તૌકતેની અસર યથાવત: હજુ આજે પણ અમદાવાદ સહિત 23 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, જાણો બે દિવસ ક્યાં પડશે કેટલો વરસાદ

વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાના પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યાં બાદ મંગળવારે અમદાવાદ
સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, અમદાવાદ શહેરમાં પણ સોમવાર રાતથી મંગળવાર સાંજ સુધી વરસાદ શરૂ હતો. બીજી તરફ હજુ ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બુધવારે અમદાવાદ સહિત કુલ ૨૩ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે.

image source

ગુરૂવાર અને શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે. બુધવારે રાજ્યમાં પ્રતિ કલાકે ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

બે દિવસ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે

૧૯ મે – સાબરકાંઠા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ અને જામનગરમાં ભારે વરસાદ. આ તમામ વિસ્તારમાં પ્રતિકલાકે ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

image source

૨૦ મે – બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

PM મોદી અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદી  ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની  આવતીકાલે મુલાકાત લેશે.  બુધવારે 19 મે 2021ના  નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે.  ત્યાંથી તેઓ  અમરેલી,  ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના   અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ
નિરીક્ષણ માટે જશે.  વડાપ્રધાન ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી  સ્થિતિનું સંકલન કરશે.

મુખ્યમંત્રીએ સહાય ચૂકવવાની કરી જાહેરાત

image source

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન  આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે.

અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.

વાવાઝોડાના કારણે એસટીને મોટું નુકસાન

image source

વાવાઝોડાના કારણે એસટીને મોટું નુકસાન થયું છે.  વાવાઝોડાના પગલે 350 રૂટ અને 1000 જેટલી ટ્રીપ બંધ અને ડાયવર્ટ પણ  કરાય છે.   અંદાજે 70 લાખનું માલ મિલકતને નુકસાન થયું છે.  સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયું છે. ગઈ એક જ રાતમાં અંદાજે 50 લાખનું નુકસાન થયું છે.  અનેક સ્થળો પર સેઈફ પાર્કિંગ પણ કરવામાં આવ્યા છે. ધોલેરા, ધંધુકા વિરમગામ કચ્છ તરફ જતા તમામ રૂટ સ્થગિત કરવામાં આવ્યા.

ઉનાળું પાકને પણ નુકશાન

આજે વાવાઝોડાને કારણે સમુદ્ર કિનારાની આસપાસના વિસ્તારના નુકશાનીના દ્રષ્યો સામે આવી રહ્યા છે.  તલાલા વિસ્તારના આંબાના બગીચાના ખેડૂતોના ખેતરમાં રહેલા આંબાના વૃક્ષો ધરશાયી  થયા છે.  માળીયા હાટીના માંગરોળ વિસ્તારમાં પણ કેરીના પાક સાથે અન્ય ઉનાળું પાકને પણ નુકશાન  પહોંચ્યું છે.

મુખ્યમંત્રીએ નુકસાન થયું તેનો રિપોર્ટ માંગ્યો

image source

તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી  વીડિયો કૉન્ફરન્સથી વાત કરશે.  જિલ્લા કલેકટરો પાસે તૌક્તે વાવાઝોડાના કારણે તેમના જિલ્લામાં કેટલું નુકસાન થયું તેના રિપોર્ટ મુખ્યમંત્રીએ માંગ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!