લગ્ન સીઝનમાં ઘટી સોના અને ચાંદીની ચમક, જાણી લો કેટલો થયો ભાવમાં ઘટાડો અને કરી લો જલદી ખરીદી

લગ્ન સીઝન શરૂ થતાંની સાથે સોના અને ચાંદીની ચમક ફીકી પડવા લાગી છે. આ અઠવાડિયે સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1015 રૂપિયા સુધી ઘટ્યો છે. તો ચાંદી 1352 રૂપિયા સસ્તી થઈ છે. એપ્રિલની વાત કરીએ તો માર્ચની તુલનામાં સોનું 2601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે અને ચાંદીના ભાવમાં 4938 રૂપિયા પ્રિત કિલોનો વધારો થયો છે.

આવનારા સમયમાં કેવી રહેશે સોના અને ચાંદીની સ્થિતિ

image source

કેડિયા કેપિટલના ડાયરેક્ટર અજય કેડિયાએ કહ્યું છે કે મે અને જૂન મહિનામાં લગ્નની સીઝન છે. કોરોનાના કારણે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકડાઉન છે. અન્ય રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધ છે. આ સાથે સોના અને ચાંદીની કિંમતોની ડિમાન્ડમાં ઘટાડો થઈ શકે છે. ભારતમાં કોરોનાનો પીક આવનારો છે તો દુનિયામાંથી કોરોના ગયો નથી. પણ યૂએસ અને ઈઝરાયલમાં લોકોએ માસ્ક લગાવવાનું બંધ કર્યું છે. તેનાથી લાગે છે કે કોરોના દુનિયાથી ઘટ્યો છે.

આવી રહી છે સોનાની ચાલ

image source

ગોલ્ડની વાત કરીએ તો આંતર રાષ્ટ્રીય માર્કેટમાં આ 1800 ડોલર પ્રતિ ઓંસથી ઉપર રહી નથી. અહીં ઘરેલૂ માર્કેટની વાત કરીએ તો સોનું 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર જઈ રહ્યું નથી. આ અઠવાડિયે ડોલર ઘટ્યો છે. ઈકોનોમી રિવાઈવ કરી રહી છે. મે મહિનાના પહેલા હાફમાં સોનામાં કમજોરી આવી શકે છે. પણ અન્ય હાફમાં તેમાં વધારો થશે. એમસીએક્સ પર સોનું 45800થી 48400ની વચ્ચે રહી શકે છે. ચાંદી 66000- 70000 સુધી રહી શકે છે. મે મહિનાના પહેલા હાફમાં સોનું નબળું રહી શકે છે. તો બીજા હાફમાં સોનામાં ભાવ વધારો જોવા મળી શકે છે. એમસીએક્સ પર સોનાનો ભાવ 45800-48400 રૂપિયા રહી શકે છે તો ચાંદી 78000 રૂપિયા સુધી જઈ શકે છે.

image source

આ અઠવાડિયે આવી રહી સોના અને ચાંદીની ચાલ

તારીખ                                –           સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ           –                          ચાંદીનો ભાવ પ્રતિ કિલો

30 એપ્રિલ 2021                –                46743                                                                    –     68350
29 એપ્રિલ 2021                –                47027                                                                   –      68567
28 એપ્રિલ 2021                –              46950                                                                     –    67846
27 એપ્રિલ 2021                –                47353                                                                     –     68565
26 એપ્રિલ 2021                –              47401                                                                      –    68383
23 એપ્રિલ 2021                –               47615                                                                      –     69075
31 માર્ચ 2021                    –                 44228                                                                    –      62727
31 ડિસેમ્બર 2020            –             50123                                                                        –   67282
7 ઓગસ્ટ 2020               –               56254                                                                      –     76008

સોર્સ: IBJA

image source

અત્યારસુધી સોનું 3411 રૂપિયા સુધી સસ્તુ થયું છે. આનાથી ઉલટું ચાંદી 417 રૂપિયા મોંઘી બની છે. સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ગયા વર્ષના ઓલ ટાઈમ હાઈથી 9463 રૂપિયા સુધી ઘટ્યો છે. ગયા વર્ષે પોતાના ઉચ્ચ ભાવથી ચાંદી 8280 રૂપિયા સુધી ઘટી છે. આ વર્ષે ગોલ્ડની છેલ્લા 30 વર્ષમાં ખરાબ શરૂઆત થઈ છે. જાન્યુઆરીથી સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!