Site icon News Gujarat

જ્યારે આ દેશના વડાપ્રધાન પાણીમાં થઈ ગયા ગાયબ, હજુ સુધી નથી ઉકેલાયું રહસ્ય

આપણી દુનિયા ખૂબ વિશાળ છે, જ્યાં વિવિધ પ્રકારના અજીબોગરીબ રહસ્યો જોવા મળે છે. કેટલાક ઉકેલાઈ ગયા છે, પરંતુ સેંકડો રહસ્યો હજી ઉકેલાયા નથી. તેમને હલ કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આજદિન સુધી કોઈ સમાધાન મળી શક્યું નથી. આજે અમે તમને આવા જ કેટલાક વણઉકેલા રહસ્યોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.

6 ઇંચનો નાનો નરકંકાલ

image source

ચિલીમા ઘોસ્ટ ટાઉન નામની એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં 6 ઇંચના પુરુષનું હાડપિંજર મળી આવ્યું હતું. આ નરકંકાલ દાંત પથ્થર જેટલા મજબૂત હતા. બધા સંશોધન પછી એવું માનવામાં આવ્યું કે હાડપિંજર માનવીનું જ છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આટલા નાના મનુષ્યના દાંત કેવી રીતે હોઈ શકે છે. આજે પણ આ રહસ્ય વણઉકેલ્યું છે.

આકાશમાંથી ‘માંસના ટુકડાઓનો’ વરસાદ

image source

વર્ષ 1876 માં બાથ દેશના રેંકિનમાં અચાનક માંસના ટુકડાઓનો વરસાદ થવા લાગ્યો હતો. આકાશમાંથી માંસનાં ટુકડાઓ પડવા માંડ્યાં હતાં. નેવાર્ક સાયન્ટિફિક એસોસિએશને આ ટુકડાઓની તપાસ કરી કે તો જાણવા મળ્યું કે આ ટુકડાઓ ઘોડા અથવા નવજાતનાં છે. પરંતુ વાસ્તવિકતા કોઈને ખબર પડી ન હતી.

એક એવું છિદ્ર જેમાં અડધી નદી સમાઈ જાય છે

image source

“ધ ડેવિલ્સ કેટલ” તરીકે જાણીતા આ છિદ્રમાં નદીનું અડધુ પાણી સમાય જાય છે. પરંતુ આજદિન સુધી વિશ્વના કોઈ વૈજ્ઞાનિક અને વિજ્ઞાનને ખબર નથી કે આ પાણી ક્યાં જાય છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્વિમિંગ દરમિયાન ગાયબ થઈ ગયા

image source

હેરાલ્ડ હોલ્ડ 22 મહિના માટે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન રહ્યા હતા, છેલ્લી વખત તે ચેવિયટ બીચ પર જોવા મળ્યા હતા. તે સમયે તે ત્યાં તરવાની મજા લઇ રહ્યા હતા. પરંતુ તે પછી અચાનક ત્યાથી ગાયબ થઈ ગયા તેમને શોધવા માટે પોલીસ, ઓસ્ટ્રેલિયન નેવી ડાઇવર્સ, એરફોર્સના હેલિકોપ્ટરને પણ કામે લગાવવામાં આવ્યા હતા. પંરતુ હેરાલ્ડની કોઈ ભાળ મળી નહોતી. માટે ગોઠવવામાં આવ્યા. પરંતુ હેરાલ્ડનો કોઈ પત્તો મળ્યો ન હતો.

1518 નો ‘ડાન્સિંગ પ્લેગ’?

image source

એવું કહેવામાં આવે છે કે 1518માં એલ્સાસેના સ્ટ્રાર્સબર્ગમાં એક ડાન્સિંગ પ્લેગ એલાયો હતો. આ એક રોગ હતો જેમાં લોકો ઘણા મહિનાઓ સુધી નોન સ્ટોપ ડાન્સ કરતા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. આ પ્લેગનું રહસ્ય ક્યારેય ઉકેલાયું નથી.

બર્મુડા ટ્રાયએંગલ

image source

બર્મુડા ટ્રાય એંગલ તરીકે ઓળખાતો આ વિસ્તાર મિયામી બર્મુડા અને પોર્ટો રિકોની વચ્ચે આવે છે. આ વિસ્તારમાંથી પસાર થતા પાયલોટ્સ કહે છે કે અહીં ઘણા વિમાન ગાયબ થઈ ગયા છે, તેમજ ઘણા પાણીના જહાજો સમુદ્રમાં ગાયબ થઈ ગયા છે. વિવિધ લોકો આ માટે એલિયન્સ અને વાયુયુક્ત દબાણને દોષી ઠેરવે છે, પરંતુ હજી સુધી કોઈ તેની પાછળનું વાસ્તવિક કારણ જાણી શક્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version