Site icon News Gujarat

એક અઠવાડિયામાં 3400 રૂપિયા સસ્તુ થયું સોનું, જાણો શું રહેશે આવનારા સમયમાં સ્થિતિ

સોના અને ચાંદીની કિંમતમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1015 રૂપિયા સુધી ઘટ્યો છે.

image source

સોના અને ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ગયા અઠવાડિયે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1015 રૂપિયા સુધી ઘટ્યો છે. તો ચાંદી પણ 1352 રૂપિયા સસ્તી થઈ છે. આ વર્ષે સોનું 3411 રૂપિયા સસ્તુ થયું છે. આ સાથે ચાંદી 417 રૂપિયાના વધારા સાથે થોડી ઉપર આવી છે. સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ગયા અઠવાડિયાના ઓલ ટાઈમ હાઈથી 9463 રૂપિયા નીચે સુધી આવી ચૂક્યા છે.

image source

ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની કિંમતમાં ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 2.33 ડોલરની સાથે 1768.91 ડોલર પ્રતિ ઓસના રેટ પર ચાલી રહ્યો છે. તો ચાંદીની વાત કરીએ તો તેમાં 0.16 ડોલરનો ઘટાડો આવ્યો છે. આ સાથે 25.91 ડોલરના સ્તરે કારોબાર કરી રહી છે.

21 એપ્રિલે પહોંચ્યું હતું 2 મહિનાના ઉચ્ચતમ સ્તરે

image source

વાયદા બજારમાં શુક્રવારે સોનાની કિંમત 0.13 ટકા વધારે હતી એટલે કે 46785 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર બંધ થયો હતો. આ સિવાય ચાંદી 68423 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. 21 એપ્રિલે એમસીએક્સ પર સોનાના રેટ્સ 48400 રૂપિયાના 2 મહિનાના ઉચ્ચ સત્રે રહ્યા હતા આ પછી તેમાં જોરદાર ઘટાડો આવ્યો છે.

કોરોનાની અસર મળી રહી છે જોવા

image source

ભારતમાં સોનાની કિંમતોમાં 10.75 ટકા આયાત શુલ્ક અને 3 ટકા જીએસટી સામેલ છે. મુંબઈના એક ડીલરે રોયટરને કહ્યું કે લગભગ દરેક રાજ્ય સરકારે કોઈને કોઈ પ્રકારના કોરોના પ્રતિબંધ લગાવ્યા છે. આ કારણે આભૂષણો કે સ્ટોર તો બંધ છે અને ક્યાંક જ ખુલ્લા છે.

માર્ચ મહિનામાં આવી રહી માંગ

image source

વિશ્વ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું કે આ જૂન તિમાહીમાં ભારતમાં સોનાની ખપત લોકડાઉનના કારણે થવાની આશા છે. આનાથી ઉલટું માર્ચના ત્રિમાસિકમાં ભારતમાં સોનાની માંગમાં 37 ટકાથી 140 ટનનો વધારો જોવા મળ્યો છે. વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના અનુસાર પીળી ધાતુની કિંમતમાં નરમાશ આવવાના કારણે માંગમાં વધારો થઈ રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version