Site icon News Gujarat

ગુજરાતમાં કોરોના કે કોરોનામાં ગુજરાત?? આજે કોરોનાના કેસનો આંક ૬ કરોડ લોકોના હાજા ગગડાવી નાખશે

હવે આખું ગુજરાત કોરોનામાં સપડાઈ ગયું એમ કહીએ તો ખોટું ન પડે. કારણ કે કોરોના એ હદે વધી રહ્યો છે કે એક દિવસમાં ૨૦૦૦ થી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2190 નવા કેસ નોઁધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ 10 હજારને વટાવી ગયો છે.

image source

આ સાથે જ વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો ડર દરેક લોકોને ડરાવી રહ્યો છે. તેના વચ્ચે લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ 100 દિવસ સુધી રહેશે. ગુજરાતમાં આજે કોવિડ 19ના 2190 કેસ નોઁધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે, બીજી બાજુ 1422 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 2,81,707 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 95.07 ટકાએ પહોંચ્યો છે.

image source

જો વિગતે વાત કરીએ તો ૬ દર્દીના મોત થયા છે અને સાથે વધુ 1422 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યા છે. જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરતમાં 745, અમદાવાદમાં 613 કેસ, વડોદરામાં 187, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 40, જામનગરમાં 47, ગાંધીનગરમાં 40 કેસ,જૂનાગઢમાં 9, પાટણમાં 45, મહિસાગરમાં 25 કેસ, નર્મદામાં 25, અમરેલી – દાહોદમાં 20 – 20 કેસ, કચ્છમાં 20, ખેડા, મહેસાણા, મોરબીમાં 19-19 કેસ, સુરેન્દ્રનગરમાં 17, આણંદ, સાબરકાંઠામાં 15-15 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 13-13, નવસારીમાં 12 કેસ નોંધાયા છે.

image source

ગુજરાતમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો 10134 કુલ એક્ટિવ કેસ રહેલા છે, તેમાંથી 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 10051 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4479 લોકોના કોરોનામાં મોત થઈ ચૂક્યા છે.

image source

મોત વિશે વિગતે વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં 6 લોકોના મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશન એમ કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. માટે હવે કોરોનાને લઈ બધાને ભારે ચિંતા થઈ રહી છે અને સરકાર પણ પગલાં લઈ જ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આખરે કોરોનાં ક્યારે કંટ્રોલમાં આવે છે અને લોકોને આ મહામારી માંથી ઉગારે છે.

image source

જો ગઈકાલની વાત કરવામાં આવે તો ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 24 માર્ચે 1,790 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો હતો. જ્યારે ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version