હોંગકોંગમાં હીરાનો બિઝનેસ છોડીને ગુજરાતના એક જ પરિવારની 3 મહિલાઓ જૈન સાધ્વી બની, જાણો સમગ્ર મામલો

આ પહેલા પણ અનેક એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં લોકો કરોડો કમાતાં હોય અને બધી જ મોહમાયા મુકીને સાધુ સાધ્વી બની ગયા હોય. જેમ કે જૂન 2017માં ગુજરાત બોર્ડમાં 99 ટકા ગુણ મેળવીને 12માં ક્રમે આવેલા ટોપર 17 વર્ષીય વર્શીલ શાહ પણ જૈન સંન્યાસી બની ગયો હતો.

image source

ત્યારે હવે ફરીથી એવો કિસ્સો સામે આવ્યો છે અને ચારેબાજુ તેની ચર્ચા કરવામાં આવી રહી છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો પરિવાર તમામ ધન-ઐશ્વર્ય છોડીને દીક્ષા ગ્રહણ કરવાની અને બધુ છોડીને ભિક્ષુ બની ગયા. આ મામલો હોંગકોંગનો છે કે જ્યાં રહેતા પરીશી શાહ(23) પોતાની નાની ઇંદુબેન શાહ(73) અને માં હેતલબેનએ રામચંદ્ર સમુદાયની સાધ્વી હિતદર્શનીશ્રીજીના માર્ગદર્શનમાં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે અને આ માટે તે 3 મહિલાઓ તૈયાર પણ થઇ ગઇ છે.

image source

આ ત્રણેય મહિલાઓના પ્રોફેશનની વાત કરીએ તો તેઓ હોંગકોંગની એક જાણીતી ડાયમંડ ફર્મના પરિવાર સાથે સંબંધ રાખે છે. આ મહિલાઓએ પૈસા અને વૈભવને એકદમ નજીકથી જોયું છે, પરંતુ તેમને આ બધી ધનિક મોહમાયા આકર્ષી ન શકી અને તેમણે આવો નિર્ણય કર્યો છે. તેઓ તપસ્યાની આભાથી આકર્ષિત થયા અને હવે તેમણે પોતાનું આગામી સમગ્ર જીવન જૈન સાધ્વીઓના રૂપમાં જ પસાર કરવાનો નિર્ણય લઈ લીધો છે. હાલમાં માહોલ એવો છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ધાનેરામાં રહેનારા આ પરિવારે તેમના દીક્ષા ગ્રહણના સમારોહની બધી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રામણે એક મહિલા પરીશીએ આ બાબતે વાત કરતાં જણાવ્યું કે તેણે હોંગકોંગથી સાયકોલોજીમાં ડિગ્રી લીધી છે. તેણે સ્કૂલનો અભ્યાસ પણ હોંગકોંગમાં કર્યો છે જ્યાં તેના પિતા ભરત મહેતા હિરાનો વેપાર કરે છે. તેનો ભાઈ જૈનમ USમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે હું ભારત આવી તો મારા નાની સાથે દેરાસર ગઈ હતી. ત્યાં દેરાસરમાં મેં પ્રવચન સાંભળ્યા અને એનાથી હું એટલી પ્રભાવિત થઈ કે રેસ્ટોરન્ટ જવાનું અને ફિલ્મો જોવાનું તો સાવ ભૂલી જ ગઈ છું. ત્યાં અમે લોકો સતત સાધ્વીના પ્રવચનો સાંભળવા લાગ્યા. સાધ્વીઓ વચ્ચે સમય પસાર કરવા દરમિયાન મને અંદરથી કંઇક અલગ અલગ અહેસાસ થવા લાગ્યો અને અલગ ફિલીંગ આવવા લાગી.

image source

ત્યારબાદ મોટી વાત કરતાં પરીશી જણાવે છે કે આ બધું જ્યારે રેગ્યુલર થવા લાગ્યું ત્યારે મને સમજાયું કે કોઈપણ વ્યક્તિને તેની અંદર જ સાચી ખુશી મળે છે. ત્યારબાદ મેં સાધ્વી બનવાનો નિર્ણય લીધો. જ્યારે પરીશીના માતા હેતલબેનને આ અંગે જાણ થઈ તો તેઓ તાત્કાલિક હોંગકોંગથી મુંબઈ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે મારી માતા અને દીકરીના નિર્ણયની જાણ થતા જ હું તરત મુંબઈ આવી ગઈ. મેં વિચાર્યું હતુ કે હું મારા દીકરા અને દીકરીના લગ્ન બાદ સાધ્વી બની જઇશ, પરંતુ હવે મારે રાહ નથી જોવી. હું પણ દીકરી સાથે દીક્ષા લેવા જઇ રહી છું. આ રીતે હવે આ 3 મહિલાઓ મોહમાયાથી દુર પોતાનું જીવન જીવશે અને પૈસાથી દુર રહેશે. પણ આ પહેલો કિસ્સો નથી. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ આ પહેલાં પણ જોવા મળ્યા હતા.

image source

જૂન 2017ની વાત કરીએ તો ગુજરાત બોર્ડમાં 99 ટકા ગુણ મેળવીને 12માં ક્રમે આવેલા ટોપર 17 વર્ષીય વર્શીલ શાહ પણ જૈન સંન્યાસી બન્યો હતો. ગુજરાતના સુરત શહેરમાં તાપી નદીના કાંઠે ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. જે સમારોહમાં વર્શીલે હજારો જૈન આચાર્ય અને જૈન સમુદાયની સામે લાલચનો ત્યાગ કરીને દીક્ષા મેળવી હતી. એ જ રીતે સુરતના એક કિસ્સાની વાત કરીએ તો હીરાનો બિઝનેસ કરનાર એક બિઝનેસમેને પોતાની પત્ની અને 2 બાળકો સાથે એપ્રિલ 2018ના રોજ અમદાવાદમાં એક આયોજીત ભવ્ય સમારોહમાં દિક્ષા લીધી હતી. ખાસ વાત તો એ રહી કે ભિક્ષુ બનનાર વેપારીની દીકરીને થોડા સમય પહેલા જ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ કરતાં જ પીએમ મોદીએ સન્માનિત કરી હતી. ત્યારે પણ આ વાત ખુબ ચર્ચામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત