, ચિપ્સ અને બેકરીની ચીજોથી દૂર રહેવાની કોશિશ કરો. આ સિવાય સડક કિનારાની ચીજો ખાવાનું ટાળો તે જરૂરી છે. તેનાથી ફૂડ પોઈઝનિંગની સમસ્યા રહી શકે છે. ઘરમાં પણ ક્યારેય વાસી ખાવાનું ન ખાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *