ઘરની નેગેટીવ એનર્જીને દૂર કરવા કરો આ કામ, નહિં તો પાછળથી મુકાશો અનેક મુશ્કેલીઓમાં…

મિત્રો, દરેક વ્યક્તિના જીવનમા ઉર્જાનુ એક વિશેષ મહત્વ હોય છે, જે આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. જો તમે તમારા ઘરમા સુખ-શાંતિ, વૈભવ અને ખુશી ઈચ્છતા હોવ તો તેના માટે એ જરૂરી છે કે, તમારી આસપાસ સકારાત્મક ઉર્જા બની રહે.

image source

જો તમારી આસપાસનુ વાતાવરણ સકારાત્મક હશે તો તેનો પ્રભાવ તમારા બધા કાર્યો પર પડશે. તમારુ મન તમારા કાર્યોમા લાગેલુ રહેશે અને તમારા બધા જ અધૂરા કાર્યો તેની જાતે જ પૂરા થવા લાગશે પરંતુ, જો તમારા ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધારે હોય તો પરિસ્થિતિ આના કરતા કઈક જુદી જ જોવા મળે.

image source

જો તમે તમારા ઘરમા સુખ-શાંતિ બની રહે તેવુ ઈચ્છતા હોવ અને તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરનુ વાતાવરણ સકારાત્મક બનાવવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે તમારા ઘરની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવુ પડશે. તમારે એ બાબતનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે કે, કોઈપણ સંજોગોમા તમારુ ઘર ગંદુ ના રહે. તમે જેટલુ તમારા ઘરને સ્વચ્છ રાખશો તેટલી જ સકારાત્મકતા તમારા ઘરની આસપાસ જળવાયેલી રહેશે.

image source

આ સિવાય અમુક સમયના અંતરે તમારા ઘરમાં એસેન્સિયલ ઓઈલનો છંટકાવ કરવો. આમ, કરવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે. આ સ્પ્રેનો છંટકાવ કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ ખુશનુમા બની જશે. આ સિવાય વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમા જમા થયેલી ધૂળ અને ગંદકી પણ ઘરમા નકારાત્મક ઉર્જા ફેલાવવા માટે જવાબદાર સાબિત થઇ શકે છે.

image source

જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા ઈચ્છતા હોવ તો તેનો અન્ય એક ઉપાય એવો છે કે, તમે તમારા ઘરના એક ખુણામા સુગંધિત મીણબતી પ્રગટાવો. આમ, કરવાથી તમારા ઘરમા ચારેય તરફ સુવાસ ફેલાય છે, તમારું મન પણ આ સુગંધિત સુવાસના કારણે પ્રફુલ્લિત રહે છે અને તેના કારણે તમારા ઘરની આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે તો એકવાર આ ઉપાય તમે પણ અજમાવો અને જુઓ ફરક.

image source

આ સિવાય જો તમે તમારા ઘરની પાસે તુલસીનો છોડ લગાવો તો તે પણ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા ઘરની આસપાસની તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તો એકવાર તમે પણ આ ઉપાય અવશ્ય અજ્માવજો અને જુઓ તેનાથી તમારા આસપાસના વાતાવરણમા કોઈ ફરક પડે છે કે નહિ?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *