ગરમીમાં આ શરબત પીવાના છે અઢળક ફાયદાઓ, જે જાણીને તમે પણ થઇ જશો હેરાન

ગરમીની સીઝન શરૂ થઈ છે ત્યારે આપમે ખાસ કરીને લિક્વિડ ચીજોનું સેવન કરવું જરૂરી બન્યું છે. જો તમને ગરમી લાગી જાય છે તો તે શરીર માટે વધારે નુકસાન દાયી બને છે. જરૂરી છે કે તમે પોતાને હાઈડ્રેટ રાખો અને સાથે દિવસમાં વધારે ને વધારે પાણી પીઓ. પાણી પીવાથી શરીરમાં ગરમીથી રાહત મળે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ બેલેન્સ રહી શકે છે. આ સિવાય તમે કેટલાક શરબત જેમકે ગુલાબ, રોઝ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો. આજે વાત કરીશું ખસના શરબત અને તેના ફાયદાની. ખસના શરબતનો રંગ લીલો હોય છે. આ રંગ શરીરની સાથે આંખને પણ તરવરાટ આપે છે. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કૂલિંગ તત્વના રૂપે થતો આવ્યો છે. આ ફક્ત કૂલિંગનું જ કામ કરે છે એવું નથી પણ અન્ય અનેક ફાયદા પણ આપે છે

image source

બજારમાં અનેક પ્રકારના કૂલિંગ ડ્રિંક્સ મળે છે પણ ખસ પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરનું ધ્યાન રાખે છે. ખસનું શરબત ગરમીની સીઝનમાં ઢાલનું કામ કરે છે. તો જાણી લો કયા ફાયદા આપે છે તે પણ.

તરસ છીપાવે છે

image source

અનેકવાર એવું બને છે કે વધારે ગરમીના કારણે પાણી પીવાથી પમ તરસ છીપાતી નથી. આ સમયે તમે ખસનું શરબત પીઓ છો તો તેનાથી રાહત મળે છે.

લાલ આંખમાં રાહત આપે છે

image source

ગરમીના દિવસમાં આંખ લાલ થઈ જાય છે. આ કારણે ગરમી થવા લાગે છે. એવામાં ખસના શરબતમાં મળતું ઝિંક તમને સ્વસ્થ રાખે છે.

બ્લડ સર્ક્યુલેશન વધારે છે

image source

આ ખસનું શરબત ટેસ્ટની સાથે આયર્ન, મેંગેનીઝ, બી6 વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખવામાં કામ કરે છે.

એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર છે

ખસના શરબતમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ્સ મળી રહે છે. તેનાથી ઈમ્યુનિટી વધે છે અને નષ્ટ થયેલા ટિશ્યૂને પણ સાજા કરે છે. તેનું સેવન જરૂરી છે.

image source

તો હવે તમે જાણી ચૂક્યા હશો કે ખસ કેટલું ખાસ છે. બાળકોને પણ આ શરબતનો રંગ પસંદ આવે છે. બજારમાં ખસનો સિરપ પણ મળી રહે છે. તો તમે કોઈ પણ બ્રાન્ડનો સિરપ લાવીને કિચનમાં રાખી લો. આ સિરપની મદદથી 1 ગ્લાસ શરબત રોજ પીઓ. તેનાથી ગરમીની સામે લડવામાં ફાયદો મળશે અને શરીરને પણ અનેક ફાયદા મળી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત