ગરુડ પુરાણ અનુસાર જીવનમાં આ 7 ચીજો અચાનક દેખાય તો મળે છે શુભફળ

ગરુડ પુરાણને 18 પુરાણમાંનું એક માનવામાં આવે છે. આ ખાસ શાસ્ત્ર છે અને સાથે આચારકાંડમાં નીતિસાર અધ્યાય છે. તેમાં કહેવાયું છે કે કઈ 7 ચીજો છે જેને જોવાથી પુણ્ય મળે છે. તો જાણો આ ખાસ 7 ચીજોને વિશે.

ગૌમૂત્ર

image source

શાસ્સ્ત્રઓમાં કહેવાયું છે કે ગૌમૂત્રમાં ગંગાનો વાસ હોય છે. તમે તેને જોઈ લો છો કે તેનો ઉપયોગ કરો છો તો તમને પુણ્ય મળે છે. તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. રોજ ગૌમૂત્રનો ઉપયોગ કરાય છે તો અનેક બીમારીઓ દૂર રહે છે. ગરુડ પુરાણમાં તો એમ પણ કહેવાયું છે કે તેને લાવવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ગોબર

image source

ગાયનું ગોબર પણ ઘણું શુભ માનવામાં આવે છે. કોઈ પૂજા અર્ચના કે માંગલિક કાર્યો કરતા પહેલા ગાયના ગોબરનો પ્રયોગ કરી લેવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગરુડ પુરાણના અનુસાર ગાયનું ગોબર જોઈ લેવાથી પણ તમને પુણ્ય મળી શકે છે.

ગોદુગ્ઘ

ગાયનું દૂધ તમને અનેક રોગથી છૂટકારો અપાવે છે. ગાયના દૂધને અમૃત સમાન માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગાયના દૂધને જોઈ લે છે તો તેની ઉપર શુભફળની પ્રાપ્તિ થઈ જાય છે.

ગોધૂલી

image source

જ્યારે કોઈ ગાય જમીનને ખરચે છે તો તેમાંથી ધૂળ ઉડે છે. ગાયના પગથી ઉખડીને ઉડેલી ધૂળને પવિત્ર માનવામાં આવે છે. તેને જોઈ લેવાથી પણ તમને અનેક ગણું પુણ્ય મળે છે.

ગૌશાળા

જી હા ગૌશાળા એટલે કે ગાયોને રાખવાનું સ્થાન. જો તમે ગૌશાળાના દર્શન કરી લો છો તો તમે ધન્ય થઈ જાઓ છો. કોઈ કામ માટે તમે જતા હોવ અને તમે ગૌશાળા જોઈ લો છો તો તમે ધન્ય થઈ જાવ છો. તેનાથી પણ તમને લાભ મળી શકે છે.

ગોખુર

image source

ગાયના પગને તીર્થ સમાન માનવામાં આવે છે. જો કોઈ સારા કામ માટે જતી સમયે ગાય દેખાય તો તેને પગે લાગીને તેના દર્શન કરો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળે છે.

તૈયાર ખેતી

ખેડૂતો ખેતી પર દિવસ રાત મહેનત કરે છે. જેથી તેમને સારો પાક મળી રહે. જ્યારે પણ કોઈ વ્યક્તિ લીલાછમ ખએતરો જુઓ છે તો તેમના મનને શાંતિ મળે છે. ગરુડ પુરાણના અનુસાર પાકેલી ખેતી એટલે કે તૈયાર ખેતીના ખેતરો જોઈ લેવામાં આવે તો પણ તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

image source

તો હવે તમે જાણી લીધું હશે કે ગરુડ પુરાણ એટલે કે શાસ્ત્રોમાં કઈ ચીજોને ખાસ મહત્વની માનવામાં આવે છે અને તેનું મહત્વ શા માટે વધારે મનાય છે. તો જાણો તમે પણ આ ખાસ ચીજોના મહત્વને અને જો અચાનક તમને આમાંથી કોઈ પણ ચીજ દેખાય તો સમજો કે તમને પુણ્ય મળી જશે.